Home /News /lifestyle /ઓનલાઇન પાર્ટનરની શોધમાં છો? તો બીજુ બધુ સાઇડમાં મુકીને પહેલા કરો આ કામ, નહીં તો પસ્તાશો
ઓનલાઇન પાર્ટનરની શોધમાં છો? તો બીજુ બધુ સાઇડમાં મુકીને પહેલા કરો આ કામ, નહીં તો પસ્તાશો
પરિવાર સાથે વાત કરાવો
Relationship Tips: ઇન્ટરનેટનો ઉપયોગ વધવાની સાથે-સાથે ઓનલાઇન પાર્ટનરની ડિમાન્ડ પણ વધતી ગઇ છે. ઓનલાઇન પાર્ટનર શોધ્યા પછી લોકો નાની-મોટી ભૂલો કરી બેસતા હોય છે. આ ભૂલોથી તમારે જીંદગી ભર પસ્તાવાનો વારો આવે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની આ ફાસ્ટ લાઇફમાં ઓનલાઇન પાર્ટનર શોધવાનો ટ્રેન્ડ ખૂબ જ વધી ગયો છે. મોટાભાગના લોકો એવું ઇચ્છે છે કે હું મારો પાર્ટનર મારી જાતે શોધુ. આ માટે પરફેક્ટ પાર્ટનર શોધવો એ ખૂબ જરૂરી છે. ઘણી વાર ઓનલાઇનમાં આ બાબતને લઇને ફ્રોડ તેમજ પસ્તાવાનો વારો આવતો હોય છે. આમ, જ્યારે પણ પાર્ટનર શોધીએ ત્યારે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવુ ખૂબ જરૂરી છે. ઘણાં લોકો ઓનલાઇન પાર્ટનર શોધવા માટે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને ડેટિંગ એપ પર પ્રોફાઇલ બનાવીને બેસ્ટ જીવનસાથીની પસંદગી કરતા હોય છે. પરંતુ ઓનલાઇન પાર્ટનરની પસંદગી કરવી એ થોડુ રિસ્કી થઇ જાય છે. તો જાણો તમે પણ ઓનલાઇન પાર્ટનર શોધતી વખતે ખાસ શું ધ્યાન રાખશો.
તમે ઓનલાઇન પાર્ટનર શોધી રહ્યા છો તો સૌથી પહેલા કેરિયરની વાતને લઇને ચર્ચા કરો. કેરિયર સારું બને છો તો જીવનમાં તકલીફો પડતી નથી. પરંતુ જો કમાતો જ નહીં હોય તો આગળ જતા અનેક ઘણી મુશ્કેલીમાં તમે મુકાઇ શકો છો. આ માટે તમે એની જોબ અને કેરિયરને લઇને ખુલીને વાત કરી લો.
ઉતાવળ ના કરો
તમે ઓનલાઇન પાર્ટનર શોધી રહ્યા છો તો જરા પણ કોઇ વાતની ઉતાવળ કરશો નહીં. ઘણાં લોકો ઉતાવળમાં ખોટુ પગલું ભરી લેતા હોય છે જે સમય જતા અનેક તકલીફમાં મુકી શકે છે. આ માટે ઓનલાઇન પાર્ટનર પર તરત વિશ્વાસ મુકશો નહીં. આ માટે પાર્ટનરની સાથે ડેટ કર્યા પછી લગ્ન કરવાનો નિર્ણય લો.
ઓનલાઇન પાર્ટનર તમે શોધી લો એ પછી ફેમિલીને મળાવવાનું ભૂલશો નહીં. ફેમિલી સાથે તમે વાત કરાવો છો તો ખ્યાલ આવે છે કે પાર્ટનરનું ખરેખર વર્તન કેવું છે. આ સાથે જ તમે એની ફેમિલીને પણ મળો. આમ કરવાથી તમને પણ આઇડિયા આવે છે કે તમે આ ઘરમાં સેટ થશો કે નહીં. ઘણી વાર બહારથી બધુ જ સારું દેખાતુ હોય છે પરંતુ ઘરનું વાતાવરણ કંઇક અલગ જ હોય છે.
લગ્ન કરતા પહેલાં વિચારી લો
ઓનલાઇન પાર્ટનર તમે શોધી લો ત્યારે લગ્ન કરવાની ઉતાવણ કરશો નહીં. આ માટે તમે પહેલાં વિચારી લો કે આ પાર્ટનર તમારે માટે યોગ્ય છે નહીં. બધી બાબતો જાણી લીધા પછી લગ્ન કરવાનો નિર્ણય લો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર