Home /News /lifestyle /

ત્વચા અને વાળ પર થાય છે ગુલાબ જળની જાદુઈ અસર, આવી રીતે કરો ઉપયોગ

ત્વચા અને વાળ પર થાય છે ગુલાબ જળની જાદુઈ અસર, આવી રીતે કરો ઉપયોગ

તસવીર- shutterstock

Rose Water For Skin And Hair Care : ગુલાબ જળ સુગંધિત પાણી હોય છે. તેને ગુલાબની પાંખડીઓમાંથી બનાવવામાં આવે છે. ગુલાબજળ (Rose Water) એન્ટી ઇન્ફ્લેમેટરી વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે.

Rose Water For Skin And Hair Care : ગુલાબ જળ સુગંધિત પાણી હોય છે. તેને ગુલાબની પાંખડીઓમાંથી બનાવવામાં આવે છે. ગુલાબજળ (Rose Water) એન્ટી ઇન્ફ્લેમેટરી વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે. તે ચામડીની તકલીફોમાં રાહત આપે છે. આ ઉપરાંત ગુલાબજળ ત્વચાના PH સ્તરને જાળવવામાં પણ મદદ કરે છે. ત્વચા (Skin)ને લગતા ફાયદાના કારણે મહિલાઓ સ્કિન કેર રૂટિનમાં ગુલાબજળનો સમાવેશ કરે છે.

ગુલાબજળમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણધર્મ હોય છે. જે ત્વચા માટે જરૂરી એલિમેન્ટ ગણાય છે. જે સ્કિન પોર્સના નાના અને ટાઈટ કરે છે. વાળની સમસ્યાઓ પણ દૂર કરે છે. તેનાથી સ્કેલ્પ પર રહેલા ઓઇલ ગ્લેન્ડ કંટ્રોલ થાય છે અને ડ્રાયનેસની સમસ્યામાં રાહત થાય છે. ગુલાબજળમાં રહેલા વિટામિન એ, વિટામિન બી3, વિટામિન સી અને વિટામિન ઈ જેવા તત્વો વાળના ગ્રોથને અસર કરે છે. તે ખોડાની સમસ્યામાં પણ રાહત આપે છે. ત્યારે અહીં ગુલાબજળનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પદ્ધતિ આપવામાં આવી છે.

ઉપયોગ કરવાની રીત

1. વાળની ડ્રાઈનેસ દૂર કરવા

વાળ એકદમ રફ અને શુષ્ક હોય તેવા કિસ્સામાં તમે શેમ્પૂમાં ગુલાબજળને મિક્સ કરી ઉપયોગ કરી શકો છો. જેનાથી તમારા વાળ સૉફ્ટ અને હાઇડ્રેટેડ રહેશે.

2. ત્વચાને પોષણ આપવા

સ્કિનને હાઇડ્રેટ રાખવા માટે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. ચહેરા પર ક્રીમ લગાવતા પહેલા તમે ગુલાબજળથી ચહેરાને સાફ કરો અથવા સ્પ્રે કરો. તે સુકાઈ જાય એટલે મોશ્ચરાઈઝર લગાવો. આવું કરવાથી સ્કિન વધુ સમય માટે સ્કિન પર રહેશે અને ત્વચા મુલાયમ દેખાશે.

3. મેકઅપમાં પ્રયોગ કરો

મેકઅપ કરતા પહેલા ગુલાબજળનો ઉપયોગ કરવામાં આવે તો તમારો મેકઅપ લાંબા સમય સુધી ટક્યો રહેશે. તમે મેકઅપ કર્યા પછી ગુલાબજળ સ્પ્રે કરી શકો છો.

4. તાજગી માટે

નહાવાના પાણીમાં ગુલાબજળ નાખી દો. જેનાથી તમને લાંબો સમય તાજગીનો અનુભવ થશે. ગુલાબજળનો ઉપયોગ એસેંશિયલ ઓઇલની જેમ પણ થઈ શકે છે.

5. વેક્સિંગ બાદ ઈરીટેશન

વેક્સિંગ કર્યા બાદ ત્વચા પર દાણા આવતા હોય તો તમે આફ્ટર વેક્સિંગ જેલ તરીકે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો.

6. સનબર્નથી રાહત

સનબર્નની સમસ્યામાં પણ ગુલાબજળ રાહત આપે છે. તે માટે સ્કિન પર રૂની મદદથી ગુલાબજળ લગાવો. આવું કારવાથી ધીમે ધીમે સ્કિનના દાગ પણ સાફ થઈ જશે.

7. ડ્રાઈનેસ દૂર કરે

ડ્રાઈનેસ દૂર કરવા ફેસ ક્રીમમાં ગુલાબજળ ઉમરી હળવા હાથે લગાવો. તેનો ઉપયોગ તમે બોડી વોશ તરીકે પણ કરી શકો છો.

આ પણ વાંચો: ત્વચાની શુષ્કતા દૂર કરવા માટે અને પિમ્પલ ફ્રી બનાવવા અજમાવો આંબલીનું ફેસપેક

ત્વચા અને વાળ પર થાય છે

વાળમાં ખોડો હોય તો તમે ગુલાબજળને શેમ્પૂમાં નાખીને લગાવો. ગ્લિસરિન સાથે ગુલાબજળ મિક્સ કરીને વાળમાં મસાજ કરવાથી તમારા વાળમાંથી શુષ્કતા દૂર થશે અને સ્કેલ્પ સ્વચ્છ રહેશે.

(Disclaimer: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યૂઝ18 તેની પુષ્ટિ કરતું નથી. અમલવારી કરતા પહેલા સંબંધિત તજજ્ઞનો સંપર્ક કરો.)
Published by:kuldipsinh barot
First published:

Tags: Beauty Tips, Fashion, Hair, Tips, ફેશન, બ્યુટી ટિપ્સ, વાળ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन