Home /News /lifestyle /Rose Day Recipe: વેલેન્ટાઇન ડેના પહેલાં દિવસને ખાસ બનાવો 'રોઝ લાડુ' સાથે, નોંધી લો રેસિપી

Rose Day Recipe: વેલેન્ટાઇન ડેના પહેલાં દિવસને ખાસ બનાવો 'રોઝ લાડુ' સાથે, નોંધી લો રેસિપી

Ruchi's Kitchen

Rose Day Recipe: લવ બર્ડ્સ જે દિવસોની રાહ જોઇને બેઠા છે એ હવે કાલથી શરૂ..કાલથી વેલેન્ટાઇન વીક શરૂ થશે ત્યારે અનેક લોકો આ દિવસને ખાસ બનાવવા માટેના આઇડિયા લગાવતા હોય છે. આમ તમે પણ રોઝ ડેને ખાસ બનાવવા નોંધી લો આ રેસિપી.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: 7 ફેબ્રુઆરી એટલે કે રોઝ ડે...કાલે રોઝ ડે છે ત્યારે અનેક લોકો આજથી જ આ દિવસની તૈયારીઓમાં લાગી ગયા છે. આ દિવસને ખાસ બનાવવા માટે લોકો જાતજાતના આઇડિયા કરી રહ્યા છે. દરેક લવ બર્ડસને એમ હોય છે કે એવું તો શું કરો તો એ વ્યક્તિ ખુશ થઇ જાય.. તમને જણાવી દઇએ કે આ દિવસને ખાસ બનાવવા માટે સંબંધોમાં મીઠાસ લાવવી ખૂબ જરૂરી છે. જીવનને મીઠાસથી ભરી દેવા તમે પણ તમારી ખાસ વ્યક્તિ માટે ઘરે બનાવો રોઝ લાડુ..

સામગ્રી


¼ કપ દૂધ

4 થી 5 ટીપાં રોઝ એસેન્સ

એક ચમચી ઘી

આ પણ વાંચો:રોઝ ડેને ખાસ બનાવવા ઘરે બનાવો રોઝ પુડિંગ

સુકાયેલી ગુલાબની પત્તીઓ

દોઢ કપ મિલ્ક પાવડર

3 ચમચી ગુલકંદ

એક ચમચી રોઝ સિરપ

બનાવવાની રીત



  • રોઝ લાડુ બનાવવા માટે સૌ પ્રથમ નોનસ્ટિક પેન લો અને એમાં ઘી ગરમ કરવા માટે મુકો.

  • પછી દૂધ ગરમ કરી લો અને એમાં મિલ્ક પાવડર મિક્સ કરો.


આ પણ વાંચો:આ પરાઠા ખાઓ અને કબજીયાતની સમસ્યા દૂર કરો



    • જ્યારે મિલ્ક પાવડર સારી રીતે મિક્સ થઇ જાય એટલે એમાં રોઝ સિરપ, કન્ડેન્સ્ડ મિલ્ક અને રોઝ એસેન્સ નાંખીને સારી રીતે મિક્સ કરી લો.

    • આ બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લો.

    • પછી એક પ્લેટ લો અને એને ઘીથી ગ્રીસ કરી લો.

    • જ્યારે મિશ્રણ છુટ્ટુ થવા લાગે ત્યારે આ પ્લેટમાં નિકાળીને ઠંડુ થવા દો.

    • જ્યારે મિશ્રણ ઠંડુ થઇ જાય એટલે હાથથી મસળીને ચીકણું કરી લો.

    • હવે હાથમાં ઘી લગાવીને નાના-નાના બોલ્સ વાળી લો.

    • પછી આમાં ગુલકંદની નાની-નાની ગોળીઓ મુકીને બોલ્સ વાળી લો.






  • લાડુ બની જાય પછી ઉપરથી ચાંદીનો વરખ અને પિસ્તાની કતરણથી ગાર્નિશ કરી લો.

  • છેલ્લે ગુલાબની સુકી પાંદડીથી ગાર્નિશ કરો.

  • તો તૈયાર છે ટેસ્ટી રોઝ લાડુ.

First published:

Tags: Life Style News, Recipes, Rose

विज्ञापन