ચોખાનું પાણી વાળ માટે છે કુદરતી કન્ડિશનર, આ રીતે કરો ઉપયોગ

ચોખાનું પાણી વાળ માટે છે કુદરતી કન્ડિશનર, આ રીતે કરો ઉપયોગ
ચોખાનું પાણી

ચોખાના પાણીમાં અઢળક પ્રમાણમાં વિટામીન્સ અને મિનરલ્સ હોય છે.

 • Share this:
  લાઇફસ્ટાઇલ : ચોખાનું પાણી એટલે જેને આપણે સામાન્ય ભાષામાં ઓસામણ પણ કહીએ છીએ. આ પાણી કાર્બોહાઇડ્રેટથી ભરપૂર હોવાના હોય છે. જેના કારણે તે આપાણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય આ સાથે આપણી ત્વચા અને વાળ માટે પણ ગુણકારી છે. ચોખાના પાણીમાં અઢળક પ્રમાણમાં વિટામીન્સ અને મિનરલ્સ હોય છે. સાથે જ ફેરુલિક એસિડનાં કારણથી એન્ટી-ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે ચોખાનું પાણી કેવી રીતે બનાવવું અને તેનાથી વાળ કેવી રીતે ભરાવદાર થાય છે આજે તે જાણીએ.

  ચોખાનું પાણી બનાવવાની રીત  ચોખાને પ્રેશર કૂકરની જગ્યાએ તપેલીમાં બનાવો. જ્યારે ભાત થઇ જાય તો તેમાંથી પાણી એટલે ઓસામણને અલગ કરી લો. મિલ્કી વ્હાઇટ રંગનું ચોખાનું આ પાણી પોષકતત્વોથી ભરપૂર હોય છે.

  ફાયદા
  • ચોખાના પાણીમાં રહેલા કાર્બોહાઇડ્રેટ જેને ઇનોસિટૉલ કહેવાય છે જેનાથી વાળ મજબૂત થાય છે. વાળમાં ઘર્ષણ ઓછું થાય છે અને વાળ મુલાયમ રહે છે. ચોખાના પાણીનો વાળને ધોઇને તેને શેમ્પુ કે કન્ડિશનરની જેમ ઉપયોગ કરી શકાય છે. તેને વાળમાં લગાવવાથી વાળની ચમક વધારી શકાય છે.
  • શેમ્પુ કર્યા બાદ ચોખાનાં પાણીથી વાળને ધોઇ લો. તેનાથી તમે સ્કેલ્પ પર પણ મસાજ કરી શકો છો અને થોડીક વાર બાદ પાણીથી વાળને ધોઇ લો. તેનો અઠવાડિયામાં એક કે બે વખત ઉપયોગ કરો. તેને વાળમાં લગાવીને 10-15 મિનિટ રાખી મૂકો અને તે બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઇ લો.

  • ચોખાનું પાણી વાળ માટે પરફેક્ટ કન્ડિશનરનું કામ કરે છે અને વાળને સોફ્ટ બનાવે છે. જો તમે તમારા વાળ માટે નેચરલ કન્ડિશનરની શોધમાં છો તો ચોખાનું પાણી પરફેક્ટ ઓપ્શન છે. વાળને ચોખાના પાણીથી પોષક તત્વ મળે છે. જેથી વાળ ભરાવદાર થાય છે.


  આ પણ વાંચો : ભારતની આ પાંચ જગ્યામાં ભારતીયોને જ નથી અપાતો પ્રવેશ, જાણો કેમ
  Published by:Kaushal Pancholi
  First published:February 22, 2020, 15:26 pm

  ટૉપ ન્યૂઝ