Home /News /lifestyle /પાર્ટનરના બોરિંગ અને નેગેટિવ વર્તનથી કંટાળી ગયા છો? તો આ રીતે ચપટીમાં બદલી નાંખો સ્વભાવ

પાર્ટનરના બોરિંગ અને નેગેટિવ વર્તનથી કંટાળી ગયા છો? તો આ રીતે ચપટીમાં બદલી નાંખો સ્વભાવ

ફ્રેન્ડ્સ ગ્રુપમાં એડ કરો.

Relationship Tips: સામાન્ય રીતે લગ્ન પછીના સંબંધોમાં પ્રેમભાવ જાળવી રાખવો ખૂબ જરૂરી છે. આ માટે કહેવાય છે કે વિશ્વાસથી દુનિયાને પણ જીતી શકાય છે. આમ, જો લગ્ન પછીના સંબંધોમાં ઘણીવાર પાર્ટનરનો સ્વભાવ ખરાબ હોવાથી અનેક તકલીફો થતી હોય છે.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: રિલેશનશિપને સ્ટ્રોંગ બનાવવા માટે પાર્ટનરનું પોઝિટિવ હોવું ખૂબ જરૂરી છે, પરંતુ કેટલાક કપલ્સ એમના પાર્ટનર સાથે ઉદાસ અને બોરિંગ વાતો કરતા રહેતા હોય છે. આનાથી તમારા સંબંધો પર પણ ખરાબ અસર પડે છે. એવામાં અનેક કપલ્સ વચ્ચે ઝઘડા થતા હોય છે. આમ, જો તમારા પાર્ટનર બોરિંગ અને નેગેટિવિટીથી ભરેલા છે તો આ શાનદાર ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. તમે આ ટિપ્સને ફોલો કરો છો તો સંબંધો મજબૂત બને છે અને તમે આ સમસ્યામાંથી છૂટકારો મેળવો છો. તો જાણો આ વિશે તમે પણ..

    કપલ્સ એમનાં સંબંધોને ખાસ બનાવવા માટે ઘણી કોશિશો કરતા હોય છે, પરંતુ પાર્ટનરના નેગેટિવ અને બોરિંગ વર્તનને કારણે સંબંધોમાં તિરાડ પડવા લાગે છે. એવામાં તમે આ ટિપ્સ ફોલો કરો છો તો સૌથી બેસ્ટ છે.

    ડિફરન્ટ ડેટ પ્લાન કરો

    ઘણાં લોકો પાર્ટનરને ખુશ કરવા માટે નાઇટ ડેટ પ્લાન કરે છે. પરંતુ દર વખતે નાઇટ ડેટ પર જવું બોરિંગ લાગે છે. એવામાં તમે કંઇક ડિફરન્ટ આઇડિયા ટ્રાય કરી શકો છો. આનાથી પાર્ટનરને પણ સરપ્રાઇઝ મળશે અને એ મિનિટોમાં ખુશ થઇ જશે.

    ફ્રેન્ડસને મહત્વ આપો

    ઘણી વાર કપલ્સ એકબીજા સાથે સમય વિતાવવા માટે મિત્ર સાથે એવોઇડ કરતા હોય છે. એવામાં હંમેશા પાર્ટનરની સાથે રહેવાથી તમે ઘણી વાર બોરિંગ ફિલ કરો છો. આ માટે રિલેશનશિપની સાથે-સાથે ફ્રેન્ડ્સને પણ પ્રાથમિકતા આપો અને પાર્ટનરને પણ થોડો સમય મિત્રોની સાથે સમય વિતાવવાની સલાહ આપો. આનાથી પાર્ટનરનો મુડ ફ્રેશ રહે છે અને રિલેક્સ રહે છે.

    પાર્ટનરને ગ્રુપમાં એડ કરો

    તમારા ફ્રેન્ડ સર્કલમાં ઘણાં લોકો ખુશમિજાજા અને મસ્તી કરે છે તો તમે પાર્ટનરને પણ આ ગ્રુપમાં એડ કરો અને આમાં ભાગીદાર બનાવો. આમ કરવાથી પાર્ટનરનો સ્વભાવ પણ બદલાશે અને નેગેટિવિટી પણ દૂર થશે.

    નેગેટિવિટી દૂર કરો

    તમારા પાર્ટનરમાં ફૂલ ટૂ નેગેટિવિટીથી ભરેલા છે તો અને દૂર કરવા માટે તમે સારી વાત કરો અને એમને પ્રોત્સાહન આપો. આમ કરવાથી પાર્ટનરનો સ્વભાવ ધીરે-ધીરે બદલાઇ જશે અને તમને લાઇફ એન્જોય કરવાની મજા આવશે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Relationship tips

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन