Home /News /lifestyle /પતિ ઇગ્નોર કરે તો ટેન્શન ના લેશો, આ રીતે જવાબ આપતા શીખો, આપોઆપ સુધારી જશે
પતિ ઇગ્નોર કરે તો ટેન્શન ના લેશો, આ રીતે જવાબ આપતા શીખો, આપોઆપ સુધારી જશે
રિલેશનશિપમાં ફોલો કરો આ ટિપ્સ
What To Do When Your Husband Ignores You: લગ્ન પછી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા એ સામાન્ય વાત છે. લગ્ન પછીના સંબંધોમાં નાની-નાની વાતોનું ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. આમ, જ્યારે લગ્ન પછી તમારો પતિ તમને ઇગ્નોર કરે છે તો ખાસ કરીને આ વાત પર ધ્યાન આપો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: માણસ જ્યારે લગ્નના બંધનમાં બંધાય ત્યારે ઝઘડો થવો, મનાવવું આ બધુ જીવનનો એક ભાગ બની જાય છે. કહેવાય છે કે ઝઘડવાથી એકબીજામાં પ્રેમ વધે છે. જો કે આ વાત સાચી છે, પરંતુ તમને જણાવી દઇએ કે અનેક કપલમાં નાની વાતનો ઝઘડો ડાઇવોર્સ સુધી પહોંચી જતો હોય છે. આમ આ સમયે શાંત રહેવું ખૂબ જરૂરી છે. જો તમે એટલો જ ગુસ્સો કરો છો તો વાત આગળ વધી જાય છે અને સંબંધોમાં તિરાડ પડવા લાગે છે. આ માટે જરૂરી છે કે વાતને આગળ વધતા અટકાવવી. તમારી સાથે આવું થાય છે અને તમે આ ટિપ્સ ફોલો કરો છો તો તમારા સંબંધોમાં તિરાડ પડતી નથી અને તમે ફરી સંબંધને પહેલાં જેવો મસ્ત બનાવી શકો છો. તો જાણો આ વિશે વધુમાં.
તમારા પતિ જ્યારે તમને ઇગ્નોર કરે ત્યારે તમે પહેલામાં પહેલું તમારું મગજ શાંત રાખો. મગજ શાંત રાખવાથી અનેક સમસ્યાઓ આપોઆપ જ દૂર થઇ જાય છે. આ સમયે તમે તમારા પતિને સ્પેસ આપો. આમ કરવાથી એને પણ સમય મળે છે. તમે પોતાની જાતને ધિક્કારશો નહીં પરંતુ મૌન થઇને મગજ શાંત રાખો.
જ્યારે તમારા પતિ તમને ઇગ્નોર કરે છે ત્યારે તમે આ ટિપ્સ ફોલો કરો. આ ટિપ્સ દરેક લગ્નના તાંતણે બંધાયેલા લોકોએ ફોલો કરવી જોઇએ. તમને લાગે છે કે તમારો પતિ તમારાથી કોઇ વાત છુપાવે છે અને તમને કહેતો નથી તો તમે દયાળુ બનો અને વિચારો કે હવે કહેશે. આ સકારાત્મક ભાવ લાઇફમાં અનેક જગ્યાએ કામમાં આવે છે.
વાતચીત કરો
તમારા પતિની સાથે તમે ખુલ્લા મને વાત કરતા શીખી જાવો. કોઇ પણ વાત એકબીજાથી છુપાવશો નહીં. વાત છુપાવવાથી તમે સમય જતા અનેક મુશ્કેલીઓમાં મુકાઇ શકો છો.
આ વાત કરવા માટે તમે પહેલા સમય કેવો છે એ જુઓ. ઘણી વાર પતિ ગુસ્સામાં હોય ત્યારે આ ટાઇપની વાત કરવાનું ટાળવુ જોઇએ અને જો એ ખુશ હોય તો વાત કરો અને સોલ્યુશન લાવો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર