રિસર્ચમાં થયેલ ખુલાસા અનુસાર જાહેર કરવામાં આવ્યું કે, સમાવિષ્ટ મેરિડ કપલ પોતાના જીવનસાથીની સાથે 9.9% વધુ સંતુષ્ટ હતા, એ લોકો કરતાં જેમના સાથી મૃત્યુ પામ્યા હતા.
રિસર્ચમાં થયેલ ખુલાસા અનુસાર જાહેર કરવામાં આવ્યું કે, સમાવિષ્ટ મેરિડ કપલ પોતાના જીવનસાથીની સાથે 9.9% વધુ સંતુષ્ટ હતા, એ લોકો કરતાં જેમના સાથી મૃત્યુ પામ્યા હતા.
बाप, बड़ा न भैया सबसे बड़ा रुपैया... આ વાતને ટાળી ન શકાય કે પૈસા વગર જીવનમાં અટકી જવાય છે અને તે આર્થિક મજબૂતાઈ આપે છે તે નકારી શકાય નહીં. પરંતુ સુખી જીવનની વાત આવે ત્યારે, પ્રેમ પૈસાથી આગળ નીકળી જાય છે. અમે એ નથી કહી રહ્યા, પરંતુ એ ખુલાસો થયો છે કે ઓફિસ ફોર નેશનલ સ્ટૈટિસ્ટિક્સમાં જાહેર કરવામાં આવેલ સર્વમાં શામેલ લોકોએ સારા સ્વાસ્થ્ય માટે સુખી લગ્નજીવનને વધુ પ્રાધાન્ય આપ્યું છે. તેના બાદ બીજો નંબર આવે છે પૈસાનો..
આ સર્વેક્ષણ હેઠળ, લોકોને તેમના અંગત જીવન અને સુખથી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. લોકોએ તેમના જીવનને ખુશ અને પૂર્ણ કેમ માનતા હતા, તેના પર પૂછપરછ કરવામાં આવી હતી. જેના પર તેઓએ કહ્યું હતું કે સુખી લગ્નજીવન તેમની ખુશીનું રહસ્ય છે. બીજા ક્રમાંક પર પૈસા આવે છે.
રિસર્ચમાં જાહેર કરવામાં આવ્યું કે સમાવિષ્ટ મેરિડ કપલ પોતાના જીવનસાથીની સાથે 9.9% વધુ સંતુષ્ટ હતા, એ લોકો કરતાં જેમના સાથી મૃત્યુ પામ્યા હતા. ડાઈવોર્સ લેતા યુગલો કરતાં તેમનું સંતુષ્ટિ સ્તર 8.8% વધારે હતું. નોંધનીય છે કે 2017 થી 2018 ની વચ્ચે યુકેમાં રહેતા લોકો વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો હતો. અગાઉ, વર્ષ 2011-12 માં લોકો પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં લોકોએ નોકરીને તેમની ખૂશી માટેનું કારણ માન્યું હતું.
એ વાતનો પણ ખુલાસો થયો કે, ઓછી ઉંમરનાં લોકો તેમના જીવનથી વધુ ખુશ અને સંતુષ્ટ હતા, એ લોકો કરતાં જેમની ઉંમર 40 કરતાં વધુ હોય. 40 ની આસપાસના લોકોની ખુશી સૌથી ઓછી હતી. મકાનમાલિકની ખુશીનું સ્તર ભાડૂઆતોની ખુશી કરતા વધારે હતું. આ ઉપરાંત, જે લોકો જીવનને રોમાંચક બનાવવા માટે પૈસા ખર્ચે છે, તેઓ અન્યની સરખામણીએ વધુ ખૂશ હતા, જેમણે કોઈ મોંઘી સામગ્રી લીધી હતી.
Published by:Bansari Shah
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર