Home /News /lifestyle /ઢીંચણની કાળાશ અને પગ પરના ડાઘા-ધબ્બા દૂર કરી દો આ રીતે, અઠવાડિયામાં મસ્ત રિઝલ્ટ મળી જશે
ઢીંચણની કાળાશ અને પગ પરના ડાઘા-ધબ્બા દૂર કરી દો આ રીતે, અઠવાડિયામાં મસ્ત રિઝલ્ટ મળી જશે
કાળાશ દૂર કરવાની ટિપ્સ
Skin care tips: મોટભાગના લોકો પોતાના ઢીંચણ પર પૂરતું ધ્યાન આપી શકતા નથી જેના કારણે સ્કિન કાળી પડવા લાગે છે. સ્કિન કાળી થવાને કારણે ઢીંચણ બહુ ગંદા લાગે છે અને સાથે આપણે શોર્ટ કપડા પહેરી શકતા નથી.
લાઇફ સ્ટઇલ ડેસ્ક: દરેક છોકરીઓ પોતાના ચહેરા પર અનેક ઘણું ધ્યાન રાખતી હોય છે, પરંતુ તેઓ પોતાના ઢીંચણ પર ધ્યાન આપવાનું ભૂલી જાય છે. આ માટે જ્યારે શોર્ટ કપડા પહેરીએ ત્યારે બહુ શરમ આવતી હોય છે અને સાથે આપણે આ ટાઇપના કપડા પહેરી શકતા નથી. આ માટે જરૂરી છે ઢીંચણની કાળાશ પર પણ પ્રોપર ઘ્યાન આપવું. ઢીંચણ કાળા પડવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ખાસ કરીને જ્યારે આપણે શોર્ટ કપડા પહેરીને ફોટા પડાવીએ ત્યારે ઢીંચણ કાળા હોવાને કારણે એ બહુ ગંદા આવે છે. આમ, જો તમારા ઢીંચણની કાળાશ તમે દૂર કરવા ઇચ્છો છો તો આ ઉપાયો તમારા માટે બેસ્ટ છે.
ઢીંચણ પરની કાળાશ દૂર કરવા માટે તમે સૌથી પહેલા ગરમ પાણી લો અને એમાં આખા પગ ડુબાડી લો. આમ કરવાથી સ્કિન મુલાયમ થાય છે. ત્યારબાદ તમે શેવ કરી લો.
તમે પગમાં સ્ક્રબ કરીને પણ કાળાશને દૂર કરી શકો છો. પગમાં રહેલી ડેડ સ્કિન તમારા ઢીંચણને ખરાબ દેખાડવાનું કામ કરે છે. આ માટે તમે કોઇ સારી કંપનીના બોડી સ્ક્રબનો ઉપયોગ કરો. આ બોડી સ્ક્રબથી કાળાશ ધીમે-ધીમે દૂર થઇ જશે.
ત્વચાને તમે કોઇ સારી ક્લિન્ઝરની મદદથી સાફ કરો, જે ત્વચાના છિદ્રો નિકાળવા માટે એકસ્ટ્રા ઓઇલને ઓછુ કરવામાં મદદ કરે છે. ક્લિઝીંગ પછી તમે ત્વચા પર લોશન લગાવી દો. આમ કરવાથી સ્કિન સારી થાય છે અને સાથે તમારી કાળાશ દૂર થાય છે.
ન્હાતી વખતે તમે સોફ્ટ લુફનો પ્રયોગ કરો. આનાથી ત્વચા પરની ગંદકી નિકળી જાય છે. આ સાથે જ પ્રોપર રીતે તમે રોજ આ રીતે હળવા હાથે ઘસો છો તો કાળાશ ઓછી થઇ જાય છે અને સાથે સ્કિન સોફ્ટ રહે છે. સ્કિન પરની કાળાશ દૂર કરવા માટે આ પ્રયોગ સૌથી બેસ્ટ છે.
સ્કિન બ્રશિંગની મદદથી તમે તમારી કાળાશને સરળતાથી દૂર કરી શકો છો. આ માટે તમે નિયમિત ન્હાતા પહેલા દરરોજ બોડી બ્રશિંગ કરો. આમ કરવાથી પગના ડાધા-ધબ્બા પણ દૂર થઇ જશે.
ઢીંચણ પરની કાળાશ દૂર કરવા માટે તમે લીંબુ અને મધનો ઉપયોગ પણ કરી શકો છો. આ માટે લીંબુ અને મધ મિક્સ કરીને હળવા હાથે ઢીંચણ પર ઘસો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર