શું એન્ટીડિપ્રેશન દવાઓ સાચે જ ડિપ્રેશનને ઓછું કરે છે?

News18 Gujarati
Updated: February 23, 2018, 11:04 AM IST
શું એન્ટીડિપ્રેશન દવાઓ સાચે જ ડિપ્રેશનને ઓછું કરે છે?

  • Share this:
શું એન્ટી-ડિપ્રેસશન દવાઓ સાચે જ ડિપ્રેશનને ઓછું કરવામાં મદદ કરે છે? વર્ષોથી ચાલી રહેલા વિવાદ કદાચ આ અભ્યાસથી પુરો થઈ શકે છે. આ આંતરરાષ્ટ્રીય અભ્યાસમાં 522 ટ્રાયલો દ્વારા સામાન્ય રીતે વપરાતી 21 એન્ટી ડિપ્રેસેશન દવાઓ અને લગભગ 1,20,000 દર્દીઓને સામેલ કરવામાં આવ્યાં હતાં.

આ અભ્યાસમાં ઘણી વાતો સામે આવી છે. રિસર્ચમાં સામે આવ્યું કે કેટલીક દવાઓ બીજી દવાઓથી વધારે પ્રભાવી હોય છે અને તેની સાઈડઈફેક્ટ પણ ઓછી હોય છે. રિઝલ્ટમાં સામે આવ્યું છે કે બધી 21 દવાઓ જેમાં ઓફ પેટન્ટ જેનેરિક અને નવી પેટન્ટ દવાઓ સામેલ છે, પ્લેસબો કે ડમી પિલ્સથી વધારે પ્રભાવી છે.

અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના જોન લોનેડિસે કહ્યું કે દુનિયાભરમાં નિયમિત રીતે એન્ટીડિપ્રેશન દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. જો કે તેનો પ્રભાવ કેવો હોય છે તે પોતે જ વિચારવાનું હોય છે.

આ અભ્યાસથી જે નિષ્કર્ષ આવશે તે હવે ડિપ્રેશન માટે મળતી દવાઓ માટે ડોક્ટરોને નવી દિશા આપવામાં ઘણી મદદરૂપ સાબિત થશે. તેમણે કહ્યું કે ડિપ્રેશનની સારવાર કરવામાં એન્ટિડિપ્રેશન દવાઓ ઘણી મદદરૂપ હોય છે. પરંતુ એનો અર્થ એ નથી કે ટ્રિટમેન્ટ માટે સૌથી પહેલા આનો ઉપયોગ કરવામાં આવે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં લગભગ 300 મિલિયન લોકો ડિપ્રેશનથી પીડાય છે. જેનો મનોવૈજ્ઞામનિક અને ઔષધીય ટ્રિટમેન્ટ ઉપલબ્ધ છે પરંતુ અમીર દેશોમાં 6 લોકોમાં માત્ર એક જ વ્યક્તિનો પ્રભાવી ઉપચાર થાય છે. આ ઉપરાંત ગરીબ અને આર્થિક રીતે મધ્યમ દેશોમાં 27માંથી માત્ર 1 વ્યક્તિને જ સારવાર મળે છે.

ધ લેંસેંટ મેડિકલ જર્નલમાં છપાયેલ અધ્ય્યનમાં ડિપ્રેશનની 21 દવાઓના પ્રભાવમાં મતભેદ મળ્યો. સામાન્ય રૂપે નવી એન્ટી ડિપ્રેશન દવાઓમાં ઓછી સાઈડ ઈફેક્ટ થવાથી ઘણી મદદરૂપ છે. જો કે ડિપ્રેશનના લક્ષણોને ઓછા કરવામાં સૌથી પ્રભાવશાળી દવા એમીટ્રિપ્થલીન હતી. આ દવાની શોધ 1950ના દશકમાં થઈ હતી. આ ઉપરાંત કેટલીક જાણીતી દવાઓ જેવી કે ફ્લુઓક્સેટીન જેવી પ્રોજેક બ્રાંડથી વેચવામાં આવે છે આ ઓછી પ્રભાવશાળી છે પરંતુ તેની સહનશીલતા ઘણી વધારે છે.
First published: February 23, 2018, 10:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading