Home /News /lifestyle /સિંગલ રહેશો તો અઢળક ફાયદાઓ થશે, જીંદગી જીવવાની આવે છે જોરદાર મજ્જા, જાણી લો અઢળક લાભ
સિંગલ રહેશો તો અઢળક ફાયદાઓ થશે, જીંદગી જીવવાની આવે છે જોરદાર મજ્જા, જાણી લો અઢળક લાભ
સ્ટ્રેસ ઓછો રહે છે.
Benefits of Being Single: લગ્ન કરેલા લોકો કરતા સિંગલ રહેવાના અનેક ફાયદાઓ છે. વ્યક્તિ જ્યારે સિંગલ હોય ત્યારે એ પોતાના માટે સમય કાઢી શકે છે અને સાથે ભરપૂર લાઇફ એન્જોય કરી શકે છે, જ્યારે મેરેજ પછી અનેક જવાબદારીઓ આવી જાય છે જે નિભાવવી ખૂબ જરૂરી બને છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે સિંગલ હોય ત્યારે ખાસ કરીને રિલેશનશિપ એટલે કે મેરેજ કરવાનું વિચારે છે, કારણકે લોકોને લાગે છે કે જીંદગીમાં કોઇ એક વ્યક્તિ ખાસ હોય તો માનસિક સ્ટ્રેસ ઓછો થાય છે અને સાથે એક જીવનસાથીની પણ જરૂરિયાત રહે છે. પરંતુ રિલેશનશિપ હોવાના કેટલાક ફાયદા છે તો ઘણાં નુકસાન પણ છે. એવું પણ નથી કે સિંગલ રહેવાનું પસંદ કરીએ તો એમાં નુકસાન છે. સિંગલ રહેવાના પણ અનેક ફાયદાઓ હોય છે, જે જાણીને તમે પણ વિચારમાં પડી જશો. અમે આર્ટિકલમાં તમને સિંગલ રહેવાના કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું જે જાણી લો તમે પણ.
મેરિજ ડોટ કોમ અનુસાર છેલ્લા ઘણાં સમયથી યુવાઓમાં સિંગલ રહેવાનો ક્રેઝ વધી રહ્યો છે. સિંગલ રહેવાથી તમને પોતાના માટે સમય મળી રહે છે. જ્યારે તમે એક વાર એમ માની લો છે કે ભીડથી દૂર જઇને તમે એ કામમાં વ્યસ્ત થઇ જાવો છો જેમાં તમને અઢળક ખુશી મળે છે તો સિંગલ રહેવાના અઢળક ફાયદાઓ છે.
પરિવાર માટે વઘારે સમય મળે
લગ્ન થયા પછી અનેક લોકોની લાઇફ બહુ બિઝી થઇ જાય છે. આ માટે ઘણી વાર તેઓ પોતાના માટે પણ સમય કાઢી શકતા નથી. સિંગલ રહેવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તમારા કામમાંથી ફ્રી રહો છો અને સાથે માતા-પિતા અને પરિવાર જેવાં બીજા અનેક સભ્યોને પૂરતો સમય આપી શકો છો.
સિંગલ રહો છો તો સ્ટ્રેસ લેવલ પણ ઓછુ થાય છે. તમે તણાવ મુક્ત રહો છો. જ્યારે તમે સિંગલ હોવ છો ત્યારે તમને કમાવવાની અને ખર્ચા કરવાની મજા આવે છે જ્યારે સેવિંગ્સનું કોઇ ટેન્શન હોતુ નથી. આમ, જો તમે લગ્ન કરો છો તો સેવિંગથી લઇને અનેક બાબતો તમારે વિચારવી પડે છે.
બીજા લોકોને મદદ કરવાનો સમય મળે
તમે સિંગલ છો તો તમે બીજા લોકોને પણ મદદ કરી શકો છો. આ સાથે જ જ્યારે તમે લગ્ન કરો છો તો પોતાની વ્યક્તિ માટે સમય કાઢવો ખૂબ જરૂરી બની જાય છે. સિંગલ રહેવા પર તમે તમારો ટાઇમ ગમે તે વસ્તુમાં સરળતાથી કાઢી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર