ઝડપથી લાંબા કરવા છે વાળ? અજમાવી જુઓ આ ઘરેલું ઉપચાર, મળશે લાંબા અને ચમકદાર વાળ

ઝડપથી લાંબા કરવા છે વાળ? અજમાવી જુઓ આ ઘરેલું ઉપચાર, મળશે લાંબા અને ચમકદાર વાળ
પ્રતિકાત્મક તસવીર

આજકાલ વાતાવરણમાં વધી રહેલા પ્રદૂષણના કારણે દરેક વ્યક્તિ ખરતા વાળની સમસ્યાથી પીડાઇ રહ્યો છે. ઘણા લોકોની ફરીયાદ હોય છે કે વાળમાં હવે ચમક નથી રહી અથવા તો વાળ ખૂબ ખરી રહ્યા છે.

  • Share this:
નવી દિલ્લી:  આજકાલ વાતાવરણમાં વધી રહેલા પ્રદૂષણના કારણે દરેક વ્યક્તિ ખરતા વાળની સમસ્યાથી પીડાઇ રહ્યો છે. ઘણા લોકોની ફરીયાદ હોય છે કે વાળમાં હવે ચમક નથી રહી અથવા તો વાળ ખૂબ ખરી રહ્યા છે. તો ઘણી મહિલાઓ વાળના ગ્રોથ અને લાંબા વાળ માટે ઝંખના કરતી હોય છે. અનેક મોંઘા શેમ્પૂ અને ટ્રીટમેન્ટ બાદ પણ ધાર્યુ પરીણામ મળતું નથી. પરંતુ શું તમે જાણો છો કે તમારી તમામ સમસ્યાનો હલ તમારા ઘરના કિચનમાં જ મળી જશે. જી હાં, આપણે બધા જાણીએ છીએ કે ચોખા આપણા સ્વાસ્થ્ય માટે એક આદર્થ ભોજન છે. તેમાં કાર્બોહાઇડ્રેટની સાથે ફેરૂલિક એસિડ, એન્ટિઓક્સિડેન્ટ જેવા તત્વો પણ પ્રચૂર માત્રામાં રહેલા હોય છે.

મોટા ભાગના લોકો ચોખાને રાંધીને તેનું પાણી(Rice Water) ફેંકી દેતા હોય છે. જ્યારે તેમાં પણ ભરપૂર માત્રામાં પોષકતત્વો રહેલા હોય છે. આપને જણાવી દઇએ કે, તે તમારા સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા અને વાળ(Hair) માટે પણ ખૂબ ફાયદાકારક(Benefits) હોય છે. હકીકતમાં પાણીમાં કાર્બોહાઇડ્રેટ હોય છે, જેને ઇનોસિટોલ પણ કહે છે. જો આપણે તેના દ્વારા વાળની સંભાળ રાખીએ તો વાળ ચમકદાર અને મજબૂત બનશે. આ સિવાય વાળ લાંબા પણ ઝડપથી થશે.આ પણ વાંચો: ચોમાસાની ઋતુમાં ભૂલકાઓને બીમાર પડવાથી આવી રીતે બચાવો, અનુસરો આ સરળ ટિપ્સ

આ રીતે બનાવો ચોખાનું પાણી

એક વાસણમાં એક વાટકો ચોખા નાંખો અને તેમાં 4 વાટકી પાણી નાખો. જ્યારે પાણી ઉકળવા લાગે તો તેમાં સંતરાની છાલ પણ નાંખો. ત્યાર બાદ ધીમા તાપ પર તેને 20 મિનિટ સુધી રાંધો. જ્યારે ચોખાનું પાણી પાકી જાય તો આ પાણીને ગાળી લો અને ઠંડુ થવા દો. હવે તમે આ પાણીથી વાળને સારી રીતે ધોઇ લો અને 15 મિનિટ સુધી રહેવા દો. ત્યાર બાદ વાળને શેમ્પૂથી ધોઇ લો.

આ પણ વાંચો: કાચા બટાકાનું ફેશિયલ આપશે 3000 રૂપિયાનાં ફેશિયલ કરતાં વધુ ગ્લો

આ છે ફાયદા

તેમાં રહેલ ઇનોસિટોલ વાળને મજબૂત બનાવશે અને વાળ સિલ્કી બનશે. તેને તમે કંડીશનરની જેમ પણ વાપરી શકો છો. તેને સપ્તાહમાં 1 કે 2 વખત વાપરશો તો તેની અસર ઝડપથી દેખાશે.
Published by:kuldipsinh barot
First published:July 20, 2021, 20:32 IST

ટૉપ ન્યૂઝ