Home /News /lifestyle /Happy Rose Day: આ છે દુનિયાનું સૌથી મોંઘુ ગુલાબ, કિંમત છે મર્સિડીઝ - BMW થી પણ વધારે..શું તમે પાર્ટનરને આપશો આ ફૂલ?
Happy Rose Day: આ છે દુનિયાનું સૌથી મોંઘુ ગુલાબ, કિંમત છે મર્સિડીઝ - BMW થી પણ વધારે..શું તમે પાર્ટનરને આપશો આ ફૂલ?
તમે પાર્ટનરેને આપી શકો?
Happy Rose day: આજે રોઝ ડે છે..તમે જે દિવસની રાહ જોઇને બેઠા હતા એ દિવસોની હવે શરૂઆત થઇ ગઇ છે. આ રોઝ ડે પર તમને એક સૌથી મોંધા ગુલાબ વિશે જણાવીશું. આ ગુલાબની કિંમત જાણીને તમે પણ વિચારમાં પડી જશો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજથી વેલેન્ટાઇન વીકની શરૂઆત થઇ ગઇ છે. પહેલો દિવસ રોઝ ડે રીતે મનાવવામાં આવે છે. અનેક લોકો વેલેન્ટાઇન વીકની રાહ જોઇને બેઠા હતા. આ દિવસને ગુલાબનું અનેરું મહત્વ હોય છે. જો કે આજે અમે તમને એક એવા ગુલાબ વિશે વાત કરીશું જે દુનિયાનું સૌથી મોંઘુ છે. આ ગુલાબની કિંમત જાણીને તમને પણ વિશ્વાસ નહીં થાય. તો જાણો તમે પણ આ મોંઘા ગુલાબ વિશે અને શું છે આની ખાસિયત.
દુનિયાના સૌથી મોંઘા ગુલાબનું નામ જુલિયટ રોઝ છે. તમે અત્યાર સુધીમાં અનેક પ્રકારના ગુલાબ લીઘા હશે..પરંતુ આ ગુલાબની કિંમત જાણીને તમારા પણ હોંશ ઉડી જશે. આ ગુલાબની કિંમત 112 કરોડ રૂપિયા છે.
વર્ષ 2006માં જોવા મળી હતી પહેલી ઝલક
આ ગુલાબ 2006માં પહેલી વાર જોવા મળ્યુ હતુ, ત્યારે આ ગુલાબની કિંમત 90 કરોડ રૂપિયા હતી. આમ આ ગુલાબની તસવીર જોતાની સાથે તરત જ ગમી જાય એવું છે.
ઓસ્ટિન નામના વ્યક્તિએ આ જુલિયટ ગુલાબની ખેતી શરૂ કરી હી. ઓસ્ટિને એક અલગ પ્રકારના અંદાજમાં આંગણમાં આ ગુલાબ ઉગાડવાનો પ્રયત્ન કર્યો હતો. એમને આ વિશે કહ્યું હતુ કે..’મેં અનેક પ્રકારે મિક્સ કરીને આ ફૂલ તૈયાર કર્યુ છે. આ સાથે એમને વધુમાં જણાવ્યુ હતુ કે વિલિયમ શેક્સપિયરના નાટક રોમિયો જૂલિયટથી ઇન્સપાયર થઇને આ ગુલાબને જુલિયટ નામ આપ્યુ હતુ. જો કે મહત્વની વાત તો એ છે કે આ ગુલાબને ઉગાડવા માટે એમને 15 વર્ષનો સમય લાગ્યો હતો.
સુગંધ બહુ મસ્ત છે
ડેવિડ ઓસ્ટિનને એમના ઓફિશયલ એકાઉન્ટ પર આ ગુલાબની સુંગધની વાત શેર કરી છે. આ વિશે એમને કહ્યું હતુ કે..જુલિયટ રોઝની સુગંધ મસ્ત પરફ્યૂમ જેવી છે. આની સુગંધ બીજા ગુલાબો કરતા એકદમ અલગ છે. આમ, તમને પણ આ વાત જાણીને નવાઇ લાગશે, પરંતુ આ વાત સાચી છે કે આ ગુલાબની કિંમત અધધધ..છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર