મેદસ્વી લોકોમાં હર્નિયાનું જોખમ વધુ: શું આ તકલીફ રોકવા વજન ઘટાડવાની સર્જરી હિતાવહ છે?

પ્રતિકાત્મક તસવીર

બેરિયાટ્રિક સર્જરી વજન ઘટાડવામાં મદદ કરવાની સાથે દર્દીઓને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવી સમસ્યાઓથી છુટકારો આપવામાં પણ મદદ કરે છે અને હૃદયરોગ, કેન્સર વગેરેનું જોખમ ઘટાડે છે.

 • Share this:
  નવી દિલ્લી:  દેશમાં વર્તમાન સમયે લોકોને તકલીફ આપતી સૌથી મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓમાં સ્થૂળતાનો સમાવેશ થાય છે. આંકડા મુજબ દેશમાં મેદસ્વી લોકોની સંખ્યા 2010થી 2040ના સમયગાળામાં ત્રણ ગણી થઈ જશે. આ સાથે જ ઓવરવેટ (Overweight) લોકોની સંખ્યા (20-69 વર્ષની વય જૂથમાં) આ સમયગાળા દરમિયાન તેમની વસ્તીથી બમણી થઈ જશે. સ્થૂળતા તેની સાથે ડાયાબિટીસ (Diabetes), હાઈ બ્લડ પ્રેશર (High blood pressure), કાર્ડિયોવેસ્ક્યુલર (Cardiovascular) સહિતના રોગ પણ લાવે છે. ઉપરાંત સ્થૂળતાનો શિકાર થયેલા દર્દીઓમાં હર્નિયા થવાનું જોખમ પણ વધુ હોય છે.

  મેદસ્વી દર્દીઓમાં હર્નિયાની શસ્ત્રક્રિયામાં નિષ્ફળતા મળવાની શક્યતા પણ વધુ હોય છે. આ જોખમને ઘટાડવા માટે વધુ વજનવાળા અથવા મેદસ્વી દર્દીઓને હર્નિયાની શસ્ત્રક્રિયા કરાવતા પહેલા વજન ઘટાડવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આવું કહેવું સરળ છે. વજન ઘટાડવું ખૂબ મુશ્કેલ હોય છે.

  બેરિયાટ્રિક સર્જરીથી વનજ ઘટાડી શકાય 

  આ બાબતે મેદાંતા મેડિસિટી હોસ્પિટલના ડો. વિકાસ સિંઘલનું કહેવું છે કે, બેરિયાટ્રિક સર્જરી વજન ઘટાડવામાં મદદ કરવાની સાથે દર્દીઓને ડાયાબિટીસ અને હાઇપરટેન્શન જેવી સમસ્યાઓથી છુટકારો આપવામાં પણ મદદ કરે છે અને હૃદયરોગ, કેન્સર વગેરેનું જોખમ ઘટાડે છે.

  તેઓ વધુમાં કહે છે કે, હર્નિયાની સારવાર કોઈ દવા દ્વારા કરી શકાતી નથી. તેને શસ્ત્રક્રિયાની જરૂર પડે છે. કેટલાક કિસ્સાઓમાં શસ્ત્રક્રિયા પછી પણ દર્દીને ફરીથી હર્નિયા થયું હોવાનું નોંધાયું છે. પેટની દિવાલ પર ઉચ્ચ દબાણને કારણે મેદસ્વી દર્દીઓને હર્નિયાના ઉથલાનું જોખમ વધારે હોય છે. બીજી તરફ હર્નિયાની સર્જરી બાદ ઘાની તકલીફ પણ સામે આવે છે. સ્થૂળતાથી પીડાતા દર્દીઓ ડાયાબિટીસ અને સાંધાના દુઃખાવાનો ભોગ પણ બની શકે છે. જેના કારણે તેમનું હલનચલન ઓછું થઈ જાય છે અને કસરત કે વોકથી વજન ઘટાડી શકાતું નથી. તેથી આવા દર્દીઓનું વજન ઘટાડવા અને શસ્ત્રક્રિયા પછી હર્નિયાના ઉથલાના જોખમને ઘટાડવામાં મદદ કરવા બેરિયાટ્રિક સર્જરી પર વિચાર કરી શકાય છે. જોકે, હર્નિયાનાના ઈમરજન્સી કેસ સિવાય આ સર્જરી જરૂરી બની જાય છે.

  એક દર્દીનો દાખલો આપતા સિંઘલ કહે છે કે, 51 વર્ષની એક વ્યક્તિ સ્થૂળતા અને હર્નિયા બંનેથી પીડાઈ રહી હતી. તેનું વજન વધી 138 કિલો થઈ ગયું હતું. ત્યારબાદ તે ડાયાબિટીસનો ભોગ પણ બન્યા હતા. લીવર ટ્રાન્સપ્લાન્ટેશન બાદ હર્નિયાનું જોખમ ઉભું જ હતું. દર્દીએ લેપ્રોસ્કોપિક સ્લીવ ગેસ્ટ્રેક્ટોમી કરાવી હતી. જેના કારણે તેનું વજન 28 કિલો ઓછું થયું હતું અને ડાયાબિટીસમાં પણ રાહત મળી હતી. તેણે હર્નિયા સર્જરી કરાવી હતી અને કોઈ પણ પ્રકારની પેરિઓપરેટિવ તકલીફ વગર તેને રજા આપવામાં આવી હતી.

  વધુ એક કેસનું ઉદાહરણ આપતાં તેઓ કહે છે કે, 44 વર્ષની વ્યક્તિ હિસ્ટેરેક્ટોમી સર્જરી બાદ નાભિની નીચે પીડાદાયક રિકરન્ટ ઇન્સિઓનલ હર્નિયાથી પીડાઈ રહી હતી. 108 કિલો વજન અને 48 બોડી માસ ઇન્ડેક્સ ધરાવતા આ દર્દીનું સીટી સ્કેન કરાયું હતું. જેમાં 5×5 સેમી હર્નિયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં નાના આંતરડાના અનેક લૂપ્સ હતા. દર્દીને હર્નિયાના કારણે લક્ષણ વધુ હોવાથી  શસ્ત્રક્રિયા પછી દર્દીને રજા આપવામાં આવી હતી અને બે અઠવાડિયા પછી દર્દી પાછો ફર્યો, ત્યારે તેનું વજન 8 કિલો ઘટી ગયું હતું. કારણ કે, તેણે ડાયટનું સખત પાલન કર્યું હતું.

  સ્થૂળતા અને હર્નિયા એ સામાન્ય આરોગ્ય સમસ્યાઓ છે અને તે ઘણી વાર એકબીજા સાથે સંબંધિત હોય છે. આ જટિલ સમસ્યાનો ઉકેલ શું છે? તેનો નિર્ણય યક્તિગત રીતે લેવો જોઈએ. આ સારવાર લેવાની જરૂર હોય તેવા દર્દીઓએ તમામ જરૂરી તપાસ કરાવવી જોઈએ.
  Published by:kuldipsinh barot
  First published: