Home /News /lifestyle /કોવિડ-19ના ત્રીજા ચરણનું જોખમ અને ઝડપી ઇમ્યુનાઇઝેશનની જરૂરિયાત
કોવિડ-19ના ત્રીજા ચરણનું જોખમ અને ઝડપી ઇમ્યુનાઇઝેશનની જરૂરિયાત
ત્રીજું ચરણ આવવાનો સમય અને તેની પ્રબળતા વાઇરસના મ્યૂટેશન અને સંક્રમણ, માણસોની વર્તણુંક અને રસીકરણના સ્તર પર નિર્ભર કરશે. સમયરેખાને ધ્યાનમાં રાખ્યા વગર, ત્રીજું ચરણ અને કદાચ તેનાથી પણ વધારે આવવાનું જોખમ નજીકમાં તોળાઇ રહ્યું છે અને સરકાર, નાગરિકો, નાગરિક સમાજ સંગઠનો અને ઉદ્યોગો સહિત દરેકે આના માટે તૈયાર રહેવું જોઇએ.
ત્રીજું ચરણ આવવાનો સમય અને તેની પ્રબળતા વાઇરસના મ્યૂટેશન અને સંક્રમણ, માણસોની વર્તણુંક અને રસીકરણના સ્તર પર નિર્ભર કરશે. સમયરેખાને ધ્યાનમાં રાખ્યા વગર, ત્રીજું ચરણ અને કદાચ તેનાથી પણ વધારે આવવાનું જોખમ નજીકમાં તોળાઇ રહ્યું છે અને સરકાર, નાગરિકો, નાગરિક સમાજ સંગઠનો અને ઉદ્યોગો સહિત દરેકે આના માટે તૈયાર રહેવું જોઇએ.
ભારતમાં 28 જૂન સુધીની સ્થિતિ અનુસાર, કોવિડ-19 રસીના 32,36,63,297 ડોઝ આપવામાં આવ્યા છે. મતલબ કે, આપણે કુલ આપવામાં આવેલા રસીના ડોઝની સંખ્યામાં અમેરિકાને પણ પાછળ રાખી દીધું છે. રસપ્રદ વાત એ છે કે, ભારતમાં રસીકરણ અભિયાનની શરૂઆત આ વર્ષમાં 16 જાન્યુઆરીએ થઇ હતી જ્યારે અમેરિકામાં ગયા વર્ષે 14 ડિસેમ્બરથી રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું. ખાસ કરીને બીજા ચરણમાં જે પ્રકારે દેશમાં વિનાશકારી સ્થિતિ સર્જાઇ અને તેની અતિશય અસરો સાર્વજનિક આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જોવા મળી તેના સંદર્ભમાં આ કોઇ સામાન્ય પરાક્રમ તો ના જ કહી શકાય. જોકે, રસી લેવા માટે પાત્રતા ધરાવતા કુલ નાગરિકોની સંખ્યા સામે રસીકરણ કરવામાં આવેલા કુલ લોકોની ટકાવારી ઓછી છે.
આરોગ્ય નિષ્ણાતોએ ભારતમાં ત્રીજું ચરણ આવશે તેવી ભીતિ વ્યક્ત કરી છે. અમુક લોકો એવું અનુમાન લગાવી રહ્યાં છે કે ત્રીજું ચરણ હવે પછીના 6-8 અઠવાડિયામાં આવશે જ્યારે અન્ય લોકો એવું કહે છે કે, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં તે આવવાની શક્યતા છે. ત્રીજું ચરણ આવવાનો સમય અને તેની પ્રબળતા વાઇરસના મ્યૂટેશન અને સંક્રમણ, માણસોની વર્તણુંક અને રસીકરણના સ્તર પર નિર્ભર કરશે. સમયરેખાને ધ્યાનમાં રાખ્યા વગર, ત્રીજું ચરણ અને કદાચ તેનાથી પણ વધારે આવવાનું જોખમ નજીકમાં તોળાઇ રહ્યું છે અને સરકાર, નાગરિકો, નાગરિક સમાજ સંગઠનો અને ઉદ્યોગો સહિત દરેકે આના માટે તૈયાર રહેવું જોઇએ.
આપણે આખી દુનિયામાં ભવિષ્યમાં દેખાઇ રહેલા આ ઉપદ્રવને ખતમ કરવો પડશે. આપણી પાસે આની સામે રસીકરણનું એકમાત્ર હથિયાર છે. કોવિડ-19ની રસીના પ્રકાર, સ્થાન અને વાઇરસના વેરિઅન્ટના આધારે ચેપ અને સંક્રમણ પર તેનો પ્રભાવ ભલે અલગ અલગ હોય તો પણ, કોવિડ-19ની રસી લોકોનું જીવન બચાવી શકે છે. પુરાવાઓ સૂચવે છે કે, જેમનું રસીકરણ થયેલું હોય તેમણે જો ફક્ત પહેલો ડોઝ લીધો હોય તો પણ સંક્રમિત થાય ત્યારે હોસ્પિટલમાં દાખલ કરવાની સંભાવના ઘણી ઘટી જાય છે. જરાય સુરક્ષા ના હોય તેના કરતાં થોડી સુરક્ષા મળે તો પણ બહેતર છે. ખરેખર તો, સંખ્યાબંધ કિસ્સામાં આના કારણે જ જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ થઇ જાય છે.
ભારતની વાત કરીએ તો, રસીકરણનો ઓછો દર અને ડેલ્ટા સબ-લાઇનેજ (પેટા પ્રકારના ડેલ્ટા વાઇરસ)માં થઇ રહેલો ઉદય ચિંતાનું કારણ છે. આપણે એ વાતને પણ ધ્યાનમાં લેવાની જરૂર છે કે, આપણે 0-18 વર્ષના બાળકો માટે તો રસીકરણની શરૂઆત કરી જ નથી. ઝડપથી રસીકરણ કર્યા વગર આપણે હર્ટ ઇમ્યુનિટી સુધી પહોંચી શકીએ તેમ નથી. રસીકરણની ગતિ વધારવી ઘણી જરૂરી છે જેમાં ખાસ કરીને જેમને ખાનગી સંસ્થાઓમાં રસી લેવાનું પરવડી શકે તેમ નથી તેવા લોકોના રસીકરણની ગતિ વધારવાની જરૂર છે. સરકાર દ્વારા કરવામાં આવતા મફત રસીકરણની પહોંચ હજુ પણ દૂરના વિસ્તારો અને શહેરી ઝુંપડપટ્ટી વિસ્તારોમાં પડકારરૂપ છે. ટેકનોલોજીના અભાવ, રસીકરણ કરાવવામાં લોકોને થતા ખચકાટ અને લોકોમાં જાગૃતિના ઓછા સ્તર જેવા પડકારોનો પણ ઉકેલ લાવવાની જરૂર છે.
રસીકરણની કાર્યદક્ષતાનો સમયગાળો નિર્ધારિત કરવાનું ચાલી રહ્યું છે ત્યારે, ભવિષ્યમાં આવી રહેલા કોવિડના ચરણને ધ્યાનમાં રાખીને આપણે ઝડપી અને અસરકારક ઇમ્યુનાઇઝેશન કવાયત માટે સાર્વજનિક આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ વધારો કરવાની જરૂર છે. આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રક્રિયાઓ ભવિષ્યમાં બૂસ્ટર ડોઝ માટે ઝડપી અને કાર્યદક્ષ કવરેજ માટે મદદરૂપ થશે અને આવનાર સમયમાં અમુક અંતરાલે તેની જરૂર પણ પડી શકે છે.
આ લડતનું મહત્વપૂર્ણ પરિબળ સમુદાયમાં પ્રત્યક્ષ રીતે સેવા આપી રહેલા ફ્રન્ટ લાઇન હેલ્થ વર્કરોની ક્ષમતામાં વધારો કરવાનું છે. આંગણવાડી વર્કરો, માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય એક્ટિવિસ્ટ (ASHA) અને સહાયક નર્સ મીડવાઇફ (ANM) વર્કરોએ કોવિડ-19 સામેની લડાઇમાં અજ્ઞાત નાયકો તરીકેની ભૂમિકા નિભાવી છે. તેઓ પાયાના સ્તરે લોકોને રસીકરણ વિશે માહિતગાર કરે છે, રસી લેવા માટે મનાવે છે અને તેમને રસીકરણ કેન્દ્રો સુધી મોકલે છે જેથી વ્યાપક કવરેજ સુનિશ્ચિત થઇ શકે. લોકોને રસીકરણ માટે આગળ લાવી શકાય તે માટે તેમનું ક્ષમતા નિર્માણ કરવામાં આવે અને પૂરતા જ્ઞાન સાથે તેમને સજ્જ કરવામાં આવે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
જો ફરી સામાન્ય સ્થિતિમાં પાછા આવવું હશે તો રસીકરણ એકમાત્ર માર્ગ છે. જ્યાં સુધી બધાનું રસીકરણ ના થાય ત્યાં સુધી કોઇ જ સલામત નથી. બધાનું રસીકરણ થાય અને આમ કરવા માટે આપણી આસપાસમાં સૌ કોઇ પ્રોત્સાહિત થાય તે વર્તમાન સમયની સૌથી મોટી જરૂરિયાત છે.
અનિલ પરમાર, વાઇસ પ્રેસિડેન્ટ
કમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ, યુનાઇટેડ વે મુંબઇ
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર