Home /News /lifestyle /Happy Rose Day: ફિટનેસ ફ્રિક પાર્ટનર માટે આજે સ્પેશયલ બનાવો 'સુગર ફ્રી ગુલાબની ખીર', ફિદા થઇ જશે

Happy Rose Day: ફિટનેસ ફ્રિક પાર્ટનર માટે આજે સ્પેશયલ બનાવો 'સુગર ફ્રી ગુલાબની ખીર', ફિદા થઇ જશે

આ ખીર ટેસ્ટમાં મસ્ત બને છે.

Sugar free gulab kheer recipe: આજે રોઝ ડે...આ દિવસને સ્પેશયલ બનાવવા માટે તમે પણ આજે ઘરે બનાવો સુગર ફ્રી ગુલાબની ખીર. આ ખીર તમે તમાર હાથે બનાવીને તમારા પાર્ટનરને ખવડાવો છો તો એ ખુશ થઇને તમારા પર ફિદા થઇ જાય છે.

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: જે વીકનો લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા એ હવે આજથી શરૂ થઇ ગયા છે. આજે રોઝ ડે છે. રોઝ ડેના દિવસે અનેક લોકો પોતાના સ્પેશયલ વન માટે અલગ-અલગ પ્રકારની તૈયારીઓ કરે છે. આજની આ ફાસ્ટ લાઇફમાં અનેક લોકો ફિટનેસ ફિક્ર હોય છે. આમ, જો તમારો પાર્ટનર પણ ફિટનેસ ફિક્ર છે તો આ રીતે તમે પણ ઘરે બનાવો સુગર ફ્રી ગુલાબની ખીર. આ ખીર જોતાની સાથે જ તમારો પાર્ટનર ખુશ થઇ જશે.

સામગ્રી


બે ચમચી ચોખા

½ લીટર ફુલ ક્રીમ દૂધ

આ પણ વાંચો:આ રીતે ઘરે બનાવો રોઝ પુડિંગ

બે ચમચી સુખી ગુલાબની પાંખડીઓ

તાજી ગુલાબની પાંખડીઓ..ગાર્નિશિંગ માટે

સ્વાદાનુંસાર સુગર ફ્રી પાવડર

બે ચમચી ડ્રાય ફ્રૂટ્સ

એક ચમચી ઇલાયચી પાવડર

બનાવવાની રીત



  • સુગર ફ્રી ગુલાબની ખીર બનાવવા માટે સૌ પ્રથમ ચોખાને બે પાણીથી ધોઇ લો.

  • આ ચોખાને પાણીમાં 15 મિનિટ માટે પલાળીને રાખો.


આ પણ વાંચો:પાર્ટનરને ઇમ્પ્રેસ કરવા આજે બનાવો Rose laddu



    • એક કડાઇ લો અને એમાં દૂધ ગરમ કરવા માટે મુકો.

    • દૂધમાં હવે પલાળેલા ચોખા નાખો અને થવા દો.

    • જ્યારે ભાત થઇ જાય ત્યારે હળવા હાથે ચમચાની મદદથી હલાવો.

    • પછી આમાં ડ્રાય ફ્રૂટ્સ, સુખી ગુલાબની પાંદડીઓ અને ઇલાયચી પાવડર નાંખો.

    • જ્યારે ખીર ધટ્ટ થવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો.

    • ગેસ બંધ કરીને સુગર ફ્રી પાવડર નાંખો અને મિક્સ કરી લો.

    • હવે ખીરને એક બાઉલમાં લઇ લો અને ગુલાબની પાંખડીઓથી ગાર્નિશ કરો.

    • તો તૈયાર છે સુગર ફ્રી ગુલાબની ખીર.

    • આ ખીર ખાવાની બહુ જ મજા આવે છે.

    • આ ખીર તમે આ રીતે બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને ખાવાની પણ મજા આવશે.






  • આ ખીર તમે આજે તમારા પાર્ટનરને જાતે બનાવીને ખાશો તો એ ખુશ થઇ જશે અને તમારી પર ફિદા થઇ જશે.

  • તો તમે પણ મોડુ કર્યા વગર આજે ઘરે બનાવો ગુલાબની ખીર અને બન્ને સાથે બેસીને ખાવાની મજા માણો.

  • આ સુગર ફ્રી ખીર તમે ગમે ત્યારે બનાવી શકો છો.

First published:

Tags: Recipes, Valentine, Valentine Day, Valentine Day 2023, Valentine Day Special

विज्ञापन