ખીરૂં પલાળ્યા વગર, ઓછા તેલમાં ઝટપટ બનતા ચોખાના લોટના ઢોંસા

  • Share this:
    ઓછા તેલમાં ઝટપટ બનતાં  આ ઢોંસા  પાતળાં અને જાળીદાર બને છે, તે ચટણી સાથે પણ ટેસ્ટી લાગે છે તેમજ ગ્રેવીવાળા શાક કે દાલ ફ્રાય સાથે પણ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો શીખી લો ચોખાના લોટના ઢોંસા બનાવતા..

    સામગ્રીઃ
    2 કપ ચોખાનો ઝીણો લોટ
    1 ગ્લાસ પાણી
    1 ચમચી જીરૂં
    લીલાં મરચાં
    કોપરાની ચટણી
    મીઠું
    તેલ

    બનાવવાની રીતઃ સૌ પ્રથમ એક મોટું વાસણ લઈ તેમાં ચોખાનો લોટ લઈ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, જીરૂં, ઝીણાં સમારેલાં લીલાં મરચાં અને 1 ટે.સ્પૂન તેલ ઉમેરી મિક્સ કરી લો. પછી ધીરે ધીરે જરૂર પ્રમાણે પાણી ઉમેરતા જઈને લોટમાં ગઠ્ઠાં ના પડે એ રીતે મિક્સ કરતૈ જઈ લો ખીરૂં બનાવી લો. ઢોંસાનું જે સામાન્ય ખીરૂં હોય છે તેના કરતાં થોડું પાતળું ખીરું તૈયાર કરી લો. તેના ઢાંકીને 15 મિનિટ રહેવા દો.
    ત્યારબાદ ઢોંસા ઉતારવા માટે એક નોન-સ્ટીક તવાને ગેસ ઉપર કરમ કરવો મૂકો. ગરમ થાય એટલે 2-3 ટીપાં તેલ નાખીને ટીશ્યૂ કે કાપેલા કાંદાથી તેલ તવામાં ફેલાવી દો. પછી એક ધારવાળી વાટકીમાં 1 ચમચા જેટલું ખીરૂં લઈ તવામાં ગોળ ધાર પાડતાં જઈ ગોળ ઢોંસાના આકારમાં પાથરી લો. તેના આજુબાજુ સહેજ તેલ મૂકો. 5 મિનિટ બાદ ચેક કરી નીચેથી પૂડલો ગોલ્ડન બ્રાઉન શેકાય જાય અને ઉપરની બાજુએથી થવા આવે એટલે એની ઉપર થોડું તેલ રેડી ઢોંસાને ફેરવીને બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન થવા દો. અને ઢોંસો શેકાઈ જાય એટલે ઉતારી લો. આ ઢોંસાને સર્વિંગ પ્લેટમાં લઈ ગ્રીન ચટણી કે કોપરાની ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

    ચોમાસામાં તો ડુમ્મસ ઘણાં લોકો ખાસ આ ભજીયાં ખાવા જ જાય છે

    આ ઢોંસા પાતળાં અને જાળીદાર બને છે. આ પૂડલાના ખીરામાં ઝીણી સમારેલી કોથમીર, ટમેટાં અને ડુંગળી ઉમેરવાથી તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે.
    Published by:Bansari Shah
    First published: