ઓક્સફોર્ડ ડિક્શનરીમાં અનેક શબ્દો ઉમેરાવાની સાથે કોરોના વાયરસને કારણે અંગ્રેજી ભાષા ઉપર ખૂબ જ અસર થઈ છે. રેમડેસિવીર શબ્દને ઓક્સફોર્ડ ડિક્શનરીમાં ઉમેરવામાં આવ્યો છે. એપ્રિલ મહિનામાં ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન રેમડેસિવીર શબ્દ ખૂબ જ પ્રચલિત થયો છે. અનેક લોકોને કોરોનાના ઈલાજ માટે રેમડેસિવીર ‘એન્ટી વાયરલ ઇન્જેક્શન’ની જરૂર ઊભી થઈ હતી. જૂન 2021માં રેમડેસિવીર શબ્દને ઓક્સફોર્ડ ડિક્શનરીમાં ઉમેરવામાં આવ્યો છે.
OEDની અધિકૃત વેબસાઈટ અનુસાર, “ઓક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્શનરીમાં 1000 ફુલ્લી રિવાઈઝ્ડ એન્ટ્રી કરવામાં આવી છે અને 700 નવા શબ્દ ઉમેરવામાં આવ્યા છે. જેમાં ડેડનેમ, સ્ટેકેશન અને સોશિયલ ડિસ્ટન્સ જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા છે.”
OED એ જણાવ્યું હતું કે ‘2020 વર્ડ ઓફ ધ યર કેમ્પેઈન’ થોડુ અલગ જોવા મળતું હતું. અંગ્રેજી ભાષાને પણ વારંવાર અનુરૂપ થવું પડ્યું છે. નિષ્ણાંતોની ટીમે દરેક સમયે શાબ્દિક ડેટા પ્રાપ્ત કર્યા છે અને તેનું વિશ્લેષણ કર્યું છે. વર્ડ ઓફ ધ યર પ્રક્રિયા શરૂ થતા આ ડેટા પરથી જાણી શકાયું કે 2020 એવું વર્ષ નથી, જેને માત્ર એક શબ્દથી સમાયોજિત કરી શકાય. આ કારણોસર સમગ્ર વર્ષ દરમિયાન ભાષા પરિવર્તન અને તેના વિકાસ અંગે વિસ્તૃતમાં રિપોર્ટ આપવાનો નિર્ણય કર્યો છે.
2021ના છેલ્લા કેટલાક મહિનામાં કોવિડ લોકડાઉન દરમિયાન ‘સેલ્ફ આઈસોલેટ’, ‘સેલ્ફ ક્વોરન્ટાઈન’, ‘ઈન્ફોડેમિક’, ‘ફિઝીકલ ડિસ્ટન્સિંગ’ જેવા ઉપયોગ કરેલ શબ્દ પણ OEDમાં ઉમેરવામાં આવ્યા છે.
વર્ષ 2020માં કોલિન્સ ડિક્શનરીએ કહ્યું હતું કે "કોવિડ-19 દરમિયાન સૌથી વધુ બોલાતો શબ્દ 'લોકડાઉન' વર્ડ ઓફ ધ યર છે."
લેક્સિકોગ્રાફર્સે જણાવ્યું કે સમગ્ર વિશ્વમાં લોકો આ શબ્દથી પરિચિત થઈ ગયા હતા, અને સરકાર કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે પ્રયત્નો કરી રહી હતી.
પ્રકાશક હાર્પર કોલિન્સે જણાવ્યું કે, “સમગ્ર વિશ્વમાં અરબો લોકો માટે આ એક એકીકૃત અનુભવ છે, જેમણે કોવિડ-19ને ફેલાતો રોકવા માટે તેમની મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.”
કોલિન્સે 2020 દરમિયાન લોકડાઉનના એક મિલિયનથી વધુ લોકોએ ઉપયોગ કર્યો, જે તેની પહેલાના વર્ષે માત્ર 4000નો આંકડો હતો.
મહામારીના કારણે દૈનિક ઉપયોગમાં લેવાતી ભાષા પર અસર થઈ છે. વર્ષ 2020માં 10 શબ્દોમાંથી 6 શબ્દ વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ સાથે સંબંધિત છે. 10 શબ્દોની લાંબી યાદીમાં ‘કોરોના વાયરસ’, ‘સેલ્ફ આઈસોલેટ’ અને‘ફર્લો’ની સાથે સાથે ‘લોકડાઉન’ અને ‘કી વર્કર’ શબ્દને પણ ઉમેરવામાં આવ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર