આર.કે. નારાયણની પુણ્યતિથિ: ‘માલગુડી ડેઝ’ સહિતની આ યાદગાર કૃતિઓનું તેમણે કર્યું હતું સર્જન

આર.કે. નારાયણની ફાઇલ તસવીર

આર.કે. નારાયણ જેમની ‘માલગુડી ડેઝ’ જોઈને મનમાં અલગ ધુન વાગવા લાગતી હતી

  • Share this:
માલગુડી ડેઝની ‘તાના ના ના ના’ ધૂન આજે પણ ઘણા લોકોના મનમાં વસેલી છે. આર કે નારાયણ (RK Narayan) દ્વારા તેનું સર્જન કરાયું હતું. આરકે નારાયણ દેશના ખ્યાતનામ લેખક હતા. આજે સમગ્ર દેશ તેમની પુણ્યતિથિના પ્રસંગે તેમને યાદ કરી રહ્યો છે. 80થી 90ના દશકામાં જન્મેલા વ્યક્તિઓ માટે માલગુડી ડેઝ (Malgudi Days) યાદગાર છે. આ સિરિયલ તેમના માલગુડી ડેઝ નામના પુસ્તક પર આધારિત હતી. તેમણે કાલ્પનિક ગામ માલગુડીને જીવંત કર્યું હતું.
તેમની અનન્ય અને સરળ લેખન શૈલીના લાખો ચાહકો હતા. તેમણે ચેન્નઈમાં 13 મે 2001ના રોજ 94 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા, તેમ છતાં તેમના લખાણો આજે પણ જીવંત છે.

સાહિત્યિક કૃતિઓમાં તેમનું પ્રદાન અનેરું રહ્યું છે. બેચલર ઓફ આર્ટ્સ, સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ, ધ ઇંગ્લિશ ટીચર, મિસ્ટર સંપથ જેવા સર્જનોએ તેમને વિલિયમ ફોકનર, એન્ટોન ચેખોવ, ગાય ડી જેવા વિશ્વના જાણીતા લેખકોની હરોળમાં મુક્યા હતા.

આ પણ વાંચો, કોરોનાથી મરતી માતા માટે લાચાર દીકરાએ વીડિયો કૉલ પર ગાયું- ‘તેરા મુજસે હૈ પહલે કા નાતા કોઈ...’ ડૉક્ટર-નર્સો રડી પડ્યાં

લેખક તરીકે આર કે નરાયણના સર્જનમાં નવીનતા હતી. તેમણે સાહિત્ય પર અસીલ છાપ છોડી હતી. તેમની કૃતિઓને ફિલ્મ- ટીવીના પડદે પણ ઢાળવામાં આવી છે.

તેમની 20મી પુણ્યતિથિ નિમિતે આજે આપણે તેમની કૃતિઓમાંથી ટીવી ક્ષેત્રે થયેલા સર્જન ઉપર નજર દોડાવીશું.

માલગુડી ડેઝ(1986): આ શોના માધ્યમથી 'સ્વામી' નામના પાત્રએ અનેકના દિલમાં ઘર કરી લીધું હતું. આ લોકપ્રિય કાર્યક્રમ દૂરદર્શન પર પ્રસારિત થયો હતો. આ કાર્યક્રમ આરકે નારાયણની હોર્સ એન્ડ ટૂ ગોટ્સ, એન એસ્ટ્રોલોજર્સ ડે જેવી ટુંકી વાર્તાઓના સંગ્રહ માલગુડી ડેઝ પર આધારિત હતો. આ ઉપરાંત સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ અને ધી વેન્ડર સ્વિટ્સ જેવી નવલકથાને અલગ અલગ ચાર સીઝનમાં ટીવી પડદે શંકર નાગ દિગ્દર્શિત કરી હતી. તેમજ નયનરમ્ય સ્કેચ આરકે નારાયણના ભાઈ આરકે લક્ષ્મણ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતાં.

ધી ગાઈડ (1965): આ ખૂબ સફળ નવલકથા હતી. ગાઈડના કારણે આર કે નારાયણને ખ્યાતનામ સાહિત્ય એકેડમી એવોર્ડ મળ્યો હતો. આ બુકની સાપેક્ષતા અને લોકપ્રિયતાએ બોલીવુડનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. આ બુક પરથી આ જ નામની આઇકોનીક ફિલ્મ બની. જેમાં સુપરસ્ટાર દેવ આનંદે ટ્રાવેલ ગાઈડ રાજુનું પાત્ર ભજવ્યું હતું. જ્યારે વહીદા રહેમાને રોઝીનો રોલ ભજવ્યો હતો. વિજય આનંદની આ ફિલ્મે ફિલ્મફેર બેસ્ટ ફિલ્મ એવોર્ડ મેળવ્યો હતો. ઉપરાંત આ ફિલ્મને 38મા એકેડમી એવોર્ડમાં બેસ્ટ ફોરેન લેન્ગવેજ ફિલ્મ તરીકે ભારત તરફથી મોકલવામાં આવી હતી.

આ પણ વાંચો, ‘રાધે’થી લઈ ‘ધ લાસ્ટ અવર’ સુધી, આ સપ્તાહે ઘરે બેઠા માણો આ ફિલ્મોનો આનંદ

બેંકર માર્ગયા (1983): પૈસા, વાસના અને લોભની આસપાસ ફરતી નારાયણની નવલકથા ધ ફાયનાન્સિયલ એક્સપર્ટ પર કન્નડ મૂવી બનાવવા નિર્દેશક ટી.એસ. નાગભરણને પ્રેરણા મળી હતી. ફિલ્મનું નામ બેંકર માર્ગયા રાખવામાં આવ્યું હતું. જેને કન્નડ ભાષાની શ્રેષ્ઠ ફિલ્મ તરીકે નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં લોકેશ, જયંતી અને સુંદર રાજ મુખ્ય ભૂમિકામાં હતા. લોકેશને શ્રેષ્ઠ કલાકાર તરીકે કર્ણાટક સ્ટેટ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.
અહીં દર્શાવેલી ત્રણેય ફિલ્મોની કથાના કેન્દ્રમાં માલગુડી છે.

મી. સંપથ (1952): આ ફિલ્મ 1949માં આવેલી આરકે નારાયણની Mr Sampath – The Printer of Malgudi પર આધારિત હતી. આ ફિલ્મમાં તે સમયના સ્ટાર મોતીલાલે મી.સંપથનો રોલ કર્યો હતો. ફિલ્મમાં થિયેટર એક્ટ્રેસ તરીકેની ભૂમિકા પદ્મિનીએ નિભાવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફીસ પર કઈ ખાસ ઉકાળી શકી નહોતી. પરંતુ વિવેચકોએ તેને ખુબ વખાણી હતી.
First published: