Home /News /lifestyle /આ એક વસ્તુને કારણે કપલ વચ્ચે થાય છે ઝઘડા, જાણો અને તમે પણ કરી દો બંધ નહીં તો..

આ એક વસ્તુને કારણે કપલ વચ્ચે થાય છે ઝઘડા, જાણો અને તમે પણ કરી દો બંધ નહીં તો..

તમે પણ સુધારો આ ટેવ

Negative Effects of Social Media on Relationship: સોશિયલ મિડીયાનો વધુ પડતો ઉપયોગ અનેક રીતે નુકસાનકારક બની શકે છે. સોશિયલ મિડીયાના વધુ પડતા ઉપયોગથી માનસિક અને શારિરિક રીતે અનેક પ્રોબ્લેમ્સ થાય છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સોશિયલ મિડીયા આપણને જોડવાનું કામ કરે છે. આ સાથે જ સોશિયલ મિડીયા એકબીજા લોકોને જોડતા રાખે છે. આ વાત સાચી છે પરંતુ આની કેટલીક સાઇડ ઇફેક્ટ્સ પણ છે જે દરેક કપલને જાણવી ખૂબ જરૂરી છે. પરંતુ તમને જણાવી દઇએ કે સોશિયલ મિડીયાનો વધુ પડતો ઉપયોગ તમારી માનસિક અને શારિરિક હેલ્થને અનેક ઘણું નુકસાન કરે છે. ચુઝિંગથેરેપીના અનુસાર ઘણી વાર રિલેશનશિપમાં પાર્ટનરે શેર કરેલી વસ્તુઓને લઇને અનેક વાર મતભેદ થતા હોય છે. આ સાથે જ ઘણી વાર પાર્ટનર અમુક વાતને લઇને તો ડાઇવોર્સ સુધી પણ પહોંચી જતા હોય છે. આ માટે સોશિયલ મિડીયાનો ઉપયોગ અમુક લિમિટેશન પૂરતો કરવો ખૂબ જરૂરી છે. તો જાણો તમે પણ સોશિયલ મિડીયા તમારા સંબંધોને કેવી રીતે પ્રભાવિત કરે છે.

    સોશિયલ મિડીયાની નેગેટિવ ઇફેકટ્સ


    આ પણ વાંચો: તમારું કોલેસ્ટ્રોલ બહુ વધી જાય છે?

    ક્વોલિટી ટાઇમનો અભાવ


    સંશોધનમાં જાણવા મળ્યુ છે કે સોશિયલ મિડીયાના વધુ પડતા ઉપયોગને કારણે વ્યક્તિમાં રોમેન્ટિકપણું દૂર થતુ જાય છે. આ કારણે સંબંધોમાં તિરાડ પડવાની શરૂ થઇ જાય છે. સોશિયલ મિડીયાનો વધુ પડતો ઉપયોગ વ્યક્તિને શારિરિક અને માનસિક રીતે નબળુ પાડી દે  છે.

    ઇર્ષા વધુ પ્રમાણમાં થાય


    ઘણી વાર કપલ ગ્રુપમાં એકબીજાને ફોટા શેર કરતા હોય છે. આ ફોટા શેર કરવામાં ઘણી વાર જૂની યાદો પણ તાજી થતી હોય છે. જેમાં અમુક ફોટા એવા હોય છે જે જોઇને કપલને એકબીજા પ્રત્યે ઇર્ષા થાય છે અને પાછળથી આ સમસ્યા મોટી બની જાય છે. આ સાથે જ પાર્ટનર  જ્યારે એક્સ ફોટા બતાવે ત્યારે વધારે પ્રમાણમાં ઇર્ષા થતી હોય છે.

    આ પણ વાંચો: આ રીતે આવે છે સાઇલેન્ટ એટેક

    વિચારોમાં મતભેદ


    ઘણી વાર આ સમસ્યા બહુ જ હદ સુધી વધી જતી હોય છે. આ સાથે જ ઘણાં કપલ એકબીજાથી બહુ વિરુદ્ધ સ્વભાવના હોય છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો કોઇને શેર કરવાનું વઘારે ગમતું હોય તો કોઇ જરા પણ સોશિયલ મિડીયાનો યુઝ કરતા હોતા નથી. જ્યારે આવું થાય ત્યારે કપલ ઝઘડી પડે છે અને વાત બહુ આગળ વધી જાય છે.


    આ માટે સૌથી મહત્વની વાત એ છે કે તમારી લાઇફમાં પણ સોશિયલ મિડીયાને કારણે ઝઘડા થઇ રહ્યા છો તો તમારે આ વસ્તુ અહિંયા જ સ્ટોપ કરી દેવી જોઇએ.

     
    Published by:Niyati Modi
    First published:

    Tags: Relationship, લાઇફ સ્ટાઇલ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन