આ એક જ કામ કરવાથી દેખાશો છો તેનાથી ઓછી ઉંમરના ...

News18 Gujarati
Updated: March 13, 2018, 2:36 PM IST
આ એક જ કામ કરવાથી દેખાશો છો તેનાથી ઓછી ઉંમરના ...
News18 Gujarati
Updated: March 13, 2018, 2:36 PM IST
એક સારી અને હેલ્ધી લાઈફ બધાની ચાહ હોય છે. આપણે બધા જાણીએ છીએ કે રોજ કસરત કરવી સ્વાસ્થ્ય માટે ઘણું જરૂરી હોય છે. તમે જાણો છો કે તમે જેટલું પોતાની જાતને ફીટ રાખો છો તેટલા જ તમે યંગ પણ દેખાવ છો. પોતાની વય કરતા ઓછી ઉંમરના દેખાવ છો.

જો આપ રોજ કસરત કરો છો તો તમારી એજીંગ પ્રોસેસ સ્લો થઈ જાય છે. આ ઉપરાંત જો તમે સાઈક્લિંગ કરો છો તો 80ની વયમાં ઈમ્યૂનિટી વધારે સારી બને છે. જેમની ઉંમર 20થી વધારે હોય છે તેમની લાઈફસ્ટાઈલ જેટલી સારી હોવી જોઈએ તેટલી નથી હોતી. જેમ જેમ આપણી વય વધે છે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી જાય છે. જેના કારણે આપણને વધારે બીમારીઓ થાય છે.

એજીંગ સેલ જનરલમાં પ્રકાશિત સ્ટડીમાં જાણવા મળ્યું છે કે જે લોકોની ઊંમર 55થી 80 વર્ષની હોય છે તે રોજ સાઈક્લિંગ કરે તો પોતાના ટી-સેલ્સને સારા રાખે છે. આ તે સેલ્સ છે જે રોગપ્રતિકારકને સારી કરવામાં મદદ કરે છે.

યુનિવર્સિટી ઓફ બર્મિંગહમના શોધકર્તા, જેનેટ લોર્ડનું કહેવું છે કે વ્યક્તિને રોજ કસરત કરવા માટે પ્રેરિત કરવામાં આવે તો તે પોતે સ્વસ્થ રહીને હેલ્ધી લાઈફસ્ટાઈલ પણ જીવી શકે છે. આ ઉપરાંત અભ્યાસમાં એ પણ ખબર પડી છે કે જે લોકો સાઈક્લિંગ કરે છે તે મસલ્સ માસ અને સ્ટ્રેન્થને સારી કરીને બોડી ફેટ અને કોલેસ્ટેરોલને ઓછું કરે છે. જેનાથી પુરૂષોમાં ટેસ્ટેસ્ટોરોન હોર્મોન લેવલ પણ સારૂં રહે છે.
First published: March 13, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर