Home /News /lifestyle /લગ્નની પહેલી રાત્રે રિલેશન રાખતાં પહેલાં ખાસ રાખો આ ધ્યાન, નહીં તો પાછળથી પસ્તાશો

લગ્નની પહેલી રાત્રે રિલેશન રાખતાં પહેલાં ખાસ રાખો આ ધ્યાન, નહીં તો પાછળથી પસ્તાશો

લગ્ન પછી રિલેશન રાખો એ પહેલાં આ ધ્યાન રાખો

Relationship tips: લગ્ન પછી અનેક લોકો રિલેશન રાખવાને લઇને ચિંતામાં રહેતા હોય છે. આ માટે લગ્ન પછી હંમેશા રિલેશન રાખતી વખતે નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે આ ધ્યાન રાખતા નથી તો અનેક મોટી તકલીફમાં મુકાઇ શકો છો.

વધુ જુઓ ...
    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આજની લાઇફ બહુ જ ફાસ્ટ થઇ ગઇ છે. ફાસ્ટ લાઇફમાં અનેક પાર્ટનર એવા છે જે પોતાની વ્યક્તિને પૂરતો સમય આપી શકતા નથી. પૂરતો સમય ના આપવાને કારણે બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડા થવાના શરૂ થઇ જાય છે. આ માટે જરૂરી છે કે તમે કામમાં વ્યસ્ત હોવ તો પણ દિવસમાં તમારી વ્યક્તિને સમય આપો. આ વાત લાઇફમાં બહુ જરૂરી છે. પોતાની વ્યક્તિને સમય આપવો જ જોઇએ એમાં કંઇ ખોટુ નથી. ઘણાં બધા કેસમાં પાર્ટનર એકબીજાને સમય ના આપી શકવાને કારણે વાત ડાઇવોર્સ સુધી પહોંચી જતી હોય છે. એવામાં તમારા નવા લગ્ન થયા છે અને તમે રિલેશન રાખો છો તો તમારે આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.

    આ પણ વાંચો: આ ઉંમરના બાળકોને ક્યારે ના આપશો Coffee

    પ્રિકોશનથી રિલેશન રાખો


    તમે ન્યુ મેરિડ કપલ છો તો તમારે રિલેશન રાખતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. નવા લગ્ન થયા હોય અને તમે પ્રેગનન્સી કન્સિવ કરવા ઇચ્છતા નથી તો તમારે પ્રિકોશન સાથે રિલેશન રાખવા જોઇએ જેથી કરીને પ્રેગનન્સીનો ભય ના રહે. ઘણી વાર લગ્ન પછી એક જ વાર રિલેશન રાખ્યા હોય અને પ્રેગનન્સી કન્સિવ થઇ જતી હોય છે. તમે પણ આવી ભૂલ કરવાથી બચો.

    એકબીજાને સમજો


    લગ્ન પછી એકબીજાને સમજો અને પછી રિલેશન રાખો. ઘણી વાર સામેની વ્યક્તિ બહુ જ થાકી જતી હોય છે અને એવામાં તમે રિલેશન રાખવાનો ફોર્સ કરો છો તો આ બાબત એકદમ ખોટી છે. આ પરિસ્થિતિમાં કોઇને પણ સંતોષ થતો નથી. આ માટે હંમેશા તમારા પાર્ટનર ઇચ્છા હોય તો જ રિલેશન રાખો.

    આ પણ વાંચો: બા-દાદા સરળતાથી ખાઇ શકશે આ સોફ્ટ ફરાળી હાંડવો

    રોમેન્ટિક મુડ


    ઘણાં બધા લોકો એવા હોય છે જે રિલેશન રાખવા ખાતર જ રાખતા હોય છે. જો તમે પણ આવું કરી રહ્યા છો તો તમારે તમારી આ આદત સુધારવાની જરૂર છે. કોઇ પણ છોકરી સાથે આવું વર્તન કરવું યોગ્ય નથી.



    આ માટે રિલેશન રાખતા પહેલાં હંમેશા વાતાવરણ રોમેન્ટિક બનાવો. આ માટે પહેલાં પાર્ટનર સાથે મસ્ત-મસ્ત વાતો કરો અને પછી રિલેશન રાખો. આમ કરવાથી રિલેશન રાખવાનો આનંદ આવે છે અને સાથે બન્ને વ્યક્તિને સંતોષ પણ થાય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Lifestyle, Relationship

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन