Lower risk of gestational diabetes: ચિંતાની વાત છે. આજના આ સમયમાં અનેક પ્રેગનન્ટ વુમન્સ ડાયાબિટીસનો શિકાર બની રહી છે. ડાયાબિટીસ એક એવો રોગ છે જે દિવસને દિવસે વધી રહ્યો છે. આમ ખાસ કરીને પ્રેગનન્સીમાં નાની-નાની વાતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ.
Lower risk of gestational diabetes: ખરાબ લાઇફ સ્ટાઇલ અને ખોટી ખાવા-પીવાની આદતને કારણે કોઇ પણ વ્યક્તિને ડાયાબિટીસ થઇ શકે છે. આમ વાત કરવામાં આવે તો દિવસેને દિવસેને પ્રેગનન્સીમાં ડાયાબિટીસ થવાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ માટે પ્રેગનન્સીમાં ખાસ કરીને નાની-નાની વાતોનું ખાસ ધ્યાન રાખવુ જોઇએ. પ્રેગનેન્સી થતા ડાયાબિટીસને જેશટેશનલ ડાયાબિટીસ કહેવામાં આવે છે. આ ડાયાબિટીસમાં અનેક રીતે મુશ્કેલી થાય છે. હાલિયા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે રાત્રે સૂતા પહેલા રોશનીનું મેનેજમેન્ટ સાચી રીતે કરો છો તો આ ડાયાબિટીસથી તમે બચી શકો છો.
આ અધ્યયન નોર્થવેસ્ટર્ન મેડિસીનના શોધકર્તાઓએ કર્યુ છે. આ અભ્યાસમાં જાણવા મળ્યુ છે કે પ્રેગનન્ટ મહિલાઓ રાત્રે ઊંઘવાના થોડા સમય પહેલા લાઇટની રોશની ડીમ કરી દેવી જોઇએ. આમ કરવાથી આ ડાયાબિટીસનો ખતરો ટળી જાય છે.
ઊંઘવાના ત્રણ કલાક પહેલાં રોશની ધીમી કરી દો
એચટીની ખબર અનુસાર નોર્થવેસ્ટર્ન મેડિસીનના શોધકર્તાઓ અનુસાર તમે પ્રેગનન્ટ છો તો ત્રણ કલાક પહેલા લાઇટને ડીમ કરી દો અથવા ઝીરો વોટના બલ્બનો ઉપયોગ કરો. ક્મ્પ્યુટર, સ્માર્ટફોન તેમજ બીજા ગેજેટની રોશનીન પણ ડીમ કરી છો તો એમાં જેનટેશનલ ડાયાબિટીનું જોખમ ઓછુ થઇ જાય છે.
અહેવાલમાં જાણવા મળ્યુ છે કે જે પ્રેગનન્ટ મહિલાઓને આ સમયે ડાયાબિટીસ હતો એમને રોશની તેજ હતી. આ સાથે જે મહિલાઓ ઓછી રોશનીમાં રહેતી હતી અને સાથે એક્સેસાઇઝ કરતી હતી તેઓ ડાયાબિટીસનો શિકાર બનતી ન હતી.
બાળકોમાં મોટાપાનો ખતરો
અધ્યયનમાં એ વાતની જાણ થઇ છે કે તેજ રોશનીને કારણે જે મહિલાઓ પ્રેગનન્ટ ન હતી એમાં પણ ગ્લુકોઝનું લેવલ અનિયત્રિંત થઇ ગયું. જો કે રિસર્તમાં એ વાતની જાણ થઇ શકી નહીં કે ફાસ્ટ રોશની કેવી રીતે મહિલાઓને અસર કરે છે. ડો.મિંજી કિમ આ વિશે જણાવે છે કે આ પહેલી મલ્ટી સાઇટ સ્ટડી છે જેમાં એ વિશે જાણ થઇ કે તેજ રોશનીને કારણે પ્રેગનન્ટ મહિલાઓમાં જેશટેશનલ ડાયાબિટીસ થઇ શકે છે. આ માટે સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. આ સાથે જ જન્મ લેતા બાળકોમાં મોટાપા અને હાઇપરટેન્શનું જોખમ રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર