Home /News /lifestyle /Rice Tea: અહીં મળે છે ચોખાની ચા, ડાયાબિટીસ માટે છે રામબાણ, બીજા અનેક ફાયદા

Rice Tea: અહીં મળે છે ચોખાની ચા, ડાયાબિટીસ માટે છે રામબાણ, બીજા અનેક ફાયદા

ચોખાની ચા

Rice tea: ચોખાની ચા બનાવવાની રીત પણ થોડી અલગ છે. તેને ખાંડ, મીઠું કે ગોળ કોઈપણ સાથે ભેળવીને બનાવી શકાય છે. આમાં લાલ ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. જાણો કેવી રીતે બને છે અને તેના ફાયદા શું છે.

    આપણા દેશમાં લોકો સવારે ઉઠીને સૌથી પહેલા ચાને યાદ કરે છે. કદાચ જ કોઈ એવું ઘર હશે જ્યાં ચા ન બનતી હોય. મોટાભાગના લોકો દૂધ વાળી ચા પીવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકો અન્ય ફ્લેવરની ચા પીવે છે. ત્યારે આપણા દેશમાં એક એવી જગ્યા છે જ્યાં ચોખાની ચાથી પોતાના દિવસની શરૂઆત કરે છે.

    ચોખાની ચા બનાવવાની રીત પણ થોડી અલગ હોય છે. એને ખાંડ, મીઠું અને ગોળ કોઈ પણ સાથે બનાવી શકે છે. રાંચીના ફિલ્ડ એન્ડ ફોરેસ્ટ કેફેના સંચાલક કપિલ જણાવે છે કે આ ચા રાંચીમાં ખુબ ફેમસ છે, એમાં લાલ ચોખાનો પ્રયોગ થાય છે. આ ચાની સૌથી ખાસ વાત એ છે કે આનાથી પેટની ઘણી બીમારીઓ સારી થઇ જાય છે, અહીં આ આદિવાસીઓમાં સૌથી પ્રિય છે.

    કેવી રીતે બને છે ચોખાની ચા

    કપિલ જણાવે છે કે ચોખાની ચા બનાવવા માટે પહેલા થોડા ચોખા તપેલીમાં લઇ કાળા અથવા લાલ ન થાય ત્યાં સુધી શેકો, પછી એમાં 2 અથવા 3 કપ પાણી નાખો અને ઉકાળો. લાલ ચોખા આપણા માટે ચા પત્તીનું કામ કરે છે, ત્યાર પછી, તજપત્તા અને ગોળ નાખી બે મિનિટ સુધી રહેવા દો અને ચા બનીને તૈયાર...

    આ પણ વાંચો: કયા-કયા ફળો એક સાથે ખાવા જોઇએ? જાણો સ્વાસ્થ્ય માટેના 4 સૌથી બેસ્ટ Fruit Combinations



    ચોખાની ચાના ફાયદા

    કપિલ જણાવે છે કે ચોખાની ચાના અનેક ફાયદા છે. ચોખામાં આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ ફોસ્ફોરસ, કેલ્શિયમ, વિટામિન બી12, સી જેવા ઘણા મિનરલ જોવા મળે છે જે મનુષ્યની કોશિકાઓને સાફ તેમજ હાડકાને મજબૂત બનાવે છે. સાથે જ એનાથી વજન ઓછું કરવામાં પણ મદદ મળે છે, એમાં મીઠું નાખી સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ માટે રામબાણ છે. પેટના કીડાથી લઇ કબ્જ જેવી અનેક સમસ્યાનો એક ઉપાય છે ચોખાની ચા.
    Published by:Damini Patel
    First published:

    Tags: Life Style News, Lifestyle, Tea seller

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन