Home /News /lifestyle /સિંગલ મધર્સ માટે બેસ્ટ છે આ રિલેશનશિપ ટિપ્સ, ડેટ પર જતા પહેલાં ખાસ રાખો આ ધ્યાન

સિંગલ મધર્સ માટે બેસ્ટ છે આ રિલેશનશિપ ટિપ્સ, ડેટ પર જતા પહેલાં ખાસ રાખો આ ધ્યાન

સિંગલ મધર્સ ડેટ પર ના કરો આ ભૂલો

Relationship Tips For Single Mothers: અનેક સ્ત્રીઓ સિંગલ મધર્સ રીતે પોતાની જીવન જીવતી હોય છે. સિંગલ મધર્સ રહીને એકલા જીંદગી જીવવી એ સહેલું નહીં પરંતુ બહુ અઘરું છે. અનેક પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે.

    લાઇફ સ્ટાઇલ ડેસ્ક: સિંગલ મધર્સને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થવુ પડે છે. આ સાથે જ સિંગલ મધર્સને નવા સંબંધની શરૂઆત કરવી એ સહેલું અને સરળ કામ નથી. એવામાં કોઇને ડેટ કરતી વખતે તમારા પાર્ટનરની સાથે-સાથે ફેમિલી અને પર્સનલ લાઇફને મેનેજ કરવી પડે છે. આ વાત બોલવામાં અને કહેવામાં સરળ લાગે છે પરંતુ કરવું બહુ અધરું છે. સિંગધ મધર્સને ડેટ પર જવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવામાં અનેક મહિલાઓ પરિવાર અને ડરને કારણે નવા સંબંધો બનાવવામાં ખચકાતી હોય છે.

    આ પણ વાંચો: કપલ્સ માટે બેસ્ટ છે આ નાઇટ ડેટ આઇડિયા

    કેટલીક મહિલાઓ બાળકોના ગોલને જ લાઇફ માની લે છે, પરંતુ સિંગલ મધર્સે પોતાની લાઇફ પોતાની મરજી મુજબ જીવવી જોઇએ. એવામાં અમે તમને કેટલીક સરળ ટિપ્સ બતાવીશું જેની મદદથી તમે રિલેશનશીપને સરળતાથી મેનેજ કરી શકશો.

    પાર્ટનર સાથે વાત શેર કરો


    કોઇ પણ નવી શરૂઆત કરો ત્યારે ખાસ કરીને સત્યતા અને વિશ્વાસ સંબંધમાં હોવો બહુ જરૂરી છે. એવામાં સિંગલ મધર્સ ડેટ પર જતા સમયે પોતાના પાર્ટનરે આ વિશે ખુલ્લા દિલે વાત કરી શકે છે. આ સાથે જ તમે પાર્ટનરને તમારું ડેલી શેડ્યુલ અને બાળકોની જવાબદારી વિશે ખાસ વાત કરો.

    આ પણ વાંચો: બે ટીપાં દેસી ઘીનો આ રીતે ઉપયોગ કરો

    એકબીજાની સમજવાની કોશિશ કરો


    ડેટ પર જતા સમયે સિંગલ મધર્સને સામાન્ય રીતે બાળકોની ચિંતા વધારે રહેતી હોય છે. એવામાં ડેટ પર જાવો ત્યારે તમે સતત તમારા બાળકની વાત કરો છો તો અનેક પ્રોબ્લેમ્સ થઇ શકે છે. આ માટે તમારી પસંદ અને નાપસંદની વાત તમારા પાર્ટનરને કરો. આમ કરવાથી એકબીજાની નજીક જઇને સંબંધોને વધારે મજબૂત બનાવી શકો છો.


    પાર્ટનર પાસેથી કોઇ આશા ના રાખો


    નવા સંબંધોની શરૂઆત કર્યા પછી સિંગસ મધર્સ પોતાની લાઇફમાં મસ્ત સપનાં જોવા લાગે છે. સપનાં હંમેશા સારા જોવા જોઇએ એમાં કોઇ ના નથી, પરંતુ એ વિચારો અને સપનાં કરો જે પૂરા થઇ શકે, અને જો પૂરા થતા નથી તો તમને દુખ ના થાય. આ ટાઇપના સપનાં વ્યક્તિને દુખી કરે છે. આ માટે રિલેશનશિપમાં પોતાના પાર્ટનર પાસેથી પણ કોઇ વસ્તુની આશા રાખશો નહીં, માત્ર ખુશ રહો અને મસ્ત જીંદગી જીવો.
    Published by:Niyati Modi
    First published:

    Tags: Life style, Relationship

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन