રિસર્ચ: સેક્સ માણવા માટે કયો સમય છે શ્રેષ્ઠ?

News18 Gujarati
Updated: June 20, 2018, 5:35 PM IST
રિસર્ચ: સેક્સ માણવા માટે કયો સમય છે શ્રેષ્ઠ?
જો તમે ચોવિસ કલાકમાં આ સમયે સેક્સ માણો છો તો તમે સૌથી વધુ એન્જોય કરો છો

જો તમે ચોવિસ કલાકમાં આ સમયે સેક્સ માણો છો તો તમે સૌથી વધુ એન્જોય કરો છો

  • Share this:
લાઇફસ્ટાઇલ ડેસ્ક: સેક્સ એવી વાત છે કે જેની વાત આવતાની સાથે જ કોઇપણ વ્યક્તિમાં રોમાંચ આવી જાય છે. તેમાં પણ જ્યારે સેક્સ માણવાની વાત હોય તો પછી રોમાંચનું લેવલ વધી જાય તે સ્વાભાવિક છે. તેમાં પણ કહેવાય છે કે સેક્સ માણવાનો કોઇ સમય નથી હોતો. જ્યારે બે પાર્ટનરની મરજી હોય ત્યારે સેક્સ માણી લેવું જોઇએ. પણ હાલમાં જ થયેલા એક રિસર્ચ મુજબ સેક્સ માણવાનો પણ એક શ્રેષ્ઠ સમય છે. જો તમે ચોવિસ કલાકમાં આ સમયે સેક્સ માણો છો તો તમે સૌથી વધુ એન્જોય કરો છો. હોર્મોન એક્સપર્ટ આલિસા વિટ્ટીએ કરેલા રિસર્ચ મુજબ બપોરે 3 વાગ્યે સેક્સ માણવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે. આ સમયે સેક્સ માણવાથી તે વધુ યાદગાર બની રહેશે.

એક્સપર્ટનું કહેવું છે કે, સેક્સના એન્જોયમેન્ટમાં હોર્મોન્સ મહત્વનો ભાગ ભજવે છે. વુમન કોડ નામની તેમની બુકમાં તેમણે વર્ણવ્યું છે કે, બપોરે 3 કલાકે પુરુષના શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ વધારે હોય છે, જે તેને સેક્સ દરમિયાન માનસિક રીતે વધારે પ્રસ્તુત રાખે છે. ઘણા માને છે કે, સેક્સ માટે વહેલી સવારનો સમય વધુ સારો છે કેમકે એ દરમિયાન પુરુષ વધારે ઈરેક્શન અનુભવે છે અને તે સાચું પણ છે. જ્યારે પુરુષ ઊંઘી જાય છે, ત્યારે તે ટેસ્ટોસ્ટેરોન પ્રોડ્યુસ કરે છે કે જે સેક્સુઅલ ઉત્તેજના અને પરર્ફોમન્સ માટે મહત્વનું હોર્મોન છે. એક્સપર્ટનું કહેવું છે કે, બપોરે 3 વાગ્યાનો સમય પણ પુરુષ માટે સેક્સ કરવાનો એક સારો સમય છે, કેમકે જ્યારે તેનું ટેસ્ટોસ્ટેરોન લેવલ ડાઉન થાય છે, તેનું એસ્ટ્રોજન લેવલ વધે છે.

જો આપ વર્કિંગ કપલ છો અને બપોરના સમયે તમે સેક્સ માણી શકતા હોવ તો આપ વિકેન્ડ કે પછી કોઇ હોલીડેનાં દિવસે ટ્રાય કરી શકોછો. રિસર્ચ એક્સપર્ટ આલિસાનું કહેવું છે કે, મહિનામાં તમે ક્યારે સેક્સ કરો છો તે પણ તમારા એન્જોયમેન્ટ પર અસર કરે છે. તેમના કહેવા મુજબ ઓવ્યુલેશનના 10 દિવસ પછી સેક્સ માણવામાં આવે તો વધુ મજા આવે છે. એ સમય દરમિયાન મહિલાઓમાં ઓસ્ટ્રેજન અને ટેસ્ટોસ્ટેરોન લેવલ ઊંચું હોય છે જેના કારણે તેમની કામેચ્છા વધુ તીવ્ર હોય છે.
First published: June 20, 2018, 5:35 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading