Research: આંખોના રંગ ખોલે છે વ્યક્તિત્વના અનેક રાઝ

News18 Gujarati
Updated: February 16, 2018, 4:21 PM IST
Research: આંખોના રંગ ખોલે છે વ્યક્તિત્વના અનેક રાઝ

  • Share this:
આ વાત તો બધાએ સાંભળી હશે કે આંખો આત્મા સુધી પહોંચવાની બારી છે. આ માત્ર કહેવાની વાત નથી. વિજ્ઞાન પણ આની પુષ્ટી કરે છે કે આંખોના રંગથી વ્યક્તિત્વની ખબર પડે છે. સ્વીડનની ઓરિબ્રો યુનિવર્સિટીમાં લગભગ 500 લોકો પર આ રિસર્ચ કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે આંખોના રંગ પરથી ખબર પડે છે કે કોઈ માણસનો સ્વભાવ કેવો હશે.

  • સામાન્ય રીતે કાળી આંખોવાળા લોકો રહસ્યમય વ્યક્તિત્વના હોય છે. તેઓ જવાબદાર હોય છે અને તેમની પર વિશ્વાસ કરી શકાય છે.


  • કથ્થઈ આંખોવાળી વ્યક્તિ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. જેનાથી તેમાં આત્મવિશ્વાસ પણ ઘણો હોય છે. રચનાત્મક હોવાની સાથે આ લોકો દ્રઢ નિશ્ચયી પણ હોય છે.

  • લીલી આંખો કોઈને પણ ખૂબસૂરત બનાવી શકે છે. આવી આંખો ધરાવનાર વ્યક્તિ શાંત અને તેજ મગજવાળું હોય છે.

  • ભૂરી આંખોવાળા વ્યક્તિ આકર્ષક હોય છે. તેમનામાં આત્મવિશ્વાસ ઘણો હોય છે. તેઓ રચનાત્મક હોય છે.
  • આછી ધૂળિયા રંગની આંખોવાળી વ્યક્તિમાં વિનમ્રતાની સાથે સાથે આક્રમકતા પણ જોવા મળે છે. તેમનામાં જનૂન હોય છે અને પ્રેમ પ્રત્યે ખુબજ ગંભીર હોય છે.

  • ગ્રે આંખોવાળી વ્યક્તિ એકદમ સાફ મનની હોય છે. તેઓ જે અંદર હોય છે તેવા જ તે બહાર પણ હોય છે. આવા લોકો પોતાના ગ્રુપમાં ઘણાં જ લોકપ્રિય હોય છે.

First published: February 16, 2018, 4:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading