Home /News /lifestyle /Republic Day 2023: ભારતનું રાષ્ટ્રગીત કોણે લખ્યું? તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી
Republic Day 2023: ભારતનું રાષ્ટ્રગીત કોણે લખ્યું? તેની સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી
ફાઇલ તસવીર
Republic Day 2023: ભારત 74મો ગણતંત્ર ઉજવવા જઈ રહ્યુ છે. ત્યારે આ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી જાણવી જોઈએ. શરૂઆત કરીએ ભારતના રાષ્ટ્રગીત ‘જન ગણ મન...’થી...
Republic Day 2023: ભારતનો 74મો પ્રજાસત્તાક દિવસ. ઘણી જગ્યાએ તમને ભારતનું રાષ્ટ્રગીત ‘જન... ગણ.. મન...’ સાંભળશો. 26 જાન્યુઆરી, 1950ના દિવસે ભારતમાં બંધારણની અમલવારી ચાલુ થઈ હતી અને ભારત પ્રજાસત્તાક દેશ બન્યો હતો. દિલ્હીમાં આ દિવસે ભવ્ય આયોજનો કરવામાં આવતા હોય છે. તે માટે મહિનાઓ પહેલાંથી તૈયારી પણ ચાલુ કરી દેવામાં આવતી હોય છે. તો તમારે પણ તૈયારીઓ વિશે અને આ સાથે જ પ્રજાસત્તાક દિવસ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતીઓ જાણવી જોઈએ. તો આવો જાણીએ ભારતના રાષ્ટ્રગીત ‘જન... ગણ... મન...’ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતી...
1. ભારતનું રાષ્ટ્રગીત કોણે લખ્યું? - ભારતનું રાષ્ટ્રગીત ‘જન... ગણ... મન...’ સૌથી પહેલાં બંગાળી ભાષામાં ‘ભારત ભાગ્ય વિધાતા’ તરીકે સંગીતબદ્ધ કરવામાં આવ્યું હતું. આ રાષ્ટ્રગીત ગુજરાતના પહેલા નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરે 11મી ડિસેમ્બર, 2011માં લખ્યું હતું.
2. 27 ડિસેમ્બર, 1911માં કલકત્તા (હાલના કોલકાતા)માં યોજાયેલા ભારતીય નેશનલ કોંગ્રેસના અધિવેશનમાં પહેલીવાર રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 11 સપ્ટેમ્બર, 1942ના દિવસે હમબર્ગમાં પ્રથમ વખત પર્ફોર્મ કરવામાં આવ્યું હતું.
3. રાષ્ટ્રગીત રજૂ કરવા માટે 52 સેકન્ડનો સમય નક્કી કરવામાં આવ્યો છે.
4. ભારતનું રાષ્ટ્રગીત આમ જોવા જઈએ તો શાસ્ત્રીય સંગીતના ‘અલ્હૈયા બિલાવલ’ રાગ પર આધારિત છે. હા, આખેઆખું રાષ્ટ્રગીત આ રાગમાં પર આધારિત નથી પણ રાગની અસર તેના ગાનમાં જોવા મળે છે.
5. ભારતીય રાષ્ટ્રગીત સંસ્કૃત સાથે સાથે ઘણી ઇન્ડિક ભાષામાં પણ સ્વીકાર્ય બન્યું છે. જો કે, દરેક ભાષામાં રાષ્ટ્રગીતના ઉચ્ચારણમાં થોડા ઘણાં ફેરફાર જોવા મળતા હોય છે.
6. બેસન્ટ થિયોસોફિકલ કોલેજના પ્રિન્સિપાલ જેમ્સ એચ. કઝિનના પત્ની માર્ગારેટે ભારતના રાષ્ટ્રગીતનું અંગ્રેજીમાં અનુવાદ કરી તેના મ્યુઝિકલ નોટેશન સેટ કર્યા હતા.
7. નેતાજી સુભાષચંદ્ર બોઝે સંસ્કૃતકૃત બંગાળીમાંથી હિન્દી-ઉર્દુમાં રાષ્ટ્રગીતનું અનુવાદ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ અનુવાદ કેપ્ટન આબિલ અલીએ કર્યો હતો અને રામ સિંહ ઠાકુરે તેને સંગીતબદ્ધ કર્યુ હતું. રાષ્ટ્રગીત પહેલાં ‘સુબહ સુખ ચૈન’ તરીકે ઓળખવામાં આવતું હતું.
8. ભારતનું રાષ્ટ્રગીત પાંચ અંતરામાં લખાયેલું છે. રાષ્ટ્રગીત લગભગ સંપૂર્ણ સંજ્ઞાઓ ધરાવે છે કે જે ક્રિયાપદ તરીકે પણ વપરાય છે. ગીતની મોટાભાગની સંજ્ઞાઓ દેશભરની તમામ મુખ્ય ભાષાઓમાં ઉપયોગમાં લેવામાં આવી છે.
9. ભારતની અલગ અલગ ભાષામાં લખાયેલા રાષ્ટ્રગીતમાં થોડાઘણાં ફેરફાર જોવા મળ્યાં છે.
10. 'જન ગણ મન' બહુવચનવાદનો સંદેશ આપે છે. તેને 24 જાન્યુઆરી, 1950ના દિવસે બંધારણ સભા દ્વારા ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું.
Published by:Vivek Chudasma
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર