Home /News /lifestyle /વેક્સિનના બંન્ને ડોઝ લેનાર વ્યક્તિ પણ ફેલાવી શકે છે કોરોના સંક્રમણ: રિસર્ચમાં કરાયો દાવો

વેક્સિનના બંન્ને ડોઝ લેનાર વ્યક્તિ પણ ફેલાવી શકે છે કોરોના સંક્રમણ: રિસર્ચમાં કરાયો દાવો

કોરોના વાયરસના બંન્ને ડોઝ લેનાર વ્યક્તિ પણ સંક્રમણ ફેલાવી શકે છે. (પ્રતિકાત્મક તસવીર)

Risk of Infection Even After Both Vaccines : બ્રિટનની ઈમ્પીરીયલ કોલેજ લંડન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ, વાયરસના સંક્રમણનું પ્રમાણ વેક્સિનના બંન્ને ડોઝ લેનાર અને જે લોકોએ વેક્સિન નથી લીધી તેના વચ્ચે લગભગ સમાન હોય છે. જો કે, રસી લેનાર વ્યક્તિના ચેપમાંથી ઝડપથી ઘટાડો કરી શકાય છે અને ઝડપથી સ્વસ્થ થઈ જાય છે.

વધુ જુઓ ...
people become infected after vaccination : કોરોના વાયરસના બંને ડોઝ (Both doses of corona virus) લીધા પછી, જો તમે તમારી જાતને 'બાહુબલી' માનીને ખૂબ જ બેદરકાર થઈ રહ્યા છો, તો સાવચેત રહેજો. કારણ કે, એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જેઓ રસી લે છે અને જેઓ નથી લેતા તેઓ બંને ચેપ ફેલાવવાની બાબતમાં સમાન છે. બ્રિટનની ઈમ્પીરીયલ કોલેજ લંડન(Imperial College London) દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ મુજબ, ચેપના સમયે વાયરસની માત્રા રસી આપવામાં આવેલ અને રસી ન અપાયેલી વચ્ચે લગભગ સમાન હોય છે. જો કે, રસી લેનાર વ્યક્તિ ચેપમાં ઝડપથી ઘટાડો કરે છે અને ઝડપથી સ્વસ્થ થઈ જાય છે. આ એ પણ દર્શાવે છે કે કોરોના વાયરસ સામે રસીકરણ કેટલું મહત્વનું છે. આ અભ્યાસ મેડિકલ જર્નલ ધ લેન્સેટમાં (The Lancet) પ્રકાશિત થયો છે. એવું દર્શાવવામાં આવ્યું છે કે બંને રસી લીધા પછી પણ લોકોને માત્ર ચેપ લાગતો નથી, પરંતુ આવા લોકોથી પરિવારના અન્ય સભ્યોને પણ ચેપ લાગવાનું 38 ટકા જોખમ રહેલું છે. આ રિપોર્ટ અનુસાર, જો પરિવારના અન્ય લોકોને પણ રસીના બંને ડોઝ આપવામાં આવ્યા હોય, તો પણ ચેપ ફેલાવવાનું જોખમ 38 થી 25 ટકાની વચ્ચે રહે છે.

રીસર્ચ કરનાપર લોકોએ એક વર્ષના અભ્યાસ બાદ આ પરિણામ કાઢ્યું છે. અભ્યાસ દરમિયાન, સપ્ટેમ્બર 2020 થી સપ્ટેમ્બર 2021 દરમિયાન લંડન અને વોલ્ટનમાં કુલ 440 પરિવારોની પીસીઆર પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમાં જાણવા મળ્યું છે કે જે લોકોએ બંને રસી લીધી છે તેમને ચેપ લાગવાની શક્યતા ઓછી છે, પરંતુ રસી ચેપથી સંપૂર્ણ રક્ષણ પૂરું પાડતી નથી.

આ પણ વાંચો: Wellness, Therapy અને Healingમાં છુપાયું છે મંદિરા બેદીની તંદુરસ્તીનું રાજ, અહી જુઓ તસવીરો

સમય જતાં રસીની અસરકારકતા ઘટતી જાય છે

આ રિસર્ચ પ્રમાણે વેક્સિનની અસર સમયની સાથે ઘટતી જાય છે. જેના કારણે લોકો પણ કોરોના સંક્રમણનો શિકાર બની રહ્યા છે. આ જ કારણ છે કે, હવે બૂસ્ટર ડોઝની જરૂર છે. જો રસીની અસરની વાત કરીએ તો અમેરિકાના ફાઈઝર પર એક મહિના માટે 88 ટકા અસર જોવા મળે છે, જ્યારે પાંચ મહિના પછી તે ઘટીને 74 ટકા થઈ જાય છે. બીજી તરફ, ઓક્સફોર્ડની એસ્ટ્રાઝેનેકા પર એક મહિના માટે 77 ટકા અસર છે, પરંતુ 5 મહિના પછી તે ઘટીને 67 ટકા થઈ ગઈ છે.

આ પણ વાંચો:  Diwali 2021: ઘરમાંથી ગરોળીઓ ભગાવી છે, તો અપનાવો આ આઈડિયા ચપટી વગાડતા જ ભાગી જશે

જાણો શું કહે છે સંશોધકો

સંશોધનમાં સામેલ લંડનની ઈમ્પિરિયલ કોલેજના પ્રોફેસર અજીલ લાલવાણીનું કહેવું છે કે, જે લોકોએ બંને રસી લીધી છે તેઓ પણ સંક્રમિત થઈ રહ્યા છે. તેથી, જે લોકો રસી લેતા નથી તેમના માટે તે ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે, ખાસ કરીને શિયાળામાં, લોકો મોટાભાગનો સમય ઘરોમાં જ રહે છે, તેથી રસી લેવી જરૂરી બની જાય છે. આ સંશોધનના સહ-સંશોધક ડૉ.અનિકા સાંગનાયાગમના જણાવ્યા અનુસાર, આ અભ્યાસથી સ્પષ્ટ થઈ ગયું છે કે કોરોનાના નવા પ્રકારો અથવા ડેલ્ટા વેરિઅન્ટ્સ શા માટે ઝડપથી ફેલાઈ રહ્યા છે.

આ પણ વાંચો: વધુ પડતો ગેજેટ્સનો ઉપયોગ કરતાં પહેલા ચેતજો, વહેલી આવી શકે છે વૃદ્ધાવસ્થા, જુઓ આ ટીપ્સ

વેક્સિનના બંને ડોઝ લેવાના ફાયદા

ચેપ લાગવાનું જોખમ હોવા છતાં વેક્સિનના બંન્ને ડોઝ લેવાના ઘણા ફાયદા છે. જો રસી લેનાર વ્યક્તિને ચેપ લાગ્યો હોય તો પણ હોસ્પિટલમાં જવાની જરૂર નથી. આનો અર્થ એ છે કે, રસીનું કવચ તમને કોરોનાની ગંભીર સ્થિતિથી બચાવે છે.
First published:

Tags: Coronavirus news, Health News, Healthy life

विज्ञापन