ગર્ભનિરોધક ગોળી લેવાની સાચી રીત, અનિચ્છનીય ગર્ભ રોકવા આવી રીતે કરો ઉપયોગ

ગર્ભનિરોધક ગોળી લેવાની સાચી રીત

ઘણી મહિલાઓને અનિચ્છનીય ગર્ભ મામલે ટેંશન થવા લાગે છે. પરંતુ સેક્સ અંગેની ચર્ચા આપણા સમાજમાં જાહેરમાં થઈ શકતી નથી. જેથી તેમને યોગ્ય સમયે યોગ્ય ઉકેલ મળતા નથી

  • Share this:
    Lifestyle : સેક્સ લાઇફ (Sex Life) અંગે લોકોને ઘણા પ્રશ્નો સતાવે છે. ઘણી મહિલાઓ (Womens)ને અનિચ્છનીય ગર્ભ મામલે ટેંશન થવા લાગે છે. પરંતુ સેક્સ અંગેની ચર્ચા આપણા સમાજમાં જાહેરમાં થઈ શકતી નથી. જેથી તેમને યોગ્ય સમયે યોગ્ય ઉકેલ મળતા નથી. જેથી આજે અહીં ગર્ભનિરોધક દવાઓ (Contraceptive pill) અંગે માહિતી આપવામાં આવી છે.

    ગર્ભનિરોધક દવાઓનું નિયમિત સેવન જોખમી

    ગર્ભનિરોધક દવાઓના કારણે અનિચ્છનીય પ્રેગ્નેન્સી રોકી શકાય છે. પરંતુ તેનું નિયમિત સેવન સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે. ગર્ભનિરોધક ગોળીઓ (Contraceptive Pills)માં લેવોનોર્ગેસ્ટ્રેલ નામનું હોર્મોન હોય છે. આવી દવાઓને મોર્નિંગ આફ્ટર પિલ પણ કહેવામાં આવે છે. જે ગર્ભને રોકે છે.

    ગર્ભનિરોધક ગોળીઓ લેવાની સાચી રીત

    આ ગોળીઓ વર્તમાન સમયની પિરિયડ સાઇકલ પર કામ કરે છે. આ ગોળી ઓવ્યુલેશનને રોકી શકે અથવા આગળ વધતા અટકાવે છે. તેનાથી ગર્ભની રચના અટકે છે, પરંતુ જો તમે અગાઉથી ગર્ભવતી હોવ તો આવી ગોળી કામ કરશે નહીં.

    આ પણ વાંચો - Alert! સાઈબર ગુનેગારો મોકલી રહ્યા છે windows 11ની ફેક અપડેટ ઈનસ્ટોલર, જાણો તેનાથી કેવી રીતે બચવું

    Webmdના અહેવાલ મુજબ આવી ગોળી લીધા બાદ અસુરક્ષિત સેક્સ સંબંધો બાંધવામાં આવે તો પણ તેની કોઈ અસર થતી નથી. તમારે દરેક અસુરક્ષિત સેક્સ બાદ આ ગોળી લેવી પડે છે, નહીંતર તમે પ્રેગ્નટ થઈ શકો છો.

    સેક્સ બાદ જેમ ઝડપથી ગર્ભનિરોધક ગોળી લેવામાં આવે એટલી વધુ અસર થાય છે. જો તમે અસુરક્ષિત સેક્સ સંબંધ બાંધ્યા બાદ તરત જ કે 24 કલાકની અંદર આ ગોળી લો તો તે વધુ અસર કરે છે. તમારે દરેક વખતે એક ગોળી ખાવાની રહે છે. જો તે ખાધા બાદ તમને કોઈ શારીરિક તકલીફ થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

    મોર્નિંગ આફ્ટર પીલ્સ લેવાના ફાયદા

    આ પીલ્સ મહિલાઓને અસુરક્ષિત સેક્સ બાદ તત્કાલ સુરક્ષા આપે છે. ગર્ભધારણ કરવાથી બચાવે છે. આ દવાને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મેડિકલ સ્ટોરમાંથી ખરીદી શકાય છે.

    આ પણ વાંચોGlenmark Life Sciences IPO: કમાણી કરવાની વધુ એક તક, રૂ. 13,900નું રોકાણ કરીને મેળવી શકાશે સારુ રિટર્ન

    ગર્ભનિરોધક ગોળીઓના નુકસાન

    જો તને ગર્ભવતી હોવ કે ગર્ભવતી હોવાની શંકા પણ હોય તો આ ગોળી ન લેવી જોઈએ. જો આ દવા લીધા બાદ ક્યારેય પણ કોઈ તકલીફ પડી હોય કે તેનાથી એલર્જી હોય તો પણ આ ગોળી ન લેવી જોઈએ. તેનાથી તમને એનાફિલેક્સીસ રિએક્શન થવાની દહેશત રહે છે.

    સાઈડ ઇફેક્ટ

    આ ગોળીઓની આડઅસર ખૂબ ઓછી હોય છે. પણ આ ગોળી લીધા બાદ પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, થાક, ચક્કર આવવા, ઉલટી, સ્તનમાં દુઃખાવો અને ખેંચાણ જેવી તકલીફ પડી શકે છે. તમારી પિરિયડ સાયકલમાં પણ ફેરફાર થઈ શકે છે.
    First published: