કપલ્સ વચ્ચે અંતર વધતા જાતીય જરૂરિયાતો પૂરી નથી થઈ રહી!

ઓહ.. તો આ કારણે કપલ્સ વચ્ચે વધી રહ્યું છે અંતર!

ઓહ.. તો આ કારણે કપલ્સ વચ્ચે વધી રહ્યું છે અંતર!

 • Share this:
  વર્તમાન સમયની ભાગદોડના લીધે લોકો તેમના સાથીને પૂરતો સમય નથી આપી શકતા. આ જ કારણ છે કે સંબંધોમાં તિરાડ આવવા લાગે છે. એક નવા સંશોધન અનુસાર બ્રિટેનમાં લોકો તેમના સાથી સાથે સહવાસ માટે સમય નથી કાઢી શકતા. તેના કારણે, તેમની જાતીય જરૂરિયાતો પૂરી નથી થઈ રહી. સમગ્ર વસ્તીના અડધાથી પણ ઓછા લોકો અઠવાડિયામાં ફક્ત એક વખત જ સંભોગ કરી શકે છે. તેમજ મેરિડ અને લીવ ઈનમાં રહેતા કપલ્સ પણ સહવાસ માટે ઘણો ઓછો સમય કાઢી શકે છે.

  આ સર્વેમાં 35થી 44 વર્ષની મહિલાઓએ જાણકારી આપી કે સાથી સાથે સંબંધ બનાવવાનો દર પ્રતિમાસ 4માંથી 2 થઈ ગયો છે. ત્યાંજ પુરુષોએ ખુલાસો કર્યો કે પહેલાની અપેક્ષાએ દર મહિને તે ફ્ક્ત 4માંથી 3 વખત જ સંબંધ બાંધી શકે છે. તુલનાત્મક અધ્યયનમાં જાણ થઈ કે કપલ્સ વચ્ચે પાછળના 10 વર્ષમાં મહિનામાં 10 વખત શારીરિક સંબંધ બનાવવાની તીવ્રતા ઘટીને અડધી રહી ગઈ છે.

  આ શોધના પ્રોફેસર વેલિંગ્સે, સર્વેમાં શામેલ અડધા સ્ત્રી-પુરુષોએ સ્વીકાર્યું હતું કે તેઓ તેમના સાથી સાથે વધારે સંબંધ સ્થાપિત કરવા ઈચ્છે છે. મોટાભાગના લોકોએ કહ્યું કે ઇચ્છા હોવા છતાં, તેઓ તણાવને લીધે સાથીની નજીક નથી આવી શકતા.

  પ્રોફેસર વેલિંગ્સે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં કપલ્સ મોર્ડન લાઈફસ્ટાઈલ સ્વીકારવા અને તે પાછળની દોડમાં એવા ફસાઈ ગયા છે કે તે પોતાના સાથીને સમય જ નથી આપી શકતા. તમે તેને 'સેન્ડવિચ જનરેશન' પણ કહી શકો છો. આજના યુવાનોને ઓફિસ, ઘર અને કુટુંબની જવાબદારીએ નીભાવવામાં એ રીતે મશગૂલ થઈ ગયા છે કે પોતાની જરૂરિયાતો અને લાગણીઓ પર ધ્યાન આપવાનું ભૂલી જ ગયા છે. ત્યાંજ સોશિયલ મીડિયાએ તેમના અંગત જીવન પર પણ નકારાત્મક અસર કરી છે.
  Published by:Bansari Shah
  First published: