Home /News /lifestyle /આ રોમેન્ટિક રીતે Sorry કહો અને નારાજ Partnerને મિનિટોમાં મનાવી લો

આ રોમેન્ટિક રીતે Sorry કહો અને નારાજ Partnerને મિનિટોમાં મનાવી લો

બેસ્ટ રિલેશનશીપ ટિપ્સ

How To Say Sorry To Partner: કોઇ પણ સંબંધમાં સામાન્ય ઝઘડા થવા એ ખૂબ સામાન્ય વાત છે. ઝઘડો થાય પછી પાર્ટનરને મનાવવા માટે અનેક ઘણી કોશિશો કરવી પડે છે, પરંતુ જો તમે આ ટિપ્સ ફોલો કરશો તો તરત જ તમારો પાર્ટનર માની જશે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: કોઇ પણ સંબંધ હોય એમાં પ્રેમ અને ઝઘડો બન્ને હોય છે. એમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો કપલ વચ્ચે પ્રેમ પણ વધારે હોય અને સાથે ઝઘડાઓ પણ થતા હોય છે. આ ઝઘડાનું સોલ્યુશન લાવવા માટે સોરી બોલવું પડતુ હોય છે. સોરી શબ્દ એવો છે જેનાથી તમે સામેની વ્યક્તિને મનાવી શકો છો. આમ, જ્યારે પાર્ટનર વચ્ચે ઝઘડો થાય ત્યારે ઇગો વધારે હેરાન કરે છે. આ માટે તમે ઇગોને છોડીને સોરી કહેવામાં માનો. તો આજે અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે તમારા પાર્ટનરની નારાજગી દૂર કરીને મિનિટોમાં મનાવીને ખુશ-ખુશ કરી દેશો.

    આ પણ વાંચો: મૂળા સાથે આ વસ્તુઓ ખાવાથી હેલ્થને થાય છે નુકસાન

    આ રીતે સોરી બોલો


    લેટર લખો


    ઘણી વાર આપણે આપણી ભાવનાઓને વ્યક્ત કરીને બોલી શકતા નથી. એવામાં તમે લેટર લખીને સામેની વ્યક્તિને મનાવી શકો છો. લેટર તમારી માટે એક બેસ્ટ ઓપ્શન બની રહે છે. આ લેટરમાં તમે સોરી જેવા શબ્દોનો ઉપયોગ કરો છો તો તમારો પાર્ટનર તરત જ માની જાય છે.

    સરપ્રાઇઝ આપો


    તમે ઇચ્છો છો કે તમારી વ્યક્તિ જલદી જ તમને માફ કરી દે તો તમે ઓફિસ કે ઘરે સરપ્રાઇઝનું પ્લાનિંગ કરી શકો છો. આ માટે તમે મસ્ત બુકે પણ ઓફિસે મોકલાવી શકો છો. આ સાથે જ તમે કોઇ મસ્ત ડેટનું પ્લાનિંગ પણ કરી શકો છો.

    આ પણ વાંચો: છાતીમાં કફ જામી ગયો છે?

    સિક્રેટ નોટ


    તમે તમારા પાર્ટનરને લંચ બોક્સ, લેપટોપ બેગ, નોટબુક, ફ્રિજ તેમજ કોઇ પણ જગ્યાએ સિક્રેટ નોટ લખીને એમની માફી માંગી શકો છો. આ એક મસ્ત રસ્તો છે. આ ટાઇપનું સોરી તમારા પાર્ટનરને બહુ પસંદ પડે છે અને એ તરત જ માની જાય છે. સિક્રેટ નોટ્સ માટે તમને અનેક પ્રકારના આઇડિયા નેટ પરથી સરળતાથી મળી રહે છે.

    ફેવરેટ ફુડ બનાવો


    ભાવતી વસ્તુ કોઇને આપો તો તરત જ એનો મુડ મસ્ત થઇ જાય છે. ભાવતી વાનગી મુડ બુસ્ટ કરવામાં મદદ કરે છે. તમારી રિલેશનશીપમાં કોઇ ઝઘડો થાય છે તો તમે પાર્ટનરને મનાવવા માટે ફેવરિટ વસ્તુ બનાવો અને ખવડાવો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Relationship

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन