Pregnancy: ગર્ભાવસ્થા પહેલા વજન વધવાથી બાળકમાં એલર્જીક ડિસીસનો ખતરો: સ્ટડી
Pregnancy: ગર્ભાવસ્થા પહેલા વજન વધવાથી બાળકમાં એલર્જીક ડિસીસનો ખતરો: સ્ટડી
પ્રતિકાત્મક તસવીર
Pregnant woman study: કેનેડાની (canada) યૂનિવર્સિટી ઓફ ઓટાવા (University of Ottawa) ના સંશોધકોએ એક નવા અભ્યાસના આધારે જણાવ્યું છે કે ગર્ભવતી બનતા પહેલા મહિલાનું વજન વધવાથી તેના ગર્ભસ્થ બાળકમાં એલર્જીક બિમારીઓ (Allergic Diseases) નું જોખમ વધી શકે છે.
Mother’s weight before pregnancy : એ વાતમાં કોઈ બેમત નથી કે ગર્ભાવસ્થા પહેલા સ્ત્રી માટે સ્વસ્થ રહેવું મહત્વપૂર્ણ છે અને દરેક વ્યક્તિ આ વાતથી વાકેફ પણ છે. જો કે હવે એક નવા અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે જો કોઈ મહિલા ગર્ભધારણ પહેલા વધારે વજન ધરાવતી હોય અને ગર્ભાવસ્થા દરમિયાન તેનું વજન વધતું નથી, તો તેનાથી તેના ગર્ભમાં રહેલા બાળકમાં એલર્જીક રોગોનું જોખમ વધી જાય છે. કેનેડાની યૂનિવર્સિટી ઓફ ઓટાવા (University of Ottawa) ના સંશોધકોએ એક નવા અભ્યાસના આધારે જણાવ્યું છે કે ગર્ભવતી બનતા પહેલા મહિલાનું વજન વધવાથી તેના ગર્ભસ્થ બાળકમાં એલર્જીક બિમારીઓ (Allergic Diseases) નું જોખમ વધી શકે છે. જ્યારે ગર્ભાવસ્થા દરમિયાન વજન વધવાથી તેની સમાન અસર થતી નથી. આ અભ્યાસના તારણો જર્નલ પેડિયાટ્રિક એન્ડ પેરીનેટલ એપિડેમિઓલોજી (Paediatric and Perinatal Epidemiology) માં પ્રકાશિત કરવામાં આવ્યા છે.
આ અભ્યાસની આગેવાની સેબાસ્ટિયન એ. શ્રુગો દ્વારા કરવામાં આવી હતી, જે યુનિવર્સિટી ઓફ ઓટ્ટાવા (University of Ottawa) ની સ્કૂલ ઓફ એપિડેમિઓલોજી એન્ડ પબ્લિક હેલ્થ (School Epidemiology and Public Health) ખાતે મેડિસિન ફેકલ્ટી છે.
સ્ટડીમાં શું સામે આવ્યું
આ અભ્યાસના તારણો અનુસાર બાળપણમાં એલર્જીક બિમારીઓનો સગર્ભાવસ્થા દરમિયાન માતાના વધતા વજન સાથે કોઈ સંબંધ નથી. ઉપરાંત મેદસ્વી માતાથી જન્મેલા બાળકને અસ્થમા થવાનું જોખમ વધુ જોવા મળ્યું, પરંતુ ડર્મેટાઈટિસ (Dermatitis) અને એનાફિલેક્સિસ (anaphylaxis)નું જોખમ પ્રમાણમાં ઓછું હતું.
આ સાથે જ ગર્ભધારણ પહેલા જે મહિલાઓ મેદસ્વી હતી, તેમના બાળકોમાં અસ્થમા થવાનું જોખમ 8 ટકા સુધી વધુ જોવા મળ્યું. જે મહિલાઓ પહેલેથી મેદસ્વી હતી અને ગર્ભાવસ્થા દરમ્યાન પણ જેમનું વજન વધ્યું તેમના બાળકોમાં શરૂઆતમાં એલર્જી વિકસિત થયેલી જોવા મળી.
વિશ્વભરમાં એલર્જી સંબંધિત બીમારીઓ એટલી ઝડપથી વધી રહી છે કે હવે તે મહામારીનું સ્વરૂપ લઈ રહી છે. કેનેડામાં લગભગ 30 ટકા વસ્તી ઓછામાં ઓછી એક એલર્જી-સંબંધિત બીમારીથી પીડાય છે. આ તારણો ભવિષ્યમાં જોવા મળનાર એક ગંભીર પરિસ્થિતિ તરફ ઈશારો કરે છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર