Home /News /lifestyle /રાત્રે વાસણ ધોયા વગર મુકી રાખો છો? પૈસાની તંગી થઈ શકે, જાણો શું કહે છે શાસ્ત્રો અને વૈજ્ઞાનિક

રાત્રે વાસણ ધોયા વગર મુકી રાખો છો? પૈસાની તંગી થઈ શકે, જાણો શું કહે છે શાસ્ત્રો અને વૈજ્ઞાનિક

રાત્રે વાસણ ધોયા વગર મુકી રાખો છો? જાણો વૈજ્ઞાનિક અને ધાર્મિક કારણ

હિન્દુ ધર્મગ્રંથોમાં ઘણા નિયમો આપવામાં આવ્યા છે. આ નિયમો અનુસરવાની સલાહ અપાય છે. આ બધા નિયમોનું પાલન કરવાથી જીવનમાં શિસ્ત રહે છે અને આપણી દૈનિક પ્રવૃત્તિઓ પણ યોગ્ય રીતે ચાલુ રહે છે. આપણે ઘણી પરંપરા, રિવાજોને સદીઓથી ફોલો કરતા આવ્યા છીએ, પરંતુ તેની પાછળનું કારણ આપણે જાણતા નથી. આવી જ એક વાત રાત્રે વાસણો ધોયા વગર મુકી રાખવા સાથે સંકળાયેલી છે.

વધુ જુઓ ...
  હિન્દુ ધર્મગ્રંથોમાં ઘણા નિયમો આપવામાં આવ્યા છે. આ નિયમો અનુસરવાની સલાહ અપાય છે. આ બધા નિયમોનું પાલન કરવાથી જીવનમાં શિસ્ત રહે છે અને આપણી દૈનિક પ્રવૃત્તિઓ પણ યોગ્ય રીતે ચાલુ રહે છે. આપણે ઘણી પરંપરા, રિવાજોને સદીઓથી ફોલો કરતા આવ્યા છીએ, પરંતુ તેની પાછળનું કારણ આપણે જાણતા નથી. આવી જ એક વાત રાત્રે વાસણો ધોયા વગર મુકી રાખવા સાથે સંકળાયેલી છે.

  herzindagi ના અહેવાલ મુજબ નારદ કોમ્યુનિકેશનના જ્યોતિષી અનિલ જૈનજીએ રાત્રે વાસણ એંઠા શા માટે ન મૂકવા જોઈએ તે અંગે પ્રકાશ પડ્યો છે.

  રાત્રે વાસણો એંઠા ન મૂકવા પાછળના વૈજ્ઞાનિક કારણો


  રાત્રે વાસણ એંઠા છોડી દેવાથી વધેલા ખોરાકને કારણે ઘણા પ્રકારના બેક્ટેરિયા જન્મે છે. બેક્ટેરિયાની સંખ્યા રાતોરાત અનેકગણી વધી જાય છે. આખી રાત રાખ્યા પછી સવારે વાસણ સાફ કરવામાં આવે તો પણ તેમાં ઘણા બેક્ટેરિયા રહી જાય છે. જે શરીરમાં પ્રવેશ કરે છે અને તેનાથી સ્વાસ્થ્ય બગડે છે. આવા ઘરમાં હંમેશા રોગો થતા રહે છે.

  આ પણ વાંચો: શું બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થાય છે? જાણો નિષ્ણાંત પાસેથી તેનો જવાબ

  રાત્રે વાસણો એંઠા ન છોડવા પાછળના જ્યોતિષીય કારણો


  જ્યોતિષ શાસ્ત્ર મુજબ વાસણનો સ્વામી મંગળ હોય છે અને રાત્રે વાસણ એંઠા છોડી દેવાથી મંગળ ક્રોધિત થઈ જાય છે. જેના કારણે ઘરમાં દુ:ખ રહે છે. રાત્રે વાસણો એંઠા રાખવાથી ચંદ્ર અને શનિ ક્રોધિત થઈ શકે છે. જે તમારા માટે આર્થિક નુકસાનનું કારણ બની શકે છે. આ સાથે વ્યક્તિનો માનસિક તણાવ પણ વધી જાય છે.

  રાત્રે વાસણ એંઠા ન છોડવા પાછળના ધાર્મિક કારણો


  ઘરની સાફ-સફાઈ અને પવિત્રતાની ધર્મ માટે જરૂરી છે. ઘરમાં શુદ્ધતા અને પવિત્રતા ન જળવાય તો આર્થિક નુકસાન થઈ શકે છે. રાત્રે વાસણ એંઠા મૂકવાથી માતા લક્ષ્મી ક્રોધિત થઈ શકે છે અને આવા ઘરમાં ક્યારેય બરકત રહેતી નથી. પૈસા નકામા કામોમાં વપરાય છે. એંઠા વાસણોથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે.

  આ પણ વાંચો: Fruit Milkshake પીવાના શોખીન  થઇ જાઓ સાવધાન! કારણ જાણીને થઈ જશો હેરાન

  એંઠા વાસણો અંગે શાસ્ત્રોમાં શું કહેવાયું છે?


  શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભોજન કરતા જ વાસણને તરત ધોઈ લેવા જોઈએ. એંઠા વાસણો આખી રાત મુકી રાખવા જોઈએ નહીં. આ વાસણો ગ્રહોને નારાજ કરી શકે છે, જેના પરિણામે મુશ્કેલી સર્જાય છે. શાસ્ત્રો મુજબ રાત્રે એંઠા વાસણ છોડી દેવા ઘરની સુખ-સમૃદ્ધિ માટે સારું નથી.
  Published by:Rahul Vegda
  First published:

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन