Home /News /lifestyle /Valentine Week 2023: કિસ ડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે, જાણો તમામ માહિતી
Valentine Week 2023: કિસ ડે ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે, જાણો તમામ માહિતી
જાણો કિસ ડેને લગતી તમામ માહિતી
When is Kiss Day: વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. 7 ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી ઘણાં ખાસ દિવસો ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસોમાંનો એક છે કિસ ડે. જાણો ક્યારે અને શા માટે કિસ ડે ઉજવવામાં આવે છે.
વેલેન્ટાઈન વીકમાં પ્રેમ કરનારાઓ માટે એવા ઘણાં દિવસો અને પ્રસંગો આવે છે, જેમાં તેઓ એકબીજા પ્રત્યેની છુપાયેલી લાગણીઓ અને પ્રેમને વ્યક્ત કરી શકે છે. આ આખું અઠવાડિયું વિશ્વભરના યુગલો-પ્રેમીઓ તે વ્યક્તિ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરીને તેમની પ્રશંસા કરીને ઉજવણી કરે છે. જેને તેઓ ખૂબ પ્રેમ કરે છે. વેલેન્ટાઈન ડે વીકમાં લોકો તેમના જીવનસાથી પ્રત્યેના પ્રેમને વ્યક્ત કરવા માટે ચોકલેટ, ટેડી, ફૂલો, જ્વેલરી, કાર્ડ્સ વગેરે જેવી અનેક પ્રકારની ભેટો પણ આપે છે. વેલેન્ટાઈન વીકમાં આવતા દિવસો સાત દિવસ સુધી ચાલતા રહે છે. 7મીથી 14મી સુધી ઘણાં દિવસો આવે છે. તેમાં રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, ટેડી ડે, પ્રોમિસ ડે, હગ ડે અને પછી 13મી ફેબ્રુઆરીએ કિસ ડે ઉજવવામાં આવે છે. છેલ્લે, લોકો વેલેન્ટાઇન ડે (14 ફેબ્રુઆરી) ઉજવે છે.
કિસ ડે ક્યારે છે?
વેલેન્ટાઈન વીકમાં 13મી તારીખે કિસ ડે છે. કિસ ડે પર પ્રેમીઓ-પરિણીત યુગલો તેમની લાગણીઓને વ્યક્ત કરવા માટે એકબીજાને પ્રેમથી ચુંબન કરે છે. જેમનો પ્રસ્તાવ પ્રપોઝ ડેના દિવસે સ્વીકારવામાં આવ્યો છે, તેઓ કિસ ડે પર ખચકાટ વિના તેમના પ્રેમને ચુંબન કરી શકે છે. તમારા જીવનસાથી પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટે તમે તમારા પ્રેમિકા અથવા પ્રેમીને હાથ, કપાળ, ગાલ પર ચુંબન કરીને વ્યક્ત કરી શકો છો. આ રીતે પ્રેમી-પ્રેમિકા અને પરિણીત યુગલો એકબીજા પ્રત્યેનો અવિશ્વસનીય પ્રેમ વ્યક્ત કરે છે.
શા માટે કિસ ડે ઉજવાય છે?
દરેક પ્રેમી યુગલ 13 ફેબ્રુઆરીએ કિસ ડે ઉજવે છે. કહેવાય છે કે, આ દિવસે એકબીજાને પ્રેમથી ચુંબન કરવાથી પ્રેમ વધુ ગાઢ બને છે. પ્રેમાળ ચુંબન પરસ્પર પ્રેમ અને આદર વધારવાનું કામ કરે છે. જીવનમાં ચુંબનનું ખૂબ મહત્વ છે. આ એવો સ્પર્શ છે જે દુ:ખ ઘટાડી શકે છે. દુઃખી અને પરેશાન વ્યક્તિના કપાળ પર પ્રેમથી ચુંબન કરીને તેને ગળે લગાડવાથી તેના દુ:ખ ઓછા થઈ શકે છે. પ્રેમ વ્યક્ત કરવા માટે કિસ વધુ સારી અને સરળ રીત કહેવાય છે. જેના દ્વારા તમે તમારી લાગણીઓને તમારા પ્રિયજન સુધી ખૂબ જ પ્રેમથી પહોંચાડી શકો છો.
કિસ ડેનો ઈતિહાસ
એવું કહેવાય છે કે, ફ્રાન્સમાં 6ઠ્ઠી સદીમાં લોકો તેમના પ્રેમને વ્યક્ત કરવા માટે એકબીજા સાથે ડાન્સ કરતા હતા અને જ્યારે ડાન્સ પૂરો થઈ જાય ત્યારે ચુંબન કરતા હતા. એવું પણ કહેવાય છે કે, રશિયામાં લગ્ન દરમિયાન કપલ એકબીજાને ચુંબન કરતા હતા ત્યારથી આ પ્રથા શરૂ થઈ હતી. તો વળી, રોમમાં શુભેચ્છાના સમયે એકબીજાને ચુંબન કરવાની પરંપરા શરૂ થઈ. આ રીતે વ્યક્તિની લાગણીઓને વ્યક્ત કરવાની આ પ્રક્રિયા ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં શરૂ થઈ.
(અસ્વીકરણ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. ન્યૂઝ18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. તેનો અમલ કરતા પહેલાં સંબંધિત નિષ્ણાતનો સંપર્ક કરો.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર