Home /News /lifestyle /

તમારા પાર્ટનરને કહેવા માંગો છો દિલની વાત, તો પ્રપોઝ કરવા અપનાવો આ રીતો

તમારા પાર્ટનરને કહેવા માંગો છો દિલની વાત, તો પ્રપોઝ કરવા અપનાવો આ રીતો

કેવી રીતે કરશો GFને પ્રપોઝ

Valentines Week: વેલેન્ટાઇન વીક શરૂ થઇ ચૂક્યો છે, 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વિવિધ દિવસો મનાવી લોકો એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ દિવસોમાં લોકો એકબીજાને પોતાના મનની વાત કહે છે. જોકે, ઘણા લોકોના પ્રપોઝલ (Proposal) એક્સેપ્ટ થાય છે

વધુ જુઓ ...
    વેલેન્ટાઇન વીક (Valentines Week) શરૂ થઇ ચૂક્યો છે, 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી વિવિધ દિવસો મનાવી લોકો એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરે છે. આ દિવસોમાં લોકો એકબીજાને પોતાના મનની વાત કહે છે. જોકે, ઘણા લોકોના પ્રપોઝલ (Proposal) એક્સેપ્ટ થાય છે તો ઘણા લોકોના રીજેક્ટ થાય છે. જે લોકોના પ્રપોઝલ રીજેક્ટ થાય છે, તેની પાછળનું કારણ પ્રપોઝ કરવાની ખોટી રીત હોઇ શકે છે. જો તમે પણ તમારા પાર્ટનરે પ્રપોઝ કરી તમારી ફીલિંગ શેર કરવા માંગો છો તો અહીં અમે તમને અમુક ટીપ્સ (Proposal Tips) આપી રહ્યા છીએ. જેને અપાનાવશો તો તમારું પ્રપોઝલ રીજેક્ટ થવાના ચાન્સ ઘણા ઓછા છે.

    રોમેન્ટિક પ્રપોઝલ- દરેક છોકરી ઇચ્છતી હોય છે કે તેનો પાર્ટનર તેને કંઇક અલગ રીતે અને રોમેન્ટિક માહોલમાં પ્રપોઝ કરે. જો તમે પણ કોઇ છોકરીને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો માહોલ અને જગ્યાને થોડી રોમેન્ટીક બનાવો. ગુલાબનો બુકે સાથે લઇ જઇ પ્રપોઝ કરી શકો છો. માત્ર આઇ લવ યુ કહેવાની જગ્યાએ તમે કોઇ રોમેન્ટીક શાયરી કે કવિતા પણ સંભળાવી શકો છો. આ ઉપરાંત કોઇ કેફે કે રેસ્ટોરન્ટમાં કેન્ડલ લાઇટ ડિનર કે ખાસ સજાવટ સાથે તેને પ્રપોઝ કરી શકો છો.

    આ પણ વાંચો-Propose Day: તમારા પાર્ટનર સામે પ્રેમનો એકરાર કરવા માટે અજમાવો આ ટીપ્સ

    ડેસ્ટિનેશન પ્રપોઝલ- જોકે, આજકાલ કોરોનાવાયરસ અને ગાઇડલાઇન્સના કારણે બહાર ફરવું શક્ય તો નથી. પરંતુ તમારી આસપાસ ઘણી એવી જગ્યાઓ હોઇ શકે છે જ્યાં કોવિડ ગાઇડલાઇન્સના પાલન સાથે તમે તમારા પાર્ટનરને પ્રપોઝ કરી શકો છો. આજકાલ રોમેન્ટિક પ્રપોઝલ ખૂબ ટ્રેન્ડમાં છે. આ ઉપરાંત તમારા પાર્ટનરની મનપસંદ જગ્યાએ લઇ જઇને પણ તમે તેને પ્રપોઝ કરી શકો છો.

    આ પણ વાંચો-Valentines Day 2022: આ ગીફ્ટ્સ સાથે પ્રપોઝ કરીને તમારા પાર્ટનરને કરાવો Special Feel

    લવ લેટર- આ રીતે ઘણા લોકોને ઓલ્ડ ફેશન લાગે છે. પરંતુ તમે માનશો નહીં આજે પણ લવ લેટર સૌથી રોમેન્ટિક રીત છે એક વ્યક્તિ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાનો. તમે પણ તમારી ફીલિંગ્સને એક લેટરમાં લખીને તમારા પાર્ટનરને આપી શકો છે.

    જૂની યાદો તાજી કરો- જો તમે કંઇક અલગ રીતે પ્રપોઝ કરવા ઇચ્છો છો તો તમારી અને તમારા પાર્ટનરની અમુક જૂની યાદો જે તમે સાથે બનાવી હોય તેને ફરી જીવંત કરીને પ્રપોઝ કરી શકો છો. તમારી જેટલી પણ યાદો છે, ફોટાઓ અને ચેટની પ્રિન્ટ્સ આઉટ કે ગીફ્ટ્સને એક બોક્સમાં એકઠી કરો અને તેને તમારા પાર્ટનરને આપો. આ આઇડિયા ખૂબ સારી રીતે કામ કરશે અને તમારું પ્રપોઝલ પણ રીજેક્ટ નહીં થાય.

    આ પણ વાંચો-Weight loss: આ મહિલાએ લગ્ન બાદ ઘટાડ્યું 141 કીલો વજન, પતિ-પત્નીનું જુઓ ગજબનું ટ્રાન્સફોર્મેશન

    ડીનર પર જાઓ- તમારી પાર્ટનરને તેની મનપસંદ જગ્યાએ ડીનર પર લઇ જાઓ. ત્યાં જઇને તેની મનપસંદ ડીશ ઓર્ડર કરો. જેથી તેને લાગશે કે તમને તેની પસંદ વિશે જાણકારી છે. તમે ઇચ્છો તો માહોલને રોમેન્ટિક બનાવવા કેન્ડલ લાઇટ ડિનર પર કરી શકો છો. અને અહીં તમે તમારી દિલની વાત તેને કહી શકો છો.

    ઓનલાઇન પ્રપોઝલ- કોવિડ-19ના કારણે જો તમે ઘરેથી નીકળી શકતા નથી અથવા તો મળી શકતા નથી કે પછી તમારી પાર્ટનર કોઇ અન્ય શહેરમાં રહે છે. તો આજે ઓનલાઇન પ્રપોઝ કરવાની પણ ઘણી રીતો છે. આ માટે તમે ઓનલાઇન ગ્રીટિંગ અથવા તો કોઇ વીડિયો તૈયાર કરી શકો છો. તમે ક્લાઉડ સ્પેસ લઇને ઓનલાઇન વેબસાઇટ તૈયાર કરી શકો છો, જેમાં તમારી તેની સાથે વિતાવેલી ખાસ ક્ષણોને તમે સાચવીને રાખી હોય.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Valentine week, Valentines day

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन