Home /News /lifestyle /લગ્નના થોડા દિવસ બાકી છે અને ગભરામણ થાય છે? સતત ચિંતામાં રહો છો? તો આ રીતે Pre-Wedding Anxiety દૂર કરો
લગ્નના થોડા દિવસ બાકી છે અને ગભરામણ થાય છે? સતત ચિંતામાં રહો છો? તો આ રીતે Pre-Wedding Anxiety દૂર કરો
થોડા દિવસ પછી લગ્ન છે?
How To Beat Pre Wedding Anxiety: તમે લગ્નની તૈયારીઓ કરી રહ્યા છો અને જીંદગીને લઇને સતત સ્ટ્રેસમાં રહો છો તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. આ ટિપ્સને તમે ફોલો કરો છો તો એકદમ મસ્ત જીંદગી જીવી શકો છો.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લગ્ન પહેલા અનેક છોકરીઓ તેમજ છોકરાઓ નર્વસ થઇ જતા હોય છે. જો કે નર્વસ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. લગ્ન પહેલા નર્વસ થવુ એ એક કોમન વાત હોય છે જે દરેક વ્યક્તિના અંદર કોઇને કોઇ રીતે થાય છે. આમ, લગ્ન સમયે પોતાની લાઇફને લઇને અનેક ઘણાં સવાલો મનમાં થતા હોય છે. આ સાથે જ ચિંતા પણ થતી હોય છે. આ સમસ્યા જ્યારે વધી જાય ત્યારે એને એન્ઝાયટીનો શિકાર વ્યક્તિ બને છે. પ્રી વેડિંગ એન્ઝાયટી અરેન્જ મેરેજમાં ઘણી વધારે જોવા મળે છે. આનો મતલબ એ નથી કે આ સમસ્યા લવ મેરેજ કપલ્સમાં જોવા મળતી નથી. આમ, જો તમારા લગ્ન થવાના છે અને તમે એન્ઝાયટી મહેસુસ કરો છો તો આ વાતોનું ખાસ ધ્યાન રાકો.
પ્રી વેડિંગ એન્ઝાયટીને આ રીતે દૂર કરો
પાર્ટનર સાથે વાત કરો
તમે તમારા લગ્નની તૈયારીઓને લઇને અને સાથે જીંદગીને લઇને સતત સ્ટ્રેસમાં રહો છો તો આ વિશે તમે તમારા પાર્ટનર સાથે વાત કરો. આમ કરવાથી તમે મેન્ટલ સ્ટ્રેસમાંથી ફ્રી રહો છો અને સાથે તમે હેપ્પી ફિલ કરો છો.
એન્ઝાયટીને લઇને દૂર કરવા માટેની સૌથી સારી રીત તમે તમારી પરિસ્થિતિને સ્વીકારો. આમ કરવાથી તમે મેન્ટલી રીતે પ્રિપેર થઇ જશો અને સાથે તમે રિલેક્સ રહેશો. આમ, જો તમે પરિસ્થિતિને સ્વીકારી લો છો તો તમે અનેક મુશ્કેલીઓમાંથી જાતે જ બહાર આવી જાવો છો.
મિત્રોની મદદ લો
લગ્ન પહેલા તમે સતત ચિંતામાં રહો છો અને એન્ઝાયટીનો શિકાર બનો છો તો તમે તમારા ખાસ મિત્રોની મદદ લો. આ સાથે જ તમે તમારા મિત્રો સાથે તમારી વાતો શેર કરો.