Roasted Garlic Health Benefits: શેકેલું લસણ પુરુષો માટે વરદાન, દરરોજ 2 કળીઓ ચાવવાથી થાય છે 6 ફાયદા
Roasted Garlic Health Benefits: શેકેલું લસણ પુરુષો માટે વરદાન, દરરોજ 2 કળીઓ ચાવવાથી થાય છે 6 ફાયદા
લસણનો ફાયદો
garlic health benefits: શારીરિક નબળાઈથી પીડિત લોકો માટે લસણનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે રોગપ્રતિકારક શક્તિ (immunity) વધારવાની સાથે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ દૂર રાખે છે.
બધા લસણના નામથી પરિચિત છે. લસણનો ઉપયોગ (Garlic) શાક બનાવતી વખતે અને કોઈ વાનગીમાં વઘાર (garlic use in food) આપતી વખતે થાય છે. હૃદયને (heart) મજબૂત રાખવા માટે ડૉક્ટરો (doctor) પણ લસણ ખાવાની સલાહ આપે છે. શારીરિક નબળાઈથી પીડિત લોકો માટે લસણનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે રોગપ્રતિકારક શક્તિ (immunity) વધારવાની સાથે તમને સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ દૂર રાખે છે. તેના નિયમિત સેવનથી જાતીય સમસ્યાઓમાંથી (Sexual problems) છુટકારો મળી શકે છે.
લસણનું સેવન ખાસ કરીને પુરુષો માટે વધુ ફાયદાકારક માનવામાં આવે છે. ઝડપથી થાકી જતાં કે નબળાઇ અનુભવતા પુરુષોને શેકેલા લસણને દૂધ સાથે ચાવીને ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનું નિયમિત સેવન શરીરને ઘણી મોટી બીમારીઓથી સુરક્ષિત રાખે છે. વજનની સાથે તે ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે.
શેકેલું લસણ દરરોજ 2 કળીઓ ચાવવાથી થાય છે આ 6 ફાયદા
લસણ થાકને દૂર કરે છે
રોજ સવારે ખાલી પેટે શેકેલા લસણની બે કળીઓ ચાવવાથી ઘણો ફાયદો થાય છે. આનાથી તમે આખો દિવસ સ્ફૂર્તિ અનુભવી શકો છો અને તમારી ફિટનેસ પણ સારી થઈ શકે છે.
પોષક તત્વોથી ભરપૂર
લસણમાં વિટામિન-સી, વિટામિન-બી6, ફોસ્ફરસ, મેંગેનીઝ, ઝિંક, કેલ્શિયમ, આયર્ન સહિતના આવશ્યક ખનિજો જોવા મળે છે. આ સિવાય તેમાં થોડા પ્રમાણમાં પ્રોટીન અને થાઈમીન અને પેન્ટોથેનિક એસિડ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
લસણ શરદી અને ખાંસીમાં આપે છે રાહત
શેકેલું લસણ તમને શરદી અને ખાંસીમાં રાહત આપે છે. શેકેલા લસણમાં એન્ટિબાયોટિક, એન્ટિવાયરલ અને એન્ટિફંગલ જેવા ગુણો હોય છે, જે શરીરને ફ્લૂ પેદા કરતા રોગોથી બચાવવામાં મદદ કરે છે. આ માટે તમે લસણને હળવા શેકીને ખાઈ શકો છો.
જાતીય સમસ્યાઓ દૂર રાખવામાં મદદરૂપ
લસણનું સેવન જાતીય સમસ્યાઓથી પીડિત તમામ પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શેકેલા લસણમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધારવાની ક્ષમતા હોય છે, જે પુરુષોના જાતીય સ્વાસ્થ્યને સુધારી શકે છે. તેના નિયમિત સેવનથી શક્તિમાં વધારો થાય છે.
લસણ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે
રાત્રે સૂતા પહેલા શેકેલું લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે. જેના કારણે શરીરમાં રહેલા ઝેરી તત્વો પેશાબ વાટે બહાર નીકળી જાય છે. લસણ પાચનશક્તિ વધારવા માટે રામબાણ દવા સમાન છે.
હૃદયની શક્તિ માટે અસરકારક છે
લસણમાં ઓમેગા 3 ફેટી એસિડ મળી આવે છે. આ એસિડ આપણા હૃદય માટે સૌથી મહત્વપૂર્ણ છે, જે આપણા હૃદયને મજબૂત બનાવે છે. લસણનું સેવન કરવાથી હાર્ટ એટેક જેવા અનેક રોગોનું જોખમ પણ ઘટી જાય છે. તેથી લસણ ખાવું તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર