જાણો રીલેશનશીપમાં રહેવાથી કેમ વધે છે મોટાપાનો ખતરો

News18 Gujarati
Updated: April 14, 2018, 7:54 PM IST
જાણો રીલેશનશીપમાં રહેવાથી કેમ વધે છે મોટાપાનો ખતરો
તે સિવાય જે કપલ્સ 2 વર્ષથી વધુ સાથે રહે છે અને ખૂશ છે તે સરળતાથી સ્ટ્રેસ હેન્ડલ કરી શકે છે કારણ કે તેમનું સ્ટ્રેસ-કોર્ટિસોલ લેવલ નિયંત્રણમાં રહે છે. તે મુશ્કેલીને અવગણી એકબીજા સાથે ખૂશી ખૂશી રહેવાનું પસંદ કરે છે. તે પણ વજન વધવાનું એક કારણ હોઈ શકે છે.

  • Share this:
શું તમે કોઈ રીલેશનશીપમાં છો? હાલમાં જ યૂનિવર્સિટી ઓફ ક્રીંસલેંડ, ઓસ્ટ્રેલિયામાં થયેલ સ્ટડી દ્વારાજાણવા મળ્યું છે કે રીલેશનશીપમાં રહેવાથી વજન વધી શકે છે. આ સાબિત કરવા 15 હજાર લોકો પર આ રીસર્ચ કરવામાં આવ્યું.

આ દરેક લોકોનું વજન સિંગલ લોકો કરતા લગભગ 5.8 કિલો વધારે દેખાયું. આ કપલ્સ ના તો સ્મોક કે વ્યસન કરતા હતા કે ન તો તેમને કોઈ પણ પ્રકારના જંક ફૂડનું સેવન કર્યું હતું.

વજન વધવાનું કારણ તેમનું આઉટીંગ પણ હોઈ શકે છે. જ્યારે કપલ્સ ડેટ માટે બહાર જાય છે ત્યારે જંક ફૂડનું સેવન કરે છે અને હેલ્થી લાઈફસ્ટાઈલની પેટર્ન નથી સ્વીકારી શકતા. જે લોકો રીલેશનશીપમાં છે તેમનામાં વજન વધવાની સમસ્યા વધારે જોવા મળી.

તે સિવાય જે કપલ્સ 2 વર્ષથી વધુ સાથે રહે છે અને ખૂશ છે તે સરળતાથી સ્ટ્રેસ હેન્ડલ કરી શકે છે કારણ કે તેમનું સ્ટ્રેસ-કોર્ટિસોલ લેવલ નિયંત્રણમાં રહે છે. તે મુશ્કેલીને અવગણી એકબીજા સાથે ખૂશી ખૂશી રહેવાનું પસંદ કરે છે. તે પણ વજન વધવાનું એક કારણ હોઈ શકે છે.

મોટાપાની સમસ્યા ત્યારે વધી જાય છે જ્યારે બાળક જન્મ લે છે. બાળક દ્વારા ન ખવાયેલો ખોરાક પેરેન્ટસ પોતાના ડાયેટમાં ઉમેરી લે છે જેના કારણે તેમનું વજન વધે છે. ત્યાં બીજી બાજુ રીલેશનશીપમાં રહેવાના ફાયદા પણ થાય છે.

જ્યારે કપલમાંથા બંને પોતાની હેલ્થને લઈને ફોકસ રહે તો તેવામાં એકબીજા સાથે એક્સરસાઈઝ કરી મોટાપાને પોતાનાથી દૂર રાખી શકે છે.
First published: April 14, 2018, 7:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading