Home /News /lifestyle /

ભગવદ્ ગીતાની મદદથી ડાયાબિટીઝની સારવાર સંભવ, રિસર્ચમાં થયો ખુલાસો

ભગવદ્ ગીતાની મદદથી ડાયાબિટીઝની સારવાર સંભવ, રિસર્ચમાં થયો ખુલાસો

શોધકર્તાઓએ કહ્યું કે, ભગવદ ગીતા એક ધાર્મિક અથવા દાર્શનિક પુસ્તકથી ખુબ વધારે છે.

શોધકર્તાઓએ કહ્યું કે, ભગવદ ગીતા એક ધાર્મિક અથવા દાર્શનિક પુસ્તકથી ખુબ વધારે છે.

    માણસના શરીરમાં શુગરની માત્રા વધવાથી મધુમેહ એટલે કે ડાયાબિટીઝનો રોગ થાય છે. તેલંગણાની રાજધાની હૈદરાબાદના ઉસ્માનિયા જનરલ હોસ્પિટલના ડોક્ટરો સહિત શોધકર્તાઓની એક ટીમે ડાયાબિટીઝની સારવારનો એક આદ્યાત્મિક રસ્તો શોધી કાઢ્યો છે, અને તેનો સ્ત્રોત છે ભાગવદ ગીતા.

    શોધકર્તાઓનું કહેવું છે કે, ભાગવદ ગીતામાં અર્જુન અને ભગવાન કૃષ્ણ વચ્ચેના સંવાદને બીમારીઓની સારવાર માટે ઉપયોગ કરી શકાય છે, ખાસ કરીને ડાયાબિટીઝ જેવી જુની બિમારીની સારવારમાં. શોધકર્તાઓનો ઈશારો ભાગવદ ગીતાના શ્લોકો તરફ છે, જે જીવનમાં વિભિન્ન પરિસ્થિતિઓ વિશે વિસ્તારથી જણાવે છે.

    શું બતાવે છે ગીતા
    શોધકર્તાઓએ કહ્યું કે, ગીતા નકારાત્મક સ્થિતિઓની ઓળખ કરે છે અને તેની સામે લડવા માટે સકારાત્મક રીત બતાવે છે, ભગવાન કૃષ્ણએ જણાવ્યું અને અર્જુને તેનું પાલન કર્યું.

    શોધકર્તાઓએ જણાવ્યું કે, ડાયાબિટીઝ એક લાઈફ સ્ટાઈલ બિમારી છે એટલે કે તે તમારા જીવનશૈલી સાથે જોડાયેલી છે. જેથી તેની સારવાર માટે એ જરૂરી હોય છે કે જીવનશૈલીમાં પૂરી રીતે ફેરફાર કરવામાં આવે, જેમાં ખાનપાન કસરત જેવી બુનિયાદી ગતિવીધીઓમાં પમ ફેરફાર થવો જોઈએ.

    શોધકર્તાઓએ કહ્યું કે, ભગવદની શિક્ષાઓનો ઉપયોગ કરી તેનો સામનો કરવામાં મદદ મળી શકે છે.

    દેશ વિદેશના ડોક્ટર રિસર્ચમાં સામેલ
    આ અભ્યાસ ઈન્ડીયન જર્નલ ઓફ એન્ડોક્રિનોલોજી એન્ડ મેટાબોલિજ્માં પ્રકાશિત થયો છે. આ અભ્યાસમાં દેશ અને વિદેશની કેટલીક હોસ્પિટલો અને રિસર્ચ ઈન્સ્ટીટ્યુટના ડોક્ટર અને શોધકર્તાઓ સામેલ હતી.

    વિદેશી વિશેષજ્ઞ બાંગ્લાદેશના ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલ, ઢાકાની મિતફોર્ડ હોસ્પિટલ અને પાકિસ્તાનમાં કરાચીની આગા ખાન વિશ્વવિદ્યાલય હોસ્પિટલથી હતા.

    દર્દીને ભગવદ ગીતાની જરૂરત કેમ
    શોધકર્તાઓએ કહ્યું કે, ભગવદ ગીતા એક ધાર્મિક અથવા દાર્શનિક પુસ્તકથી ખુબ વધારે છે. તેના 700થી વધુ શ્લોક જીવનના દરેક પહેલુને સમજવાની ઊંડી સમજ આપે છે અને તે પુરી દુનિયાના પ્રાસંગિક છે.

    આ સાથે તેમણે કહ્યું કે, ડાયાબિટીઝની બિમારીની ખબર પડવા પર પીડિત વ્યક્તિને હંમેશા દુખની બાવના ઘેરી લે છે. કેમ કે, તેણે પોતાની જિંદગીમાંથી પોતાને મનગમતી વસ્તુઓ છોડવી પડે છે.

    ખુબ પ્રાસંગીક છે ભગવદ ગીતા
    શોધકર્તાઓએ કહ્યું કે, આવા દર્દીઓને સંયમ રાખવાનું, જીવનશૈલી બદલવાનું અને ડોક્ટરી સલાહ પર અમલ કરા માટે ભાગવદ ગીતા પ્રેરિત કરે છે. બ્લડમાં ગ્લૂકોઝની માત્રા અને ઈન્સુલિન લેવામાં બધુ પોતાની જાતથી સારી દેખરેખ કોઈ નથી રાખી શકતું, ત્યારે અહીં ગીતાની જરૂરત પડે છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bhagwad Gita, Diabetes treatment, Possible, Research

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन