વિટામિન C થી ભરપૂર અને ચટ્ટાકેદાર 'રોસ્ટેડ કેપ્સીકમ સૂપ'

 • Share this:
  રોસ્ટેડ કેપ્સીકમ સૂપ સામગ્રી :

  2 લાલ કેપ્સીકમ
  4 ટામેટા
  તમાલપત્ર
  1 કળી લસણ
  1/2 કપ લો ફેટ મિલ્ક
  1 ચમચી કોર્નફલોર
  મીઠું સ્વાદાનુસાર
  2 ચમચી કોથમીર

  રોસ્ટેડ કેપ્સીકમ બનાવવાની રીત :
  સૌ પ્રથમ કેપ્સીકમ લઈ તેને સરખી રીતે ધોઈ સાફ કપડાથી લૂસી કોરું કરી લો. પછી એક ફોર્ક લઈ તેમાં આખું કેપ્સીકમ ભરાવી ગેસ પર ધીમા તાપે તે કાળા થાય ત્યાં સુધી શેકી લો. ઠંડુ પડ્યા પછી ધોઈ તેની છાલ, દાંડી અને બી કાઢી બાજુ પર મુકો.
  ત્યારબાદ ટામેટા ના 4 ટુકડા કરી તેમાં 3 કપ પાણી, તમાલપત્ર અને લસણ નાખી ટામેટા નરમ થાય ત્યાં સુધી ઉકાળો. પછી તેમાંથી તેજપત્તા કાઢી ટામેટા અને કેપ્સીકમની મિક્ષરમાં સોફ્ટ પેસ્ટ બનાવો. પછી દૂધમાં કોર્નફલોર મિક્ષ કરી તેમાં બનાવેલી પેસ્ટ નાખી મિક્ષ કરી લો. તેમાં મીઠું ઉમેરી ધીમા તાપે મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો. થઈ જાય એટલે કોથમીરથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.
  સૂપમાં ખટાશ પસંદન હોય તો, તેમાં એક ચપટી ખાંડ પણ ઉમેરી શકાય છે. તેમજ બાફેલા મકાઈના દાણા પણ સૂપમાં ઉમેરી શકો છો.
  Published by:Bansari Shah
  First published: