Home /News /lifestyle /

Excessive Exercise: હાર્ડકોર કસરત જીવલેણ નીવડી શકે, હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકનો રહે છે ખતરો

Excessive Exercise: હાર્ડકોર કસરત જીવલેણ નીવડી શકે, હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકનો રહે છે ખતરો

જીમમાં કસરત કરતાં રાખો ધ્યાન

ટીવી સ્ટાર દિપેશ ભાનનું બ્રેઈન હેમરેજ અને સિદ્ધાર્થ શુક્લાનો હાર્ટ એટેક પણ જીમમાં કલાકો સુધી હાર્ડકોર એક્સરસાઈઝના કારણે થયો હોવાનું કહેવાય છે. દીપેશ દરરોજ ત્રણ કલાક જીમમાં ગાળતો હતો અને રનિંગ કરતો અને ક્રિકેટ પણ રમતો હતો

  Dangers of Excessive Exercise: છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોમાં ફિટનેસનો ક્રેઝ (Fitness craze) ઘણો વધી ગયો છે. જેથી લોકો કલાકો સુધી જીમ (Gym)માં કસરત કરે છે. ફિટ રહેવું અને તેના માટે કસરત કરવી એ સારી બાબત છે, પરંતુ કેટલાક લોકો માટે કસરત સનક બની જાય છે. તેઓ કલાકો સુધી હાર્ડકોર એક્સરસાઇઝ (Excessive Exercise) કરે છે. ફિટનેસ માટે તેઓ પોતાના શરીરના પ્રકારને સમજ્યા વગર જ હાઈ ઈન્ટેન્સિટી વેઈટ ટ્રેનિંગ (High Intensity Weight Training) કરે છે. તેનાથી શરીર પર નકારાત્મક અસર પડે છે. કલાકોની હાર્ડકોર કસરતથી બ્રેઇન હેમરેજ અને હૃદયને લગતી સમસ્યાઓનું જોખમ (Risk of brain hemorrhage and heart-related problems from hardcore exercise) વધી જાય છે.

  ટીવી સ્ટાર દિપેશ ભાનનું બ્રેઈન હેમરેજ અને સિદ્ધાર્થ શુક્લાનો હાર્ટ એટેક પણ જીમમાં કલાકો સુધી હાર્ડકોર એક્સરસાઈઝના કારણે થયો હોવાનું કહેવાય છે. દીપેશ દરરોજ ત્રણ કલાક જીમમાં ગાળતો હતો અને રનિંગ કરતો અને ક્રિકેટ પણ રમતો હતો, એટલું જ નહીં તે ઘણી વખત લાંબા સમય સુધી ભૂખ્યા રહીને કસરત કરતો હતો. દિપેશની હાઈ ઈન્ટેન્સિટી એક્સરસાઈઝ તેના માટે ઘાતક બની ગઈ હતી. સિદ્ધાર્થ શુક્લા પણ રોજ 3-4 કલાક એક્સરસાઇઝ કરતો હતો.

  બેફામ વર્કઆઉટ્સ હાર્ટ એટેક અને બ્રેઇન હેમરેજનું જોખમ વધારે છે

  સંશોધન દર્શાવે છે કે, હાઈ-ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરતા લોકોના શરીરમાં હૃદય અચાનક કામ કરવાનું બંધ કરી દે છે (અચાનક કાર્ડિયાક અરેસ્ટ આવવું). આ સાથે જ કેટલાક લોકોમાં બ્રેઈન હેમરેજ પણ થાય છે. યુએસ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, વધુ પડતી કસરતથી અચાનક કાર્ડિયાક અરેસ્ટ (એસસીએ) અથવા એકાએક કાર્ડિયાક ડેથ (એસસીડી) અને બ્રેઇન હેમરેજનું જોખમ વધી જાય છે.

  આ પણ વાંચો- શું તમે જાણો છો કે ટોયલેટના ફ્લશ ઉપર બે બટન કેમ હોય છે?

  આવા મોત પાછળ ઘણા કારણો જવાબદાર છે. દીપેશ ભાનનું મૃત્યુ બ્રેઇન હેમરેજના કારણે થયું હોવાનું કહેવાય છે, તે સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે અચાનક ક્રિકેટ રમવા લાગતો હતો. સામાન્ય રીતે સવારે બ્લડ પ્રેશર ઓછું હોય છે અને ખાલી પેટે શુગર પણ ઘટી જાય છે. આવી સ્થિતિમાં અચાનક વર્કઆઉટ કે હાર્ડ ગેમ્સને કારણે બ્રેઈન હેમરેજ થઈ જાય છે.

  આ સાથે જ કલાકો સુધી જિમમાં વર્કઆઉટ કરવાથી ડિહાઇડ્રેશનની સમસ્યા થાય છે અને તેનાથી હાર્ટ પણ બંધ થઈ શકે છે. એક્સેસ વેઇટિંગ એ બોલિવૂડ સિંગર કેકેના મૃત્યુનું કારણ હતું  આ પણ વાંચો- જો તમે પણ કરો છો બ્રેકફાસ્ટમાં આ 4 ભૂલો તો વધી શકે છે બ્લડ શુગરની સમસ્યા

  સ્વસ્થ રહેવા માટે મધ્યમ કસરત કરો

  સ્વસ્થ રહેવા માટે 45 મિનિટથી 1 કલાકની કસરત પૂરતી છે. જો તમે લાંબો સમય કસરત કરી રહ્યા હોવ તો તમારે કસરત નિષ્ણાતની દેખરેખ હેઠળ કરવી જોઈએ. જેથી તે સમયાંતરે તમારા પલ્સ રેટ, હાર્ટ બીટ તેમજ અન્ય હેલ્થ ફેક્ટર્સ પર ધ્યાન આપતા રહેશે.

  મેરેથોનના દોડવીરો પણ ચેતતા રહે

  મેરેથોન દોડવીરોના અભ્યાસમાં પણ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા હતા. મોટી રનિંગ ઈવેન્ટ્સ પૂરી કર્યા બાદ જ્યારે એથ્લીટ્સના લોહીના નમૂના લેવામાં આવ્યા, ત્યારે તેમને હાર્ટ ડેમેજ સાથે સંકળાયેલા બાયોમાર્કર્સ જોવા મળ્યા હતા. આમ તો આવા ડેમેજ ઇન્ડિકેટર આપોઆપ જ દૂર થઈ જાય છે, પરંતુ આવી કસરતો કરવાથી તમારા હૃદયને વારંવાર વધુ પડતા શારીરિક તણાવનો સામનો કરવો પડે છે. જેથી જોખમ તો રહે જ છે.
  First published:

  Tags: Brain Hemorrhage, Dipesh bhan, Excessive exercise

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन