નવા વર્ષેની ઉજવણી પર આ રોબોટ રાખશે બાજ નજર, અપરાધીને કરશે જેલ ભેગો

આ દુનિયાનો બીજો એવો રોબોટ છે, જે માણસની જેમ કામ કરે છે...

આ દુનિયાનો બીજો એવો રોબોટ છે, જે માણસની જેમ કામ કરે છે...

  • Share this:
વર્ષ 2018 શરૂ થવાને હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. હૈદરાબાદમાં નવા વર્ષનું સ્વાગત એક રોબકોપ કરશે. અહીંની એક સ્ટાર્ટઅપ કંપનીએ એક એવો રોબોર્ટ તૈયાર કર્યો છે, જે હજારો લોકોની ભીડમાંથી અપરાધીને ઓળખી પોલીસ કંટ્રોલરૂમને માહિતી આપશે, એટલું જ નહીં તે આજુબાજુ કોઈ વિસ્ફોટક સેંસ કરી પોલીસને સુચના આપી શકે છે.

31 ડિસેમ્બરની રાત્રેથી જ આ રોબોટ હૈદરાબાદના વ્યસ્ત જુબલી ચેકપોસ્ટ ચાર રસ્તા પર પહોંચી જશે. તે લોકો સાતે હાથ પણ મીલાવશે અને બાય-બાય પણ કરશે. રોબોટમાં લાગેલ ટચ સ્ક્રીન દ્વારા તે પોલીસમાં ફરિયાદ નોંધાવી શકે છે અને ઈમરજન્સીમાં પોલીસને બોલાવી શકે છે.

રોબોકોપ બનાવનાર કંપનીએ અત્યાર સુધીમાં ટ્રાયલ વર્જન તૈયાર કર્યું છે અને અગામી 6 મહિનામાં ગ્રાઉન્ડ ટેસ્ટિંગ બાદ ફાઈનલ વર્જન તૈયાર થઈ જશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ દુનિયાનો બીજો એવો રોબોટ છે, જે માણસની જેમ કામ કરે છે. પહેલો રોબો પ્રાંસમાં તૈયાર કરવામાં આવ્યો તેને દુબીમાં તૈયાર કરવામાં આવ્યો હતો.
First published: