Relationship tips: મિત્ર જીવથી પણ વ્હાલો હોય તો પણ આ વાતો તો Share ન જ કરવી, નહીં તો...

News18 Gujarati
Updated: March 10, 2020, 11:08 PM IST
Relationship tips: મિત્ર જીવથી પણ વ્હાલો હોય તો પણ આ વાતો તો Share ન જ કરવી, નહીં તો...
પ્રતિકાત્મક તસવીર

કોઈ તમારો ગમે તેટલો સારો કે સારી ફ્રેન્ડ હોય તો પણ પોતાના જીવનને લગતી કેટલીક ચીજો મિત્રો સાથે શેર ન કરવામાં જ સમજદારી છે. તો આવો જાણીએ એવી કઈ લાગણીઓ કે વાતો છે, જે આપણે મિત્રો સાથે પણ શેર ન કરવી જોઈએ.

  • Share this:
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ કોઈ તમારો ગમે તેટલો સારો કે સારી ફ્રેન્ડ (Friend) હોય તો પણ પોતાના જીવનને લગતી કેટલીક ચીજો મિત્રો સાથે શેર ન કરવામાં જ સમજદારી છે. તો આવો જાણીએ એવી કઈ લાગણીઓ કે વાતો છે, જે આપણે મિત્રો સાથે પણ શેર ન કરવી જોઈએ. (relationship tips)

પોતાના પાર્ટનરની પ્રાઈવેટ ડિટેલ્સ (Partner Private Details):-
પાર્ટનરની સાથેના સંબંધો સૌથી ઉપર અને અંગત છે. તમારા પાર્ટનરે જે તમારી સાથે શેર કર્યું હોય તે તમે મિત્રો સાથે શેર કરો તે જરૂરી નથી. જો તમે આવું કરશો અને ક્યારેક તમારા પાર્ટનરને ખબર પડશે તો તમે વિશ્વાસ ખોઈ બેસશો.

કોઈ મુદ્દે પાર્ટનરની અસંમતિ હોય:-
પાર્ટનર સાથેના સંબંધોમાં લડાઈ ઝઘડા કે અસંમતિ હોઈ શકે છે, પરંતુ આવી વાતો પણ મિત્રો સાથે શેર ન કરવી. તમે પાર્ટનર સાથેના ઝઘડા મિત્રો સાથે શેર કરશો તો મિત્રો ક્યારેક બ્રેકઅપની સલાહ પણ આપી દેતા  હોય છે, તો કેટલાક મિત્રો બે ના ઝઘડામાં ફાવવાની કોશિશ પણ કરતા હોય છે.

ઈન્ટીમેસી સ્ટફ:-પોતાની સેક્સ લાઈફ વિશે તો મિત્રોને જરાપણ ન બતાવો. મિત્ર ગમે તેટલો ખાસ હોય પણ સેક્સ લાઈફ પણ માત્ર તમારા પાર્ટનરનો હક છે, તેની મરજી વગર તમે આ વાતો શેર ના કરી શકો. બની શકે કે તમારો મિત્ર તમારી સેક્સ લાઈફની વાતો બીજા કોઈને પણ કહેતો ફરે. જો આ વાત ચર્ચાઈ જાય તો તમને કેવું લાગશે?

પોતાના ખુશનુમા રિલેશન વિશે :-
શું તમારી રિલેશનશીપ સુંદર રીતે પસાર થઈ રહી છે. રિલેશનશીપમાં લાગણી અને સુંદરતા હોવી લકી હોવા બરાબર છે. જો આ સંબંધોની માધુર્યતા જાળવી રાખવા માંગતા હોવ તો આ વાતોને તમારા સુધી જ સીમિત રાખો. જો તમારો કોઈ મિત્ર તમારી સાથે તેના પાર્ટનરની વાતો શેર કરતો હોય તો પણ તમે તેને અટકાવો.
First published: March 10, 2020
વધુ વાંચો
अगली ख़बर