Home /News /lifestyle /

Car Health: તમારી કાર ટોઇલેટ કરતાં પણ હોય છે ગંદી, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

Car Health: તમારી કાર ટોઇલેટ કરતાં પણ હોય છે ગંદી, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

તમારી કાર ટોઇલેટ કરતાં પણ હોય છે ગંદી

Car Health: એસ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ બાયોસાયન્સે સંશોધનમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેમના રિસર્ચ (Research)  મુજબ સામાન્ય કે એવરેજ કારની કેબિન (Healthy Lifestyle) ઘરમાં બનેલા ટોયલેટ (Toilet) કરતાં વધુ ગંદી હોય છે.

    તમે ભલે તમારી કારને સારી રીતે મેન્ટેન કરતાં હોવ, પરંતુ તમને જાણીને નવાઇ લાગશે કે, તમારી કારની (Car Cabin) કેબિન ક્યારેય સંપૂર્ણ રીતે સાફ (clean) થતી નથી. તમારી કારની કેબિનમાં ટોયલેટ (Toilet) કરતાં વધુ ગંદકી રહે છે. હા, તમારી મનપસંદ કાર જેના પર તમે લાખો રૂપિયા ખર્ચ્યા હશે, કદાચ તેની કેબિન તમારા ટોયલેટ કરતા પણ ગંદી હોઈ શકે. તમે વિચારશો કે આવું કેવી રીતે થઈ શકે પણ આ વાત બિલકુલ સાચી છે. એસ્ટન યુનિવર્સિટીની સ્કૂલ ઓફ બાયોસાયન્સે સંશોધનમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેમના રિસર્ચ (Research)  મુજબ સામાન્ય કે એવરેજ કારની કેબિન (Car Health) ઘરમાં બનેલા ટોયલેટ કરતાં વધુ ગંદી હોય છે.

    વેબસાઇટ સ્ક્રેપ કાર કમ્પેરિઝન દ્વારા કરાવેલાં અભ્યાસમાં સામે આવ્યુ છે કે, કારની ટ્રંક (1425 બેક્ટેરિયા ઓળખવામાં આવ્યા હતા) અને ડ્રાઈવરની સીટ (649)માં સૌથી વધુ બેક્ટેરિયા જોવા મળ્યા હતા. ગિયરશિફ્ટ, ડેશબોર્ડ અને પાછળની સીટમાં પણ બેક્ટેરિયાનું ઊંચું પ્રમાણ હતું, જે ઘરેલું શૌચાલયની બેઠકો અને ફ્લશ પર જોવા મળતા બેક્ટેરિયા કરતાં વધુ હતું.

    કેબિનમાં હોય છે ખતરનાક બેક્ટેરિયા?

    રિસર્ચમાં 5 વાહનોમાં ખતરનાક બેક્ટેરિયાના નિશાન મળ્યા છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કેબિનમાં અત્યંત ખતરનાક બેક્ટેરિયા મળી આવ્યા છે અને પરીક્ષણ કરાયેલા વાહનોમાંથી એક માત્ર 2 વર્ષ જૂનું જ હતુ. એટલું જ નહીં બેક્ટેરિયા ડ્રાઈવર સીટથી લઈને ટ્રંક અને ગિયરની સ્વીચ, ડેશબોર્ડની પાછળની સીટ અને અન્ય જગ્યાઓ પર મોટા પ્રમાણમાં બેક્ટેરિયા મળી આવ્યા છે.

    આ પણ વાંચો-Weight loss Tips: પેટની ચરબી કાયમ માટે દૂર કરવા અજમાવો આ ઘરેલુ ઉપાય

    નવાઈની વાત નથી કે, જે જગ્યાએ આ બેક્ટેરિયા મળ્યા છે તે જગ્યા તેને વધારવાનું કામ નથી કરતી, આખી કારમાં સૌથી સ્વચ્છ ભાગ સ્ટીયરિંગ વ્હીલ છે!

    આ પણ વાંચો-Hair Care Tips: ખોડાની સમસ્યા શિયાળામાં સતાવે છે, હવે ફિકર ન કરો.. અપનાવો આ ખાસ ઉપાય

    આ અભ્યાસના સેમપ્લ સાઇઝ અત્યારે ઘણું નાનું છે, પરંતુ તમારી કારના કેબિનની નિયમિત સફાઈ અને સેનિટાઈઝેશન કરવાથી આ સંભવિત જોખમને ટાળી શકાય છે. જે રીતે આપણે આપણા ઘરના ટોયલેટને વિવિધ પ્રકારના જંતુનાશકોથી સાફ કરીએ છીએ, પણ આપણે કારની કેબિનમાં ફક્ત વેક્યૂમ લગાવીને જ છોડી દઈએ છીએ. જેથી આપણે કારને પણ યોગ્ય રીતે સાફ કરવી જોઈએ. હકીકતમાં, કારની અંદર લગભગ આખો સમય ભેજ રહે છે, તેથી કેબિન બેક્ટેરિયાના વિકાસ માટે શ્રેષ્ઠ વાતાવરણ બની જાય છે. આવી સ્થિતિમાં આ જોખમથી બચવા માટે, સમય-સમય પર કારની કેબિન સાફ કરાવવી જરૂરી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Life style, આરોગ્ય, કાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन