Home /News /lifestyle /ચહેરા પરના Blackheads દૂર કરવા ચોખામાંથી આ સ્ક્રબ બનાવો, આ રીતે લગાવો અને જાણો ફાયદા
ચહેરા પરના Blackheads દૂર કરવા ચોખામાંથી આ સ્ક્રબ બનાવો, આ રીતે લગાવો અને જાણો ફાયદા
ચહેરો ગંદો લાગે છે.
Skin care: આજની આ ફાસ્ટ લાઇફમાં મોટાભાગના લોકોના ફેસ પર બ્લેકહેડ્સ હોય છે. આ બ્લેકહેડ્સ તમારા લુકને ખરાબ કરવાનું કામ કરે છે. આ માટે ચહેરા પરના બ્લેકહેડ્સને દૂર કરવા ખૂબ જરૂરી છે.
Skin care: ત્વચાની ગંદકીને અંદરથી સાફ કરવી ખૂબ જરૂરી છે. આ માટે સ્કિનને અંદરથી ક્લિન કરવી ખૂબ જરૂરી છે. ધ્યાન આપવાની વાત એ છે કે બ્લેકહેડ્સને ચહેરા પરથી તમે સરળતાથી દૂર કરી શકો છો. બ્લેકહેડ્સ તમારો લુક બગાડવાનું કામ કરે છે. આ માટે બ્લેકહેડ્સને દૂર કરવા ખૂબ જરૂરી છે. ઘણાં લોકોના ચહેરા પર બહુ વધારે પ્રમાણમાં બ્લેકહેડ્સ હોય છે જે દેખાવમાં બહુ ગંદા લાગે છે. આમ, તમે આ રીતે ચોખામાંથી સ્ક્રબ બનાવો છો અને ચહેરા પર લગાવો છો તો સ્કિન મસ્ત થઇ જાય છે અને બ્લેકહેડ્સ દૂર થઇ જાય છે.
બ્લેકહેડ્સ દૂર કરવા માટે ચોખાનો લોટ સૌથી બેસ્ટ છે. સ્ક્રબ બનાવવા માટે સૌ પ્રથમ ચોખાનો લોટ લો અને એમાં થોડુ કાચુ દૂધ મિક્સ કરો. આ લોટને ચહેરા પર લગાવો અને હળવા હાથે મસાજ કરો. 20 મિનિટ રહીને કોટનના કપડાથી મોં લૂંછી લો. આ સ્ક્રબ તમારે સતત 15 દિવસ સુધી લગાવવાનું છે. આમ કરવાથી બ્લેકહેડ્સ દૂર થઇ જશે.
જાણો આ સ્ક્રબના ફાયદાઓ
ક્લિન્ઝરનું કામ કરે
ચહેરા પર ચોખાનું સ્ક્રબ લગાવવાથી ક્લિન્ઝરનું કામ કરે છે. આ સ્કિન પોર્સને અંદરથી સાફ કરવાની સાથે-સાથે ચહેરાના બ્લડ સર્કુલેશનને વઘારે છે. આનાથી ચહેરા પર નિખાર આવે છે અને સાથે સ્કિન વ્હાઇટનિંગમાં મદદ મળે છે.
ઓઇલી સ્કિન માટે ચોખાનું આ સ્ક્રબ ખૂબ સૌથી બેસ્ટ છે. તમારી સ્કિન ઓઇલી છે તો તમે આ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો. આ સ્ક્રબ સ્કિન પરની દરેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે.
ખીલ દૂર કરે
તમારા ચહેરા પર ખીલ વધારે છે તો તમે આ સ્ક્રબ લગાવવાનું શરૂ કરી દો. આ સ્ક્રબ તમે નિયમિત ચહેરા પર લગાવો છો તો ખીલ દૂર થાય છે અને સાથે તમારી સ્કિન પર નેચરલ ગ્લો આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર