Home /News /lifestyle /પાર્ટનર ફોન ચેક કરે છે? તો તરત જ કરો આ કામ, એક જ ઝાટકે છૂટી જશે આ આદત
પાર્ટનર ફોન ચેક કરે છે? તો તરત જ કરો આ કામ, એક જ ઝાટકે છૂટી જશે આ આદત
એકબીજા પર વિશ્વાસ રાખો
Strong Relationship Tips: ઘણાં કપલ્સમાં પાર્ટનર એમની શકની નજરે સામેની વ્યક્તિને જોતા હોય છે. એવામાં અનેક લોકોને એકબીજાની ફોન ચેક કરવાની આદત હોય છે. જો કે ફોન ચેક કરવાની આ આદત તમારા સંબંધોને ખરાબ કરવાનું કામ કરે છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: દરેક રિલેશનશિપમાં પ્રેમની સાથે-સાથે વિશ્વાસ હોવો ખૂબ જરૂરી છે. એવામાં સંબંધોને મજબૂત બનાવવા માટે પાર્ટનર અનેક ઘણી વસ્તુઓને છુપાવતા હોય છે. આ સાથે જ ઘણાં કપલ્સને એકબીજાનો ફોન ચેક કરવાની આદત હોય છે. એકબીજાનો ફોન ચેક કરીને અનેક વાર લોકો એકબીજા પ્રત્યે ખોટુ પણ સમજી બેસતા હોય છે. જો કે આ આદતને ખરાબ કહી શકાય. આમ, જો તમને પણ આવી આદત છે તો તમારે બદલવાની જરૂર છે. તમે તમારી પોતાની વ્યક્તિને સામેથી જ પૂછી લો છો તો એ વધારે સારું રહેશે. આમ, જો તમારા પાર્ટનરને પણ વારંવાર ફોન ચેક કરવાની આદત છે તો આ ખાસ રીતે શક દૂર કરો.
ઘણી વાર લોકો પાર્ટનરની સાથે વાતવાતમાં ખોટુ બોલતા હોય છે. આ સાથે જ અનેક લોકો પોતાના પાર્ટનરથી ફોનને વારંવાર છુપાવતા હોય છે. એવામાં તમે સંબંધોમાં વિશ્વાસ ખોઇ બેસો છો. આમ કરવાથી પાર્ટનર તમારી પર શક કરવા લાગે છે. એવામાં તમે પાર્ટનરની સાથે ક્વોલિટી ટાઇમ સ્પેન્ડ કરો અને શકને દૂર કરો.
પાર્ટનર પર વિશ્વાસ રાખો
ઘણી વાર પાર્ટનર સાથે લોકો અનેક ઘણી વાતો છુપાવતા હોય છે. આ માટે અનેક વાર પાર્ટનરની જાણ બહાર ફોન છુપાઇને યુઝ કરતા હોય છે. આમ કરવાથી સંબંધોમાં ખટાશ આવે છે અને પાર્ટનર શક કરવા લાગે છે. આ માટે હંમેશા સંબંધોમાં વિશ્વાસ રાખવા માટે પાર્ટનર સાથે ખોટુ ના બોલો.
ઘણાં કપલ્સને લોન્ગ ડિસટન્સ રિલેશનશિપમાં રહેવું પડે છે. એવામાં સામાન્ય કામમાં વ્યસ્ત પાર્ટનર ભૂલી જાય છે, જેના કારણે સંબંધોમાં ખટાશ આવે છે અને એકબીજા પરથી વિશ્વાસ ઉઠી જાય છે. આ સમયે પાર્ટનર એકબીજાનો ફોન ચેક કરી લેતા હોય છે. આ માટે પાર્ટનર સાથે હંમેશા ટાઇમ સ્પેન્ડ કરો અને મન ભરીને વાતો કરો.
પાર્ટનરનો ફોન ચેક કરશો નહીં
પાર્ટનરનો ફોન ચેક કરવાની આદત તમને છે તો તમારે સુધારવી જોઇએ. આ માટે તમે પાર્ટનરને પર્સનલ સ્પેસ આપો. આ એક બહુ જરૂરી બાબત છે. ક્યારે પણ ફોન ચેક કરશો નહીં પરંતુ તમારા મનમાં કોઇ સવાલ થાય છે તો પાર્ટનરને પૂછી લો.
(નોંધ: આ લેખમાં આપેલી જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. gujarati news18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી. અમલ કરતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર