ગરમીમાં સ્કિન ઘણી જ ઓઈલી રહેતી હોય છે. ઈન્ટરનેટ પર ઘણાં ફેસ માસ્કના વિધિ બતાવેલ હોય છે જેને બનાવી તમે ઓઈલી સ્કિનથી છૂટકારો મેળવી શકો છો. એજ રીતે ડ્રાય સ્કિન અને નોર્મલ સ્કિન માસ્ક પણ છં જેના ઉપયોગથી તમે ગ્લોઈંગ સ્કિન મેળવી શકો છો.
પરંતુ જો એક જ ફેસમાસ્ક દરેક પ્રકારની સ્કિન માટે ઉપયોગમાં લી શકાય તો? જાણી લો આ 2 ફેસ માસ્કની પ્રોસેસ, જેનાથી ગરમીમાં પણ તમારી સ્કિન ગ્લો કરશે.
ઈંડાનો સફેદ ભાગ સ્કિન માટે બેસ્ટ હોય છે. તેનાથી તૈયાક કરેલો ફેસ માસ્ક: 1 ઈંડાના સફેદ ભાગમાં અડધું લીંબુ મિક્સ કરી ચહેરા પર લગાઓ. 10 મિનિટ પછી ફેસ વોશ કરી લો. તેનાથી સ્કિન ગ્લો કરવાની સાથે ઓઈલ પણ દૂર કરશે.
સારું રીઝલ્ટ મેળવવા આ ફેસમાસ્ક અઠવાડિયામાં 2-3 વાર ઉપયાગમાં લો. તે ઉપરાંત સ્કિનને ક્લિંઝીંગ કરવા અખરોટ અને ઈંડાના સફેદ ભાગને મિક્સ કરી આ ફેસ માસ્કને લગાવી શકાય છે. ઓક ઈંડામાં 2 ચમચી અખરોટ મિક્સ કરો. તેને લગભગ 10 થી 15 મિનિટ ફેસ પર લગાવી રાખી વોશ કરી લો. તેનાથી સ્કિન ખૂબ હેલ્થી બની જશે.
બેસ્ટ રીઝલ્ટ માટે આ બંને માસ્ક અઠવાડિયામાં 2 વાર લગાવો.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર