Home /News /lifestyle /રિલેશનશિપમાં તિરાડ પાડે છે તમારી આ નાની-નાની ભૂલો, આ રીતે સ્ટ્રોંગ બનાવો
રિલેશનશિપમાં તિરાડ પાડે છે તમારી આ નાની-નાની ભૂલો, આ રીતે સ્ટ્રોંગ બનાવો
રિલેશનશિપમાં ખાસ આ ધ્યાન રાખો
Tips for Long Term Relationship: રિલેશનશિપમાં કપલ્સ સામાન્ય રીતે આ ભૂલો કરી બેસતા હોય છે જેના કારણે સંબંધોમાં તિરાડ પડે છે અને ઘણી વાર વાત ડાઇવોર્સ સુધી પહોંચી જાય છે. આમ, જો વાત કરવામાં આવે તો મોટાભાગે લોકો એકબીજાની ખામીઓ કાઢતા હોય છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રિલેશનશિપને મજબૂત બનાવવા માટે અનેક કોશિશો કરતા હોય છે. આ પછી કપલ્સની કેટલીક ભૂલોને કારણે સંબંધોમાં તિરાડ પડતી હોય છે. જો કે ઘણી વાર નાની-નાની ભૂલોને કારણે વાત ડાઇવોર્સ સુધી પહોંચી જતી હોય છે. આ માટે સંબંધોમાં મીઠાસ જાળવી રાખવી ખૂબ જરૂરી છે. ઘણી વાર અજાણતા થયેલી ભૂલો સંબંધો તૂટવાનું કારણ બની જાય છે. આમ સંબંધોને લોન્ગ ટર્મ ચલાવવા માટે રિલેશનશિપમાં નાની-મોટી ભૂલોથી બચવુ ખાસ જરૂરી છે. તો જાણી લો તમે પણ રિલેશનશિપની કેટલીક એવી કોમન મિસ્ટેક્સ વિશે જેનાથી દૂર રહીને તમે તમારા સંબંધોને સ્ટ્રોંગ અને લોન્ગ ટર્મ બનાવી શકો છો.
ઘણી વાર પાર્ટનર સાથે નાનો-મોટો ઝઘડો થાય ત્યારે આપણે વાત કરવાનું બંધ કરી દઇએ છીએ. પરંતુ ક્યારે પણ કોઇ વાતનું સોલ્યુશન વાત બંધ કરવાથી આવતુ નથી. આ માટે હંમેશા પાર્ટનર સાથે ખુલીને વાત કરો. આમ કરવાથી સંબંધોમાં ખટાશ આવતી નથી અને તમારી સમસ્યાનો અંત આવે છે.
એકબીજાની ખામીઓ કાઢશો નહીં
ઘણી વાર પાર્ટનરની સારી વાતોને અનેક લોકો નજરઅંદાજ કરીને માત્ર એની ખામીઓ જ કાઢતા હોય છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. એકબીજાની ખામીઓ કાઢ્યા વગર તમે સારા ગુણો શોધો અને પાર્ટનરને આ વિશે વાત કરો. આમ કરવાથી સંબંઘોમાં મીઠાશ આવે છે અને તમે મસ્તીભરી લાઇફ એન્જોય કરી શકો છો.
વખાણ..કોઇ પણ વ્યક્તિની લાઇફમાં સૌથી મહત્વનો ભાગ ભજવે છે. વખાણ કરવાથી સામેની વ્યક્તિ ખુશ થઇ જાય છે અને તમારાથી ઇમ્પ્રેસ થાય છે. આમ, જ્યારે પણ ઝઘડો થાય ત્યારે તમે પાર્ટનરની ખામીઓ શોધ્યા વગર તમને જે ગુણ ગમે છે એના વખાણ કરો. આ માટે તમે ડિનરનું પ્લાનિંગ કરીને ત્યાં કોઇ સરપ્રાઇઝ પણ આપી શકો છો.
એક્સ સાથે કમ્પેયર ના કરો
ક્યારે પણ પાર્ટનરની સાથે તમારા એક્સના વખાણ અને કમ્પેયર કરશો નહીં. આમ કરવાથી પાર્ટનરને હર્ટ થાય છે અને તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે. આ માટે હંમેશા પાર્ટનર સાથે પોતાની વાત કરવાની આદત પાડો.
Published by:Niyati Modi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર