આપણા દેશમાં ચોખાની ખેતી ઘણી વધુ છે. લોકો રોટલીની અપેક્ષાએ ભાત ખાવા વઘુ પસંદ કરે છે. મોટા ભાગના લોકો પોષણની માત્રાની પણ રોટલી સાથે તુલના કરે છે. ઘણાં લોકોનું માનવું છે કે ભાતના સેવનથી વજન અને પેટ વધે છે. કદાચ આ જ કારણ છે કે લોકો ભાતને પોતાના ડાયટમાં શામેલ નથી કરતા. પરંતુ હાલમાં જ થયેલા એક રિસર્ચે ભાતને લઈને લોકોનો ભ્રમ તોડવાનું કામ કર્યું. રિસર્ચ અનુસાર, ભાત ખાવાથી મોટાપો ઘટે છે.
જી હાં, જાપાનમાં ખાનપાનને લઈને થયેલ એક શોધ અનુસાર, ડાયટમાં ભરપૂર ભાત ખાવાથી મોટાપો વધતો નથી, પણ ઘટે છે. આ શોધ લગભગ 136 દેશના લોકો પર કરાવામાં આવ્યું. એ શોધવામાં આવ્યું કે રોજ લોકો કેટલા ભાત ખાય છે અને કેટલી માત્રામાં ખાય છે, તેમજ કેટલી કેલરી ગ્રહણ કરે છે.
શોધમાં શામેલ દરેક વ્યક્તિના BMI (Body mass index) પર પણ તેજ નજર રાખવામાં આવી. રિસર્ચના પ્રમુખ શોધકર્તા પ્રોફેસર ચોમોકોએ જાણકારી આપી રે એવા દેશ જ્યાંનો મુખ્ય આહાર ભાત છે, ત્યાં મોટાપાનો દર ઓછો હતો.
ત્યાં જ પશ્ચિમી દેશોની વાત કરીએ તો, જ્યાંની જનતા ભાતનો ઓછો ઉપયોગ કરતી હતી, ત્યાં તેના પરિણામ નિપરિત જોવા મળ્યા. પ્રોફેસર ચોમોકોએ તેનું કારણ જણાવતા કહ્યું કે ફેટની માત્રા ઘણી જ ઓછી જોવા મળે છે. તેમાં ઘણી માત્રામાં પોષક તત્વો રહેલા હોય છે, જેની શરૂરને જરૂર હોય છે.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર