જ્યારે પણ તમે સફેદ વાળ પર મહેંદી લગાવશો, ત્યારે તેનો રંગ ઓરેન્જ જ આવશે. પછી ભલે તમે તેમાં કોફી ઉમેરો અથવા તેને આમળા અથવા લોખંડની પેનમાં પલાળી રાખો. મહેંદી સફેદ વાળ પર ઓરેન્જ કલર આપશે, પરંતુ અહીં અમે તમને મહેંદી સાથે એવી 3 વસ્તુઓ વિશે જણાવીશું, જે તમારા વાળને કુદરતી રીતે કાળા બનાવી દેશે. આ રંગ કાયમી તેમજ કુદરતી હશે અને કોઈપણ પ્રકારના પીપીપી અથવા એમોનિયાનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તમે તમારા ઘરમાં જ નેચરલ બ્લેક હેર ડાય સરળતાથી બનાવી શકો છો અને ખાસ વાત એ છે કે આ નેચરલ હર્બલ ડાઇને તમે આઇબ્રો, મૂછ અને દાઢી પર લગાવી શકો છો. તેની કોઇ સાઇડ ઇફેક્ટ નહીં થાય કારણ કે તમે તેને કુદરતી રીતે ઘરે જાતે જ બનાવી શકશો, તો આવો જાણીએ કેવી રીતે.
આ રીતે બનાવો બ્લેક નેચરલ હેર કલર
તમારા વાળની લંબાઈ મુજબ હિના લો અને તેને ચા-કોફીના પાણીમાં મિક્સ કરીને આખી રાત પલાળી રાખો.
બીજા દિવસે સવારે એક લોખંડની કઢાઇ ગરમ કરી પાંચથી છ લવિંગ અને હળદર કાળી પડે ત્યાં સુધી શેકી લો. ઠંડું થાય એટલે લવિંગ અને હળદરનો પાઉડર બનાવી મહેંદીમાં મિક્સ કરી લો.
ત્યાર પછી મહેંદીના અડધા ભાગનો ઇંડિગો પાવડર હળવા નવશેકા પાણીમાં નાખો અને તેમાં એક ચપટી મીઠું ઉમેરો અને પેસ્ટ બનાવો.
હવે તમે આ પેસ્ટને બે રીતે વાળ પર લગાવી શકો છો. પહેલી પદ્ધતિમાં સફેદ વાળ પર માત્ર મહેંદી લગાવો અને તેને ઘાટ્ટો લાલ થવા દો. લગભગ 45 મિનિટ સુધી મહેંદી રાખીને વાળને ધોઇ લો અને બીજા દિવસે અથવા બીજી વખતે વાળ પર ઇંડિગો પેસ્ટ લગાવો, આ એક ટૂ વે કલર મેથડ છે. ભલે તમને આ પ્રોસેસ થોડી લાંબી લાગતી હોય, પરંતુ તે તમારા વાળને સુંદર કાળો રંગ આપશે.